SEB TET-1 Syllabus

SEB TET-1 Syllabus and Exam Pattern | ટેટ-1 પરીક્ષાનો અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિ

Facebook
Twitter
WhatsApp
Telegram
Threads

ટેટ-1 પરીક્ષાનો અભ્યાસક્રમ (SEB TET-1 Syllabus) વિશે ઘણા ઉમેદવારોને મુંઝવણ હશે. ઘણા મિત્રો આ વિશે ઓનલાઇન વેબસાઇટ પર સર્ચ પણ કરતાં હશે. આ લેખના માધ્યમથી

ટેટ-1 પરીક્ષાનો અભ્યાસક્રમ (SEB TET-1 Syllabus) વિશે ઘણા ઉમેદવારોને મુંઝવણ હશે. ઘણા મિત્રો આ વિશે ઓનલાઇન વેબસાઇટ પર સર્ચ પણ કરતાં હશે. આ લેખના માધ્યમથી આપણે આ પરીક્ષાના નવા અભ્યાસક્રમ અને પરીક્ષા પધ્ધતિ વિશે વિગતવાર માહિતી મેળવીશું.

જો આપે શિક્ષક બનવા માટેનો અભ્યાસક્રમ પુર્ણ કર્યો હોય તો આ પરીક્ષા વિશે આપને બેસિક માહિતી ખબરજ હશે. પરંતુ જેઓ આ પરીક્ષા અંગે અજાણ છે તેઓને જણાવવાનું કે આ પરીક્ષા ધોરણ 1 થી 5 (પ્રાથમિક શાળા) માં શિક્ષક બનવા માગે છે તેઓએ યોગ્ય શૈક્ષણિક લાયકાત તથા ટેટ-1 ની પરીક્ષા પાસ કરવાની હોય છે. ત્યાર બાદ આ પરીક્ષાના આધારે બનેલ મેરિટના આધારે આપની પસંદગી થાય છે.

SEB TET-1 Syllabus and Exam Pattern | ટેટ-1 પરીક્ષા નો અભ્યાસક્રમ

TET-1 Full FormTeacher Eligibility Test-1 (શિક્ષક અભિયોગ્યતા કસોટી-1)
પરીક્ષા લેનાર સંસ્થારાજ્ય પરીક્ષા બોર્ડ
વિભાગ-1 બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો30 ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી30 ગુણ
વિભાગ-2 ભાષા- ગુજરાતી30 ગુણ
વિભાગ-3 ભાષા- અંગ્રેજી30 ગુણ
વિભાગ-4 ગણિત30 ગુણ
વિભાગ-5 પર્યાવરણ30 ગુણ
કુલ ગુણ150 ગુણ
  • કુલ – 150 પ્રશ્ન વિવિધ હેતુલક્ષી પ્રકારના રહેશે. જેનો સમય 90 મિનિટનો રહેશે.
  • તમામ વિભાગોના પ્રશ્ન ફરજિયાત રહેશે. દરેક પ્રશ્નનો એક ગુણ રહેશે. દરેક પ્રશ્નના ઉત્તરમાં ચાર વિકલ્પ રહેશે જેમાંથી વિકલ્પ પસંદ કરવાનો રહેશે.
  • તમામ વિભાગોનું એકજ પ્રશ્નપત્ર રહેશે.
  • આ પરીક્ષામાં નકારાત્મક મુલ્યાકંન રહેશે નહી.

હવે આપણે ઉપરોક્ત વિભાગ મુજબની માહિતી મેળવીશુ.

SEB TET-1 Syllabus
SEB TET-1 Syllabus

વિભાગ – 1 : બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતો (Child Development & Pedagogy :

  • બાળવિકાસ અને શિક્ષણના સિધ્ધાંતોનો વિભાગ 6 થી 11 વયજૂથનાં બાળકો માટેના અધ્યયન-અધ્યાપનના શૈક્ષણિક મનોવિજ્ઞાન આધારિત રહેશે.
  • ઉમેદવારની વૈચારિક દોહન પ્રક્રિયાનું મૂલ્યાંકન થાય, વિદ્યાર્થી સાથેની સબળ આંતરક્રિયા અંગેની તેની સંકલ્પનાઓ જાણી શકાય, બાળકેન્દ્રી અધ્યાપન માટેની વિષયસજજતા કેવી છે તેનું સુચારૂ મૂલ્યાંકન થાય તેવા વ્યવહારૂ પ્રશ્નો (Applied Questions) અંગેની વિચારપ્રેરક વિષયસામગ્રી કસોટીમાં પૂછવામાં આવશે.

વિભાગ 3 અને 3 : ભાષા 1 અને 2 ( ગુજરાતી અને અંગ્રેજી) :

  • ભાષાકીય સજજતા અને વિદ્યાર્થીઓ સાથેના વર્ગવ્યવહાર અને આંતરક્રિયાને લગતી સજજતાનું મૂલ્યાંકન – ભાષા-1 (ગુજરાતી) માં થશે.
  • જયારે ભાષા – 2 (અંગ્રેજી) માં ભાષાનાં મૂળભૂત તત્વો, પ્રત્યાયન અને સારઅર્થગ્રહણની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે.

વિભાગ 4 : ગણિત

  • વિષયની સંકલ્પના સ્પષ્ટીકરણ અંગેની બાબતો અને Problem Solving Abilities (સમસ્યાઉકેલ સંબંધી ક્ષમતા) તથા વિષયના પધ્ધતિશાસ્ત્ર અને વિષયવસ્તુનું વ્યવહારિક પ્રશ્નો દ્વારા મૂલ્યાંકન થશે.

વિભાગ – 5 : પર્યાવરણ, સામાજિક વિજ્ઞાન, સામાન્ય જ્ઞાન, વર્તમાન પ્રવાહોની જાણકારી

  • આ કસોટી માટે ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ ધ્યાને લેવો, પરંતુ તેનું કઠિનતામૂલ્ય અને સંબંધ માધ્યમિક શિક્ષણ ( ધોરણ 6 થી 8) સાથેનું હોય તે જરૂરી છે.

શૈક્ષણિક લાયકાત (Educational Qualification)

  • શૈક્ષણિક લાયકાત : એચ.એસ.સી. પાસ અને
  • તાલીમી લાયકાત (ક) બે વર્ષ પી.ટી.સી./D.EL.Ed
  • અથવા (ખ) ચાર વર્ષની એલીમેન્ટરી એજ્યુકેશનની ડીગ્રી અથવા (ગ) બે વર્ષનો ડિપ્લોમાં ઈન એજ્યુકેશન (સ્પેશીયલ એજ્યુકેશન)

મિત્રો કોઇ પણ પરીક્ષાને પાસ કરવા માટે સૌપ્રથમ તે પરીક્ષાનો અભ્યાસક્રમ સમજવો પડે છે. ત્યારબાદ તે અનુરૂપ પુસ્તકો વસાવવા પડે છે. ત્યાર બાદ આપ તે પરીક્ષાના જુના પ્રશ્નપત્રોનો અભ્યાસ કરીને આપની આગવી રણનીતી બનાવીને પરીક્ષાની તૈયારી કરી શકો છે. અંતમાં સંતોષકારક તૈયારી કર્યા બાદ મોકટેસ્ટ આપવાના હોય છે. મોકટેસ્ટ (Mocktest) આપ્યા બાદ સ્વમુલ્યાંકન પણ એટલુ જ જરૂરી છે. આમ આપ ટેટની પરીક્ષાની તૈયારી કરશો તો પરીક્ષામાં સારા માર્ક્સ સાથે પાસ થશો.

TET-1 ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે ?

હા, ટેટ-1 ની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

TET-1 પાસ કર્યા બાદ કયા ધોરણમાં શિક્ષક બની શકાય છે ?

ટેટ-1 ની પરીક્ષા પાસ કર્યા બાદ ધોરણ 1 થી 5 માં શિક્ષક બની શકાય છે.

TET-1 ની પરીક્ષા ક્યારે લેવામાં આવે છે ?

ટેટ-1 ની પરીક્ષા દર વર્ષે લેવાનો ઠરાવ કરવામાં આવેલ છે.