Sindhu Khin Ni Sanskruti દુનિયાની પ્રાચીનતમ સંસ્કૃતિમાંની એક છે. સિંધુ નદીને કિનારે વસેલી આ સંસ્કૃતિ દુનિયાની પ્રાચીનતમ સંસ્કૃતિમાની એક છે. આ સંસ્કૃતિ હડપ્પાના નામથી પણ ઓળખાય છે. આ લેખમાં આપણે સિંધુખીણની સભ્યતા વિશે ખુબજ વિગતવાર માહિતી મેળવીશુ.
Table of Contents
સિંધુખીણની સંસ્કૃતિનું નામકરણ
- હડપ્પા: ઉત્ખનન દરમિયાન પ્રથમ અવશેષ હડપ્પા નામનાં સ્થળેથી મળેલ હોય હડપ્પા સંસ્કૃતિના નામથી ઓળખાય છે.
- સિંધુ સભ્યાતા: સિંધુ નદીના કિનારે વસેલી આ સંસ્કૃતિ સિંધુ સભ્યતાના નામથી ઓળખાય છે.
- સિંધુ સરસ્વતી: સિંંધુ અને તેની સહાયક નકી જેલમ, ચિનાબ, રાવિ, બિયાસ, સતલુજ અને પ્રવર નદી.
- કાંસ્યયુગીન સભ્યતા: આ સંસ્કૃતિના લોકો તાંબુ, ટીન અને કાંસા ના જાણકાર હતા.
સિંધુખીણની સભ્યતા
- ઇ.સ. 3500
- 3500-200
- શરૂઆત થઈ
- ઇ.સ. 1700
- 2500- 1750
- પરિપક્વ
- 1750 – 1500
- પતન

સિંધુખીણની સભ્યતાની શોધ
સિંધુખીણની સભ્યતાની શોધ તબક્કાવાર થઈ છે. આ સંસ્કૃતિની શોધ કરવામાં વર્ષોનો સમયગાળો થયો છે. નીચેના કોષ્ટકમાં આ સંસ્કૃતિનુ ઉત્ખનન કરનાર વ્યક્તિ અને તેનું કાર્ય આપવામાં આવેલ છે.
વર્ષ | વ્યક્તિ | કાર્ય |
1826 | ચાર્લ્સ મેનન | હડપ્પા નગરની શોધ |
1908 | એલેક્ઝાન્ડર કનિંગહામ, વાઇસરોય-કર્ઝન | પુરાતત્વ વિભાગની શોધ |
1921 | જોન વાર્સલ અને રાયબહાદુર દયારામ સહાની | હડપ્પા અને મોહેંજો દડોની શોધ |
આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇંડિયા
- (ASI) આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇંડિયા સ્થાપના 15 જાન્યુઆરી 1789 માં વિલિયમ જોન્સ દ્વારા કરવામાં આવી હતી.
- 1788 માં ધ એસિયાટિક રિસર્ચ પેપર ની શરૂઆત કરવામાંં આવી. આ મેગેઝિનમાં ઉત્ખન્ન દરમિયાન નવી વસ્તુ મળે તો તેનો અભ્યાસ કરવામાં આવતો હતો.
- 1814 માં બેંગાલ મ્યુઝિયમ ની શરૂઆત થઈ. આ ભારતનું પ્રથમ મ્યુઝિયમ હતું.
- 1905-1908 આ સમયગાળા દરમિયાન વાઇસરોય લોર્ડ કર્ઝન હતા. હેડ ક્વાટર સિમલા ખસેડવામાં આવ્યુ. તથા પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી.
- 1921 માં સર જ્હોન માર્સલ મહાનિર્દેશક બને છે. તેમના સમયગાળા માં દયારામ સહાની અને રખાલદાસ બેનર્જી પણ કામ કરે છે. આ સમય ગાળામાં મહાન નગર હડપ્પા અને મોહેંદ્જો દડોની શોધ થાય છે.
Sindhu Khin Ni Sanskruti | sindhu khin ni sabhyata નો વિસ્તાર
સિંધુખીણની સભ્યતા વિશે પરીક્ષામાં પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. ઉત્તર થી દક્ષિણ અને પુર્વથી પશ્ચિમ સુધી કેટલા વિસ્તારમાં આ સંસ્કૃતિ ફેલાયેલી છે. જે આપણે નીચે મુજ્બના ચાર્ટથી સમજીએ.

- સિંધુખીણ સભ્યતાનો કુલ વિસ્તાર 129960 કીમી
- ઉત્તરમાં માંડા (જમ્મુ કશ્મીમીર) થી દક્ષિણમાં દાયમાબાદ (મધ્યપ્રદેશ) સુધી કુલ 1400 કિમી.
- પૂર્વમાં આલમગીરપુર (ઉત્તરપ્રદેશ) થી પશ્ચિમમાં સુત્કાગેંન્ડોર(બલુચિસ્તાન) સુધી 1600 કિમી.
સમકાલીન સભ્યતાઓ
સિંધુખીણની સભ્યતા નીચે મુજની અન્ય સભ્યતાની સમકાલીન હતી.
- ઇજિપ્ત (નાઇલવેલી)
- મેસોપોટેમિયાની સંસ્કૃતિ
- ચીની સભ્યતા

- આપણે મેસોપોટેમિયાની લીપીને ઓળખી શક્યા છીએ.
- મેસોપોટેમિયાને ઇરાકની સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. ભારતના સૌથી વધુ વેપારી સંબધો હતા. અહીં રાજા સારાગોન હતા. જેઓ ભારતને મેલુહા તરીકે ઓળખતા હતા.
- ચીની સંસ્કૃતિને પીળી સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે. રાજા હ્વાંગહો-યાંગેત્સેનું શાશન હતુ.
હડપ્પા સભ્યાતાની વિશેષતાઓ
નગર આયોજન :
સિંઘુખીણની નગર આયોજનની મુખ્ય વિશેષતા નીચે મુજબ છે.
- સર્વપ્રમુખ વિશેષતા – નગર આયોજના અને ગટર વ્યવસ્થા. અપવાદ – કાલીબંગન, લોથલ, સુરકોટડા, ચાન્હુદડો, ધોળાવીરા
- ઘરના દરવાજા તથા બારી મુખ્ય માર્ગ પર નહીં પરંતુ ગલીની અંદરની બાજુ પડતા હતા. અપવાદ – લોથલ
- ઘરની દીવાલની મજબૂતાઈ માટે પ્લાસ્ટર
- મકાનની ઇટ નું માપ 4:2:1
- ઘરની નાની ગટરથી મોટી ગટરને જોડતી મોરી ની વ્યવસ્થા
- મોરીમાંથી દુર્ગંધ ને અવગણવા ઢાંકણ ની વ્યવસ્થા
- ઈંટોને જોડવા માટે જીપ્સમ અને કોલસાનો ઉપયોગ
- પશ્ચિમ ભાગમાં મોટી ઇમારતો સ્નાનાગાર તથા સાર્વજનિક સ્થળ

અપવાદ:
દિશાની દ્રષ્ટિએ – પુર્વથી પશ્ચિમ
- કાલીબંગન
- લોથલ, સુરકોટડા- સમકક્ષ (ગુજરાત) તેમજ બંને જગ્યાએ દુર્ગ હતો.
- ચાન્હુદડો- પ્રજા હતી પરંતુ કિલ્લાનો અભાવ.
પશ્ચિમ થી પૂર્વ
- ધોળાવીરા- ત્રણ ભાગમાં વિભાજીત હતુ. જે ગુજરાતનું સૌથી મોટુ નગર છે.
જુની વસ્તુઓનું આયુષ્ય જાણવાની રીત
કાર્બન ડેટિંગ પધ્ધતિ:
- જુની વસ્તુઓનુ આયુષ્ય જાણવા આ પધ્ધતિનો ઉપયોગ થાય છે. વસ્તુમાં રહેલ કાર્બનની માત્રાથી તે કેટલા વર્ષ જુની છે તે જાણી તેનું આયુષ્ય નક્કી કરવામાં આવે છે.
- 6C12 : રેડિયો એક્ટિવ ગુણધર્મ ધરાવે છે.
- 6C14 : રેડિયો એક્ટિવ ગુણધર્મ ધરાવે છે. 50,000 વર્ષ હોય તો રેડિયોડેટિંગ થી શોધી શકાય છે.
- 6C13 : સજીવ માં આ કાર્બન હોય છે.
યુરેનિયમ ડેટિંગ પધ્ધતિ :
- 50000 થી વધુ જુની વસ્તુઓનું આયુષ્ય જાણવા આ પધ્ધતિનો ઉપયોગ થાય છે.
સિંંધુખીણની સંસ્કૃતિની દિવાલોમાં વપરાયેલી ઇંટો
- કાચી ઇંટો – રક્ષા દિવાલ, ચબુતરા, રસ્તામાં માટી પુરણ
- પાકી ઇંટો – રાજમહેલ, ભવન નિર્માણ
- ફન્નીદાર ઇંટો – જળના નિકાસની વ્યવસ્થા માટે, મોરી, કુવા-કૂઇ બનાવવા માટે
- અલંકૃત ઇંટો – એકમાત્ર નગર કાલીબંગા કે જ્યા મકાન બનાવવામા માટે ફર્સ પર આ ઇંટો વપરાયેલ છે.
- L આકારની ઇંટો – મકાનના સાંચામાં, મકાનના બહારના હિસ્સામાં અને મકાનના કિનારા પર આ ઇંટોનો ઉપયોગ થતો હતો.
વિશાળ સ્નાનાગાર : મોહેંજોદડો
- નિર્માણ: દુર્ગક્ષેત્ર
- ઉપયોગ- ધાર્મિક પ્રસંગે અનુષ્ટાન માટે
- વિશેષતા- પાણી પહોંચાડવા પુર્વ દિશામાં કુંડ
- જ્હોન માર્શલ-વિશ્વનું આશ્ચર્યજનક નિર્માણ કહ્યુ છે.
સિંધુખીણની સભ્યતાની સામાજિક સ્થિતિ
- સમાજમાં પરંપરાગત પરિવાર સાથે રહેવાની વ્યવસ્થા હતી.
- માતૃસત્તાક સમાજ હતો (માતૃદેવી ની મૂર્તિ હડપ્પામાંથી મળી આવેલ છે.)
- સામાજિક વર્ગ : પુરોહિત, વ્યપારી, અધિકારી, શિલ્પી, મોચી તથા શ્રમિક.
- પ્રભાવશાળી વર્ગ : વ્યપારી હતો.
- શોખ: વિવિધ વાનગી તથા રમતગમત અને મનોરંજનના સાધનો બનાવવાનો.
- શાકાહાર અને માંસાહારનું પ્રચલન
- હાથીદાંત અને શંખમાંથી બનાવેલ બંગડી અને વિવિધ આભુષણ
- આભુષણ: સોના, ચાંદી, છીપ અને માટીના હતા.
મોહેંજો દડો
- દાઢીવાળો સાધુ
- નર્તકી- કાંસાની
- કાસાનું બળદગાળુ
હડપ્પા
- ધોતી પહેરેલ સાધુ
- માતૃદેવીની મૂર્તિ
- કાંસાનુ દર્પણ
સિંધીખીણની સભ્યતાની આર્થિક સ્થિતિ
- મુખ્યત્વે આંતરિક અને બાહ્યવ્યપાર પર આધારિત વ્યવસ્થાઓ હતી
- બે ધાનની ખેતી, હળ દ્વારા ખેડેલ ખેતરના અવશેષ તથા પાકમાં વિવિધતા જોવા મળે છે.
- ચોખાના ઉત્પાદનથી પરિચિત હતા. જેના અવશેષો લોથલ અને રંગપુરથી મળે છે.
- શેરડી ઉત્પાદનમાં કોઇ અવશેષ મળેલ નથી.
- લોથલ તથા સૌરાષ્ટ્રમાં બાજરા અને રાજકોટની રોજડીઅમાં રાગીની ખેતીના અવશેષો.
- કાલીબંગા થી ખેડેલ ખેતરના અવશેષો.
- બનાવલી થી માટીના હળ
- વિશ્વમાં કપાસની ખેતી કરવાનો શ્રેય સિંધુખીણની સંસ્કૃતિને છે.
- હડપ્પા અને મોહેંજો દડોની જુડવા રાજધાની
- ઇતિહાસકારો સિંધુઅ સભ્યતાની ત્રીજી રાજધાની લોથલને કહે છે.
- ફળોની ખેતી: તરબૂચ, દાડમ, નારિયેળ અને લીંબુ.
પશુપાલન
- સિંધુવાસી હાથી અને ઘોડાથી પરિચિત હતા. પરંતુ આ પશુઓને પાલતુ બનવવા માટે અસફળ રહ્યા હતા.
- સુરકોટડા ઘોડાના અસ્થિ તથા રાણાઘુંડઈ(રાજસ્થાન) થી ઘોડાનું જડબુ મળેલ છે.
- લોથલ તથા રંગપુર- ઘોડાની મૂર્તિ મળેલ છે.
- આમરી – ગેંડાના અવશેષ
- ગાયનો ક્યારે પણ મુદ્રામાં ઉપયોગ કર્યો નથી. હિંસા/મુદ્રા વર્જ્ય, લેવડ દેવડ વર્જ્ય પવિત્ર માનતા હશે.
- સિંંહના સાક્ષ્ય નથી. વાઘની મુદ્રામાં સાક્ષ્ય મળ્યા છે.
વેપાર વાણિજ્ય
- મુખ્યત્વે સિક્કાનું પ્રચલન નહિવત.
- ક્રય-વિક્રય દ્વારા વસ્તુઓનું વિનિયમન
- વ્યપારિક વસ્તુઓ પર વ્યપારી દ્વારા વિવિધ વેપારીઓની મોહર લગાવવામાં આવતી હતી. જેના અવશેષ લોથલ થી મળેલ છે.
- વસ્તુઓને ગામડાથી શહેર સુધી પહોંચાડવા માટે ગાડાનો ઉપયોગ થતો હતો. જેના અવશેષો મોહેંજો દડોમાંથી બે પૈડાવાળુ ગાડું તથા ચાન્હુદડો માંંથી ચાર પૈડાવાળા ગાડાનું રમકડુ મળ્યુ છે.
- લોથલમાંંથી મળેલ વહાણ લંગારવાની ગોદી-સમુદ્ર વ્યપાર દર્શાવે છે.
- મોસેપોટેમિયા સાથે વેપાર જમીન તથા સમુદ્ર એમ બંને માર્ગે થતો હતો.
- રાજસ્થાનના જાંવરમાંથી ચાંદી મોસેપોટેમિયા અને અફઘાનિસ્તાન નિકાસ થતી હતી.
આયાત | સ્થળ |
સોનુંં | કોલાર(ભારત) અફઘાનિસ્તાન, ઇરાન |
તાંંબુ | બલુચિસ્તાન |
ટીન | અફઘાનિસ્તાન |
અકીક (શુધ્ધ પથ્થર) | બલુચિસ્તાન |
લાજવર્દમણી | બદક્ષા |
સીસું | રાજસ્થાન |
ગોમેદ | સૌરાષ્ટ્ર |
સેલખડી | ઇરાન, ગુજરાત |
શિલાજીત | હિમાલય |
ચાંદી | ઇરાન, મોસેપોટેમિયા, અફઘાનિસ્તાન |
સિંધુખીણની સભ્યતાની ધાર્મિક સ્થિતિ
- મંદિરનો અભાવ
- અનુમાન – નિરાકાર ઇશ્વરમાં શ્રધ્ધા
- મોહેંજોદડો – પદમાસનમાં બેઠેલ પુરુષ , પશુપતિ(મહાદેવ), શિવ નું મોહર
- સ્વસ્તિકની મોહર – મોહેંજોદડો
- માતૃદેવીની મૂર્તિ ટેરાકોડાની બનેલ છે જે હડપ્પામાંથી મળેલ છે.
- સંખાકાર પાષાણ
- લિંગ અને યોનીની પૂજા
- લોથલમાંથી અગ્નિની વેદી અને વિશાળ સ્નાનાગાર
પ્રતિક અને તેનું મહત્વ
- સ્વસ્તિક – સૂર્ય ઉપાસના
- શિવ – યોગીશ્વર
- તાવીજ – પ્રજનન શક્તિ નું પ્રતીક
- બળદ – શિવનું વાહન
- બકરી – બલિ માટે ઉપયોગ
- નાગ – પૂજા
- ભેંસ – દેવતાઓની શત્રુ પર વિજય
- કાંસાની નર્તકી – મનોરંજન
- યુગલ કબર – સતી થવા પરિકલ્પના
ત્રણ સંસ્કાર
- અગિનદાહ – હિંદુ
- પૂર્ણ સમાધિ – મુસલમાન, ખ્રિસ્તી
- આંશિક સમાધિ – પારસી
- હડપ્પા – માણસને તાબુત સાથે દફનાવવાના અવશેષ
- મૃતકોને મુખ્યત્વે ઉત્તર-દક્ષિણ દફનાવવામાં આવતા હતા. અપવાદ- લોથલ અને રોપડમાં પુર્વ-પશ્ચિમ
- કાલીબંગન તથા લોથલમાંથી જોડિયા કબરનાં અવશેષ સાથે માટીના મૃતભાંડ
- અત્યેષ્ટિ સામગ્રી દાટવાનું મહત્વ
- રોપડ- માનવ સાથેનું કુતરાનું હાડપિંજર.
લીપી
- સિંધુ લીપી પર સૌપ્રથમ વિચાર કરનાર એલેકઝાંડર કનિંગહામ હતા. તેમણે ઇ.સ. 1873 માં આ લીપીનો બ્રાહ્મી લીપી સાથે સંબંધ છે તેમ નોંધ્યુ હતુ.
- વિશેષતા – ચિત્રાત્મક
- ચિહ્ન – માછલી, ગોળ, ચોકડી, પક્ષીના આકાર વગેરે
- ડાબેથી જમણે અને જમણેથી ડાબે લેખન છે.
- મૂળ ચિહ્ન – 64 અક્ષર
- લિપિ – બેસ્ટ્રોફેદન
- સૌથી વધુ ચિહ્ન – U અને માછલી
સિંધુખીણની સભ્યતાના મુખ્ય સ્થળો:
ક્રમ | સ્થળ | ભૌગોલિક સ્થળ | ઉત્ખનન કર્તા | અવશેષ |
1 | હડપ્પા (શિવનું ભોજન | રાવી નદી, મોન્ટેગોમરી, પાકિસ્તાન | દયારામ સહાની | કબ્રસ્તાન, ધોતી પહેરેલ સાધુ, માછીમારનું ચિત્ર, કાંસાની એકાગાડી, માતૃદેવીની મુર્તિ. |
2 | મોહેંજોદડો | સિંધુનદી | રખાલદાસ બેનર્જી | સ્નાનાગાર, દાઢિવાળા સાધુની મૂર્તિ,પશુપતિનાથની મોહર, કાંસાની મુર્તિ |
3 | સુત્કાગેંડોર | દાસ્ક નદી, બલુચિસ્તાન | ઓરલ સ્ટાઇન | રાખથી ભરેલ વાસણ, માટીની બંગડી |
4 | ચાન્હુદડો | સિંધુ નદી | ગોપાલ જી. મજમુદાર | લીપસ્ટિક, દૂર્ગનો અભાવ, મણકાનાં કારખાના. |
5 | કાલીબંગા | ઘગ્ધર નદી, રાજસ્થાન | અમલાનંદ ઘોષ | માટીની બળદગાડી, અગ્નિકુંડ, ઊંટના હાડકા, કાળા રંગની બંગળી |
6 | કોટદીજી | સિંધુ નદી, પાકિસ્તાન | ફજલ અહમદ | મૃતભાંડ, પથ્થરનાં પાયાના મકાન |
7 | રોપડ | સતલજ, પંજાબ | યજ્ઞદત્ત શર્મા | કુતરા સાથે દફન, હાડપિંજર |
8 | આલમગીરપુર | હિંડનનદી, ઉ.પ્ર | યજ્ઞદત્ત શર્મા | રોટલી બનાવવાનો ચૂલો |
9 | રાખીગઢી | ઘગ્ઘર નદી, હરિયાણા | સુરજભાન | ભારતની સૌથી મોટી સાઇટ |
10 | બનાવલી | સરસ્વતી નદી, હરિયાણા | રવિંદ્રનાથ વિસ્ટ |

ગુજરાતમાં સિંધુખીણની સંસ્કૃતિના મુખ્ય સ્થળો
ક્રમ | સ્થળ | ભૌગોલિક સ્થળ | ઉત્ખનન કર્તા | અવશેષ |
1 | રંગપૂર (સુરેંદ્રનગર, અમદાવાદ) | ભાદર નદી | માઘોસ્વરૂપ વત્સ (વર્ષ-1931) | તાંબાની બગડી, વીંટી, મણકા, ઘન આકારના તોલા, ઇંટોનો ફર્સવાળો સ્નાનાગાર, કાંચી માટીના મકાન, નળિયા |
2 | લોથલ (સરગવાલાગામ, ધોળકા તાલુકો,અમદાવાદ) મીની મોહેંન્જોદડો કહેવાય છે. | (ભોગાવો નદી અને સાબરમતી નદીનું મેદાન) | સ્વામી રંગનાથન (1954) | કૃત્રિમ ડોક્યાર્ડ, સ્નાનાગાર, મોરીની વ્યવસ્થા, મોહેન્જોદડો જેવી નગર વ્યવસ્થા, હોકાયંત્ર, માપપટ્ટી, કબ્રસ્તાન, જોડિયા કબર, શલ્યક્રિયાના નમુના, વેપારી બંદર, મૃતપત્રો પર લખાણ, બતક આકારનું રમકડુ, મણકા બનાવવાની ફેકટરી. |
3 | ઘોળાવીરા (ખદીર બેટ, ભચાઉ તાલૂકો) | લૂણી નદી (સરસ્વતી નદી) | રવીંદ્રનાથ વીસ્ટ અને જગતપતિ જોશી (1991 ) | પાણી સંગ્રહ સ્થાન, ત્રણ ભાગમાં વિભાજીત એકમાત્ર નગર, તાંબુ ગાડવાની ભઠ્ઠી, લાખ અને ઘાતુની બંગળી, બેસ્ટ્રોફેડોન પધ્ધતિમાં લખાયેલ તકતી જેની લિપી સિંધુ છે. સૌથી જુનુ સાઇનબોર્ડ, રમતગમતનું મેદાન. |
Read Also:
મિત્રો, આપણે આ લેખના માધ્યમથી સિંંધુખીણની સભ્યાતા વિશે તમામ માહિતી મેળવવાનો પ્રયત્ન કરેલ છે. આ તમામ મુદ્દાઓ પરીક્ષામાં ખુબજ ઉપયોગી છે. જેથી આ મુદાઓનું વારંવાર પુનરાવર્તન કરશો અને યાદ રાખી લેશો. આ સિવાય જો આપ આ મુદ્દાઓનું મુલ્યાકંન કરવા ઇચ્છો છો તો અમારી ટેસ્ટ સિરિઝનો પણ ઉપયોગ કરીને આપની તૈયારી વધારે મજબુત બનાવી શકશો. ધન્યવાદ.
Excellent all over cover