What is Sardar Patel Good Governance CM Fellowship Program in Gujarat

You are currently viewing What is Sardar Patel Good Governance CM Fellowship Program in Gujarat
Sardar Patel Good Governance CM Fellowship Program
  • Post author:
  • Post category:Blog
  • Post comments:0 Comments
  • Post last modified:October 31, 2024

Sardar Patel Good Governance CM Fellowship Program વિશે હાલમાં જાહેરાત આપવામાં આવેલ છે. આ પ્રોગ્રામ સંબંધિત માહિતીથી આપ વાંચકો પરિચિત ન હોય તો આ લેખના માધ્યમથી આપને આ ફેલોશિપ પ્રોગ્રામ શું હોય છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવેલ છે.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now
અરજી કરવાની શરૂઆત 18 નવેમ્બર, 2024
અંતિમ તારીખ17 ડિસેમ્બર, 2024
ઓનલાઇન અરજી કરવાની લિંકspipa.gujarat.gov.in

આ પ્રોગ્રામ વિશે વિગતવાર માહિતી મેળવતા પહેલા ફેલોશિપ પ્રોગ્રામ (Fellowship Program) એટલે શું તે વિશે જાણવુ પણ જરૂરી બની જાય છે. ફેલોશિપ પ્રોગ્રામ એટલે વિવિધ વિષયો અંતર્ગત સંશોધન હેતુ નાંણાકીય સહાય આપવામાં આવે છે. જેથી વિદ્યાર્થીઓ તેઓના ક્ષેત્રોમાં સંસોધન કરી શકે.

Sardar Patel Good Governance CM Fellowship Program | સરદાર પટેલ મુખ્યમંત્રી ફેલોશિપ પ્રોગ્રામ

ગુજરાત સરકારમાં નીતિ-નિર્માણ અને સેવાઓની યોગ્ય વિતરણની પ્રોસેસમાં નવા અને અસરકારક અભિગમો દાખલ થાય અને ગુજરાત રાજ્યના ગુડ ગવર્નન્સને આગળ વધારી શકાય તેમજ સરકારના વિવિધ વિભાગોમાં નવીનતા, કાર્યક્ષમતા અને શ્રેષ્ઠતાની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવેલ છે.

આ પ્રોગામની શરૂઆત વર્ષ-2023 થી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા શરૂઆત કરવામાં આવેલ છે.

Sardar Patel Good Governance CM Fellowship Program : Project

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપમાં નવીન વિચારો અને આગવા કૌશલ્યથી પ્રોજેક્ટમાં યોગદાન આપશે.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ : ઉમેદવારોની પસંદગી

  • 60% કે તેથી વધુ પરિણામ સાથે સ્નાતક થયેલા, 35 વર્ષથી ઓછી વયના તેમજ ઓછામાં ઓછો તેમના ક્ષેત્રમાં 3 વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારોએ આ પ્રોગ્રામમાં અરજી કરવાની રહેશે.
  • પ્રિમીયર રાષ્ટ્રીય સંસ્થાઓમાંથી સ્નાતકોને પ્રાધાન્ય આપવામાં આવશે.
  • ઉમેદવારોની પસંદગી આઇઆઇએમ-અમદાવાદના નિષ્ણાંતની બનેલી સિલેક્શન કમિટી દ્વારા કરવામાં આવે છે.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ : માપદંડો

  • શૈક્ષણિક લાયકાત અને કાર્ય અનુભવ (40% ગુણભાર)
  • વ્યક્તિગત નિવેદન (20%)
  • IIM દ્વારા મુલ્યાકંન અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ (40%)

નિષ્ણાંતો દ્વારા કેસ બાય કેસની પસંદગી કરવામાં આવે છે. અને એક વર્ષ માટે ફેલોની રિઝર્વ યાદી પણ તૈયાર કરવામાં આવે છે.

મુખ્યમંત્રી ફેલોશિપ માટેની અરજી ફી

  • અરજી કરવા માટેની ફી: 500 રૂ.

મુખ્યમંત્રી ફેલોશિપ નો સમયગાળો

સીએમ ફેલોશિપમાં નિયુક્તિ પામેલ ઉમેદવારોનો સમયગાળો 1 વર્ષ સુધીનો હોય છે. જે એક સમયે એક વર્ષ સુધી લંબાવી શકાય છે. બીજા વર્ષે ચાલુ રાખવા માટે સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત પ્રદર્શન સુચકાંકોના આધારે સંતોષકારક વાર્ષિક પ્રદર્શનની સમીક્ષાને આધારે રહેશે.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ : તાલીમ

ગુજરાત સરકાર અને આઇઆઇએમ-અમદાવાદ દ્વારા તાલીમ આપવામાં આવે છે. જે ફરજિયાત બે અઠવાડિયા ની હાજરી સાથે પુરી કરવાની હોય છે. આ તાલીમ રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં આપવામાં આવતી હોય છે.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ : મુખ્ય વિશેષતાઓ

  • માસિક રૂ. 1 લાખનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે.
  • ફેલોશીપનો સમયગાળો 1 વર્ષનો હોય છે. જે એક વર્ષ સુધી મુલ્યાંકન અને પરસ્પર સહમતિથી એક વર્ષ લંબાવી શકાય છે.
  • ફેલોશીપની સફળ પુર્ણાહુતિ બાદ ગુજરાત સરકાર અને આઇઆઇએમ- અમદાવાદ દ્વારા સંયુક્ત પ્રમાણપત્ર આપવામાં આવે છે.
Sardar Patel Good Governance CM Fellowship Program
Sardar Patel Good Governance CM Fellowship Program

ફેલો દ્વારા હાથ ધરવામાં આવતાં વિવિધ વિષયો

ફેલોને સોપવામાં આવેલ કાર્ય ચોક્કસ વિષયોની આસપાસ હોય છે, જે નીચે મુજબના મુદ્દાઓને આવરી લે છે.

  • PM પોષણ (MDM) અને ICDS યોજનાઓના અમલીકરણમાં સુધારો.
  • વિકાસલક્ષી વિસ્તારો/બ્લોક પ્રોગ્રામ: બાળકોમાં બગાડ/સ્ટન્ટિંગ ઘટાડવું.
  • માધ્યમિક/ઉચ્ચતર માધ્યમિક સ્તરે વિજ્ઞાન અને ગણિતના પ્રવાહોમાં વિદ્યાર્થીઓની નોંધણીમાં વધારો.
  • માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓની કુલ નોંધણીમાં સુધારો કરવો.
  • PMJAY યોજના હેઠળ સરકારી હોસ્પિટલો/સુવિધાઓના વાર્ષિક આવકના હિસ્સામાં સુધારો કરવો.
  • જાહેર કાર્યક્રમો માટે સરકારમાં લાઇટહાઉસ ટેક્નોલોજી અપનાવવા માટેની વ્યૂહરચના વિકસાવવી.
  • મ્યુનિસિપલ વેસ્ટનું રિસાયક્લિંગ – પ્રવાહી અને ઘન કચરો.
  • રાજ્યમાં કુદરતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહરચના તૈયાર કરવી.
  • સંપૂર્ણ સિંચાઈ ક્ષમતા હાંસલ કરવી અને નર્મદા જળ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ.
  • પ્રવાસન પ્રમોશન: હેરિટેજ, વાઇલ્ડલાઇફ, બીચ, કોન્ફરન્સ, રમતગમત, શહેર, સરહદ, ધાર્મિક, સર્કિટ, વગેરે.
  • પ્રદૂષણ નિયંત્રણ: ઔદ્યોગિક અને શહેરી – ઉપરોક્ત વિષયોમાં સમસ્યાઓનું નિરાકરણ.
  • પોલિસી ઇન્ટેલિજન્સ યુનિટ ફ્રેમવર્ક.
  • ગુડ ગવર્નન્સ પ્રેક્ટિસ તરીકે તાલીમ અને ક્ષમતા નિર્માણની સ્થાપના.
  • ગ્રામીણ કચરાનું રિસાયક્લિંગ – પ્રવાહી અને ઘન કચરો.
  • ડિસ્કોમનું ટેકનિકલ અને નાણાકીય કાર્ય.
  • Viksit Gujarat@2047 વિવિધ સૂચકાંકોનું લક્ષ્ય અને પ્રદર્શન.
  • ગુજરાત અને અન્ય રાજ્યો વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનો અભ્યાસ.
  • MBKVY – મુખ્ય મંત્રી ભવિષ્યલક્ષી કૌશલ્યા વિકાસ યોજના.
  • વિકાસશીલ કાસ્ટ કલ્યાણ વિભાગ (વિદેશ અભ્યાસ લોન યોજના) દ્વારા ઓફર કરાયેલ આંતરરાષ્ટ્રીય અભ્યાસ માટે શિષ્યવૃત્તિ કાર્યક્રમ.
  • વૃદ્ધો અને વિકલાંગો માટે નાણાકીય સહાય યોજના.
  • આદિવાસી વિસ્તારોમાં આર્થિક અને સામાજિક વિકાસ માટે ટકાઉ આજીવિકા.

ફેલો માટે ભવિષ્યમાં કારકિર્દીની તકો

  • ગુજરત સરકાર સાથે કામ કરવાની તક અને અનુભવ મળે છે.
  • મેનેજમેંટ, કોમ્પ્યુનિકેશન, સમસ્યાઓનું નિરાકરણ કરવા માટેની કોઠાસુઝમાં કુશળતામાં વધારો થાય છે.
  • વિવિધ શૈક્ષણિક અને કારકિર્દીની સંભાવનાઓ ખોલે છે.
  • પબ્લિક સર્વિસ, જાહેર નીતિ-નિર્માણ અને સામાજિક ક્ષેત્રે વિવિધ તકો ઉપલબ્ધ થાય છે.

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

મિત્રો, આપણે Sardar Patel Good Governance CM Fellowship Program ની જરૂરી માહિતી મેળવી લીધી છે. આશા રાખુ છુ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અને પ્રોગ્રામ વિશે આપને કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ માટે કેટલા ફેલો પસંદ કરવામાં આવે છે ?

20

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ માટે મહીને કેટલું સ્ટાઇપંડ આપવામાં આવે છે ?

1 લાખ રૂપિયા આપવામાં આવે છે.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ ની અવધિ કેટલી હોય છે ?

1 વર્ષની અવધિ હોય છે, જે એક સમયે એક વર્ષ સુધી લંબાવી શકાય છે.

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપને કોના દ્વારા તાલીમ આપવામાં આવે છે ?

આઇઆઇએમ-અમદાવાદ

સરદાર પટેલ ગુડ ગવર્નન્સ સીએમ ફેલોશીપ ને કેટલા સમય સુધીની તાલીમ આપવામાં આવે છે ?

2 અઠવાડિયાની ફરજિયાત તાલીમ આપવામાં આવે છે.

Leave a Reply