Sangya in Gujarati (સંજ્ઞા/નામ) એ સ્પર્ધાત્મક પરીક્ષામાં આવતા ટોપિક પૈકીનો મહત્વનો ટોપિક છે. સંજ્ઞા કે નામને યાદ રાખવા ખુબજ સરળ છે. ગુજરાતી ભાષામાં નામના મુખ્ય 5 પ્રકારની ચર્ચા આપણે આ આર્ટિકલમાંં કરીશુ.
વ્યક્તિ, ગુણ, ભાવ, ક્રિયા, પ્રાણી, પક્ષીઓ અને પદાર્થને ઓળખાવા માટે આપણે ચોક્કસ નિશાનીઓ વાપરીએ છીએ તેને ‘નામ’ અથવા ‘સંજ્ઞા ‘ કહેવામાં આવેલ છે.
નામના મુખ્ય પ્રકાર । Sangya in Gujarati
- નામના મુખ્ય 5 પ્રકાર છે.
આ પણ વાંચો
1. વ્યક્તિ વાચક નામ:
- જે તે વ્યક્તિ એ વસ્તુ માટેજ વપરાય
ઉદાહરણ : મોહન, અમદાવાદ, હિમાલય, સાબરમતી
2. જાતિવાચક નામ:
- જાતિ/વર્ગના દરેક ને લાગુ પડે
ઉદાહરણ : છોકરો, શહેર, પર્વત, નદી

3. સમુહવાચક નામ:
- સમુહનો અર્થ દર્શાવે છે.
ઉદાહરણ : ટોળુ, સભા, લશ્કર, ઘટા, ઝુંમખુ, ધણ, લૂમ વગેરે.
4. દ્રવ્યવાચક નામ
- દ્રવ્યનુ બનેલુ હોય
- માપ/જથ્થામાંં હોય
ઉદાહરણ :
- અનાજ – ઘઉં, ચોખા, મકાઇ
- પ્રવાહી- દૂધ, મધ, પારો
- ખનિજ- સોનુ, લોખંડ, પથ્થર
5. ભાવવાચક સંજ્ઞા
- ભાવને સમજી શકાય છે જે વસ્તુ ન હોય
ઉદાહરણ: દયા, પ્રેમ, ઉદારતા, કંજુસાઇ, શોખ, ઠપકો, શૈશવ, યુવાની, લેખન, વાંચન.
આ પણ વાંચો
મિત્રો, આપણે આ આર્ટિકલમાં નામ વિશે જરૂરી તમામ માહિતી મેળવી છે. નામ કે સંજ્ઞા ને વધુ સારી રીતે તૈયાર કરવા માટે વધુમાં વધુ ઉદાહરણની પ્રેક્ટિસ કરવી. જેથી પરીક્ષામાં ધાર્યુ પરિણામ મેળવી શકશો.