ગુજરાતી વ્યાકરણમાં સર્વનામ (sarvanam in gujarati ) ના પ્રશ્ન સ્પર્ધાત્મક પરીક્ષામાંં પુછવામાં આવતા હોય છે. સર્વનામના મુળ નિયમો યાદ રાખી લીધા તો ગુજરાતી વ્યાકરણમાં સર્વનામના માર્ક્સ ક્યારેય જશે નહિ. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ, ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ હોય કે અન્ય કોઇ પણ ભરતી બોર્ડ હોય ગુજરાતી વ્યાકરણમાં સર્વનામ જરૂર પુછે છે. જેથી સર્વનામની તૈયારી ખુબજ જરૂરી છે.
Read Also
સર્વનામ એટલે શું ? (Sarvanam in Gujarati)
- સર્વનામ: – નામને બદલે વપરાય તે સર્વનામ કહેવાય છે.
- સર્વનામથી વાક્ય ટૂંકુ બને છે. તેમજ એકથી વધારે વખત નામનો ઉપયોગ કરવાની જરૂર પડતી નથી.
અશોક જાય છે. (સર્વનામની સાથે નામ ન આવે)
તે જાય છે. (અહીં તે અશોકના બદલે વપરાયેલ છે.)
1. પુરુષવાચક સર્વનામ
પુરુષવાચક જેવા કે, પહેલા પુરુષ, બીજા પુરુષ અને ત્રીજા પુરુષ માટે વપરાતા સર્વનામો છે.
[હું, તુ, તે , અમે, તમે, તેઓ. ]
- તેઓ રમે છે.
- હુ વાંંચુ છું.
2. દર્શક સર્વનામ
દુરની કે નજીકની વસ્તુ દર્શાવે
[આ, તે, પેલુ.]
- જુઓ પેલો દોડી રહ્યો છે.
3. સાપેક્ષ સર્વનામ
એક પદને બીજાની અપેક્ષા હોય છે.
[જેવુ-તેવુ, જે-તે, જેને-તેને]
- જેવું વાવો તેવું લણો.

4. પ્રશ્નવાચક સર્વનામ
સર્વનામ પ્રશ્ન પૂછવા માટે વપરાય.
[કોણ, કયો, શું.]
- કોણ આવ્યુ છે ?
- પેલુ શુ પડ્યું છે ?
5. અનિશ્ચિત સર્વનામ
કશુ નક્કી ન હોય.
[કોઇ, કાંઇક, કંઇક, દરેક, પ્રત્યય, કેટલાક]
- કોઇ આવી રહ્યુ છે.
- પાણીમાં કંઇક પડ્યું છે.
Read Also
6. સ્વવાચક સર્વનામ
પોતાની જાતને બતાવવા માટે વપરાતા સર્વનામ
[પોતે, ખુદ, જાતે]
ઉદાહરણ:
- મે પોતે આ ચિત્ર દોર્યુ
- તમે ખુદ ત્યાં હાજર હતાં.

મિત્રો, આપણે સર્વનામ વિશે વિગતવાર માહીતી મેળવી છે. ગુજરાતી વ્યાકરણ પ્રેક્ટિસનો વિષય છે. આપ રોજ ઉદાહરણોની પ્રેક્ટિસ કરશો જેથી પરીક્ષાના સમય સુધી વ્યાકરણ મજબૂત થઈ જશે. વધુ પ્રેક્ટિસ માટે આપ ExamConnect ના મોકટેસ્ટમાં જોડાય શકો છો. આશા રાખુ છુ આપને માટે આ આર્ટિકલ ઉપયોગી થયો હશે. સાથે અન્ય મિત્રો સુધી પણ પહોંચાડશો. ધન્યવાદ.