SSC Exam Calendar 2025 : સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) એ વર્ષ 2025-26 માટે તેનું નવું પરીક્ષા કેલેન્ડર જાહેર કર્યું છે. આ કેલેન્ડરમાં SSC CGL, CHSL, MTS, GD કોન્સ્ટેબલ, દિલ્હી પોલીસ અને અન્ય મહત્વની પરીક્ષાઓની નોટિફિકેશન તારીખો, અરજીની છેલ્લી તારીખો અને પરીક્ષાના સમયગાળાની માહિતી સામેલ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ અને સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો માટે આ એક મહત્વપૂર્ણ સમાચાર છે. ચાલો, આ કેલેન્ડરની વિગતોને જાણીએ.
SSC Exam Calendar 2025
SSCએ આ કેલેન્ડરમાં 20થી વધુ પરીક્ષાઓનું શેડ્યૂલ જાહેર કર્યું છે, જે ફેબ્રુઆરી 2025થી જાન્યુઆરી 2026 સુધી યોજાશે. આમાં મુખ્ય ભરતી પરીક્ષાઓ જેવી કે SSC CGL, CHSL, MTS, GD કોન્સ્ટેબલ અને દિલ્હી પોલીસનો સમાવેશ થાય છે. દરેક પરીક્ષા માટે અલગ-અલગ પાત્રતા માપદંડો છે, અને અરજીઓ ઓનલાઈન ssc.gov.in પરથી ભરવાની રહેશે. આ કેલેન્ડર તમને તમારી તૈયારીને સમયસર આયોજન કરવામાં મદદ કરશે.
SSC Exam Calendar 2025-26: મુખ્ય પરીક્ષાઓ
નીચે SSC પરીક્ષા કેલેન્ડર 2025-26ની મુખ્ય પરીક્ષાઓની તારીખો આપવામાં આવી છે:
- SSC CGL 2025 (કમ્બાઈન્ડ ગ્રેજ્યુએટ લેવલ)
- નોટિફિકેશન તારીખ: 22 એપ્રિલ, 2025
- અરજીની છેલ્લી તારીખ: 21 મે, 2025
- પરીક્ષા તારીખ: ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 (સંભવિત)
- SSC CHSL 2025 (કમ્બાઈન્ડ હાયર સેકન્ડરી લેવલ)
- નોટિફિકેશન તારીખ: 27 મે, 2025
- અરજીની છેલ્લી તારીખ: 26 જૂન, 2025
- પરીક્ષા તારીખ: સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 (સંભવિત)
- SSC MTS 2025 (મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ)
- નોટિફિકેશન તારીખ: 26 જૂન, 2025
- અરજીની છેલ્લી તારીખ: 26 જુલાઈ, 2025
- પરીક્ષા તારીખ: ઓક્ટોબર-નવેમ્બર 2025 (સંભવિત)
- SSC GD કોન્સ્ટેબલ 2026
- નોટિફિકેશન તારીખ: 11 નવેમ્બર, 2025
- અરજીની છેલ્લી તારીખ: 10 ડિસેમ્બર, 2025
- પરીક્ષા તારીખ: જાન્યુઆરી-ફેબ્રુઆરી 2026 (સંભવિત)
- SSC CPO SI 2025 (સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઈઝેશન – સબ ઈન્સ્પેક્ટર)
- નોટિફિકેશન તારીખ: 16 મે, 2025
- અરજીની છેલ્લી તારીખ: 15 જૂન, 2025
- પરીક્ષા તારીખ: સપ્ટેમ્બર-ઓક્ટોબર 2025 (સંભવિત)
- SSC સ્ટેનોગ્રાફર 2025
- નોટિફિકેશન તારીખ: 29 જુલાઈ, 2025
- અરજીની છેલ્લી તારીખ: 28 ઓગસ્ટ, 2025
- પરીક્ષા તારીખ: નવેમ્બર-ડિસેમ્બર 2025 (સંભવિત)
નોંધ: આ તારીખો સંભવિત છે અને ફેરફારને આધીન છે. ચોક્કસ તારીખો માટે SSCની સત્તાવાર વેબસાઇટ ની મુલાકાત લેશો.
SSC પરીક્ષા કેલેન્ડર 2025-26 કેવી રીતે ડાઉનલોડ કરવું?
આ કેલેન્ડર SSCની અધિકૃત વેબસાઇટ ssc.gov.in પરથી PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરી શકાય છે. નીચેના સ્ટેપ્સ અનુસરો:
- SSCની ઓફિશિયલ વેબસાઇટ પર જાઓ.
- હોમપેજ પર “Examination Calendar” ટેબ શોધો.
- “SSC Exam Calendar 2025-26” લિંક પર ક્લિક કરો.
- PDF ફાઇલ ડાઉનલોડ કરો અને તેને સેવ કરો.
SSC પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
- ટાઇમ મેનેજમેંટ : કેલેન્ડરની તારીખોને ધ્યાનમાં રાખીને અભ્યાસનું ટાઈમટેબલ બનાવો.
- જુના પ્રશ્નપત્રો : SSCના જૂના પ્રશ્નપત્રોની પ્રેક્ટિસ કરો.
- મૉક ટેસ્ટ: ઓનલાઈન મૉક ટેસ્ટ આપીને તમારી તૈયારી ચકાસો.
- ગુજરાતી મટિરિલ્સ: ગુજરાતીમાં ઉપલબ્ધ પુસ્તકો અને ઓનલાઈન નોટ્સનો ઉપયોગ કરો.
SSC Exam Calendar 2025 : મહત્વની તારીખો.
SSC પરીક્ષા કેલેન્ડર 2025-26 |
પરીક્ષાનું નામ | નોટિફિકેશન તારીખ | અરજીની છેલ્લી તારીખ | પરીક્ષા કાલાવધિ |
JSA/LDC ગ્રેડ પરીક્ષા 2024 | 28-ફેબ્રુઆરી-2025 | 20-માર્ચ-2025 | એપ્રિલ-મે-2025 |
SSA/UDC ગ્રેડ પરીક્ષા 2024 | 06-માર્ચ-2025 | 26-માર્ચ-2025 | એપ્રિલ-મે-2025 |
ASO ગ્રેડ પરીક્ષા 2022-24 | 20-માર્ચ-2025 | 09-એપ્રિલ-2025 | એપ્રિલ-મે-2025 |
સિલેક્શન પોસ્ટ ફેઝ-XIII | 16-એપ્રિલ-2025 | 15-મે-2025 | જૂન-જુલાઈ-2025 |
SSC CGL 2025 | 22-એપ્રિલ-2025 | 21-મે-2025 | જૂન-જુલાઈ-2025 |
દિલ્હી પોલીસ SI/CAPF 2025 | 16-મે-2025 | 14-જૂન-2025 | જુલાઈ-ઓગસ્ટ-2025 |
SSC CHSL 2025 | 27-મે-2025 | 25-જૂન-2025 | જુલાઈ-ઓગસ્ટ-2025 |
SSC MTS અને હવાલદાર 2025 | 26-જૂન-2025 | 25-જુલાઈ-2025 | સપ્ટેમ્બર-ઓક્ટોબર-2025 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ C/D 2025 | 29-જુલાઈ-2025 | 21-ઓગસ્ટ-2025 | ઓક્ટોબર-નવેમ્બર-2025 |
SSC JE 2025 | 05-ઓગસ્ટ-2025 | 28-ઓગસ્ટ-2025 | ઓક્ટોબર-નવેમ્બર-2025 |
હિન્દી ટ્રાન્સલેટર્સ પરીક્ષા 2025 | 26-ઓગસ્ટ-2025 | 18-સપ્ટેમ્બર-2025 | ઓક્ટોબર-નવેમ્બર-2025 |
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ (એક્ઝેક્યુટિવ) 2025 | 02-સપ્ટેમ્બર-2025 | 01-ઓક્ટોબર-2025 | નવેમ્બર-ડિસેમ્બર-2025 |
દિલ્હી પોલીસ કોન્સ્ટેબલ (ડ્રાઈવર) 2025 | 19-સપ્ટેમ્બર-2025 | 12-ઓક્ટોબર-2025 | નવેમ્બર-ડિસેમ્બર-2025 |
દિલ્હી પોલીસ HC (મિનિસ્ટરીયલ) 2025 | 07-ઓક્ટોબર-2025 | 05-નવેમ્બર-2025 | ડિસેમ્બર-જાન્યુઆરી-2026 |
દિલ્હી પોલીસ HC (AWO/TPO) 2025 | 14-ઓક્ટોબર-2025 | 06-નવેમ્બર-2025 | ડિસેમ્બર-જાન્યુઆરી-2026 |
સ્ટેનોગ્રાફર ગ્રેડ C લિમિટેડ ડિપાર્ટમેન્ટ 2025 | 30-ઓક્ટોબર-2025 | 19-નવેમ્બર-2025 | જાન્યુઆરી-ફેબ્રુઆરી-2026 |
SSC GD કોન્સ્ટેબલ 2026 | 11-નવેમ્બર-2025 | 15-ડિસેમ્બર-2025 | માર્ચ-એપ્રિલ-2026 |
JSA/LDC ગ્રેડ પરીક્ષા 2025 | 16-ડિસેમ્બર-2025 | 05-જાન્યુઆરી-2026 | જાન્યુઆરી-ફેબ્રુઆરી-2026 |
SSA/UDC ગ્રેડ પરીક્ષા 2025 | 23-ડિસેમ્બર-2025 | 12-જાન્યુઆરી-2026 | જાન્યુઆરી-ફેબ્રુઆરી-2026 |
ASO ગ્રેડ પરીક્ષા 2025 | 15-જાન્યુઆરી-2026 | 04-ફેબ્રુઆરી-2026 | માર્ચ-એપ્રિલ-2026 |
વિગતવાર નોટિફિકેશન ડાઉનલોડ કરો.
SSC Exam Calendar 2025
SSC Exam Calendar 2025 : Qualification
SSC CGL (Combined Graduate Level)
- લાયકાત: કોઈપણ વિષયમાં સ્નાતક.
- પદો: Inspectors, Assistants, Auditors, Income Tax Officer વગેરે.
- ચરણો: Tier I, Tier II, Tier III (Descriptive), Tier IV (Skill Test/Document Verification).
SSC CHSL (Combined Higher Secondary Level)
- લાયકાત: 12 પાસ
- પદો: LDC (Lower Division Clerk), DEO (Data Entry Operator), Postal Assistant.
- ચરણો: Tier I (MCQ), Tier II (Descriptive), Tier III (Skill Test).
SSC MTS (Multi Tasking Staff)
- લાયકાત: 10 પાસ
- પદો: નોન-મિનિસ્ટિરિયલ અને નોન-ગેઝેટેડ.
- પરીક્ષા પ્રક્રિયા: CBT Paper I અને PET/PST (CBIC Havaldar માટે).
SSC GD Constable
- લાયકાત: 10 પાસ
- વિભાગો: BSF, CRPF, CISF, ITBP, Assam Rifles, SSF, NIA.
- પરીક્ષા: CBT, Physical Test, Medical Test.
SSC JE (Junior Engineer)
- લાયકાત: ડિપ્લોમા અથવા ડિગ્રી (સિવિલ, ઇલેક્ટ્રિકલ, મેકેનિકલ).
- વિભાગો: CPWD, BRO, CWC, Jal Shakti વગેરે.
- પરીક્ષા: Paper I (CBT), Paper II (Descriptive), Document Verification.
SSC Stenographer Grade ‘C’ & ‘D’
- લાયકાત: 12 પાસ
- આવશ્યકતા: સ્ટેનોગ્રાફી સ્કિલ (શબ્દ પ્રતિ મિનિટ).
- પરીક્ષા: CBT + Skill Test
SSC JHT (Junior Hindi Translator)
- લાયકાત: હિન્દી અને અંગ્રેજીમાં સ્નાતક/સ્નાતકોત્તર
- પદો: Translator, Senior Translator.
- પરીક્ષા: Paper I (Objective), Paper II (Descriptive), Document Verification.
SSC Exam Calendar 2025 : Age Limits
SSC પરીક્ષાઓમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર મર્યાદા નીચે મુજબ છે:
- SSC CGL: 18થી 32 વર્ષ
- SSC CHSL: 18થી 27 વર્ષ
- SSC GD: 18થી 23 વર્ષ
- ઉંમરમાં છૂટ: સરકારી નિયમો અનુસાર (જેમ કે SC/ST, OBC, PH ઉમેદવારો માટે)
SSC પરીક્ષા માટે અરજી ફી
SSC પરીક્ષાઓમાં અરજી ભરવા માટે ફીના નિયમો નીચે મુજબ છે:
- સામાન્ય/OBC: 100/-
- SC/ST/મહિલાઓ/PH: 0/-
- ફી ભરવાની રીત: ઓનલાઈન (ક્રેડિટ/ડેબિટ કાર્ડ અથવા નેટ બેન્કિંગ)
નોંધ: ફી ચૂકવણી SSCની ઓફિશિયલ વેબસાઇટ (https://ssc.nic.in) પર ઓનલાઈન મોડ દ્વારા કરવી.
- અરજી કરવાની અંતિમ સુધી માં મહત્તમ વયમર્યાદા થી વધુ ઉંમર ન હોવી જોઇએ.
READ ALSO : ઇસરો એપ્રેંટિસ ભરતી 2025
SSC Exam Calendar 2025 : અરજી કેવી રીતે કરવી ?
સ્ટાફ સિલેક્શન કમિશન (SSC) દ્વારા યોજાતી પરીક્ષાઓ (જેમ કે SSC CGL, CHSL, MTS) માટે અરજી પ્રથમ અને મહત્વપૂર્ણ પગલું છે. આ પ્રક્રિયા સરળ અને સુવ્યવસ્થિત બનાવવા માટે SSC ઓનલાઈન અરજી કરવાની સુવિધા પુરી પાડે છે. નીચે અરજી ભરવાની પ્રક્રિયાના પગલાં વિશે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
1. SSCની સત્તાવાર વેબસાઇટ પર મુલાકાત લો
- પ્રથમ પગલું એ છે કે તમે SSCની ઔપચારિક વેબસાઇટ (https://ssc.gov.in) પર જાઓ.
- આ વેબસાઇટ પર તમને તમામ પરીક્ષાઓની માહિતી, કેલેન્ડર અને અરજી સંબંધિત લિંક્સ મળશે.
- ખાતરી કરો કે તમે સત્તાવાર URLનો ઉપયોગ કરો, જેથી કોઈ છેતરપિંડીથી બચી શકો.
2. “Apply Online” પર ક્લિક કરો
- હોમપેજ પર, તમે જે પરીક્ષા માટે અરજી કરવા માગો છો (જેમ કે SSC CGL 2025), તેના માટે “Apply Online” ઓપ્શન પર ક્લિક કરો.
- દરેક પરીક્ષા માટે અલગ અરજી લિંક હોય છે, તેથી નોટિફિકેશનમાંથી સાચી લિંક પસંદ કરો.
3. મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર કરો
- નવા ઉમેદવારો માટે પ્રથમ રજીસ્ટ્રેશન કરવું પડશે.
- તમારું નામ, મોબાઈલ નંબર, ઈ-મેલ આઈડી, અને નોટિફિકેશનમાં આપેલી અન્ય માહિતી દાખલ કરો.
- રજીસ્ટ્રેશન પૂર્ણ થયા પછી તમને લોગિન ઈડી અને પાસવર્ડ મળશે, જેનો ઉપયોગ આગળની પ્રક્રિયા માટે કરવો.
4. અરજી ફોર્મ કાળજીપૂર્વક ભરો
- લોગિન થયા પછી, અરજી ફોર્મ ખોલો અને તમામ વિગતો (શૈક્ષણિક લાયકાત, સરકારી ઓળખ, સર્ટિફિકેટ્સ) યોગ્ય રીતે દાખલ કરો.
- ખોટી માહિતી દાખલ કરવાથી અરજી રદ થઈ શકે છે, તેથી દરેક વિગતને ચકાસો.
- ફોર્મ ભર્યા પછી “સેવ એન્ડ નેક્સ્ટ” બટન પર ક્લિક કરો.
5. દસ્તાવેજો, ફોટો અને સહી અપલોડ કરો
- તમારા ફોટો (પાસપોર્ટ સાઈઝ, 3.5×4.5 સે.મી.), સહી (બ્લેક/નીલ ઇંક પેનથી), અને જરૂરી દસ્તાવેજો (જેમ કે શૈક્ષણિક પ્રમાણપત્ર) ઓનલાઈન અપલોડ કરો.
- ફાઈલોનું કદ અને ફોર્મેટ (જેમ કે JPG, 20-50 KB) SSCની ગાઈડલાઈન્સ મુજબ હોવું જોઈએ.
- અપલોડ કરેલી ફાઈલોની ગુણવત્તા ચકાસો.
6. ફી ચૂકવો (જો લાગુ પડે)
- જો તમે સામાન્ય અથવા OBC કેટેગરીના હોવ, તો ₹100 ફી ચૂકવવી પડશે.
- SC/ST, મહિલાઓ, અને PH ઉમેદવારો માટે ફીમાં મુક્તિ છે.
- ચૂકવણી ઓનલાઈન કરો (ક્રેડિટ/ડેબિટ કાર્ડ, નેટ બેન્કિંગ) અને રસીદ સાચવી રાખો.
7. અરજી સબમિટ કરો અને કન્ફર્મ કરો અને પ્રિંટ કાઢો.
- બધી માહિતી અને દસ્તાવેજો ચકાસ્યા પછી “Submit” બટન પર ક્લિક કરો.
- સબમિશન બાદ તમને એક કન્ફર્મેશન પેજ મળશે, જેને PDF ફોર્મેટમાં ડાઉનલોડ કરો.
- આ પ્રિન્ટ આઉટ લઈ રાખો, જે પરીક્ષા દરમિયાન ઉપયોગી રહેશે.
મહત્વની ટિપ્સ
- અરજીની છેલ્લી તારીખથી પહેલાં ફોર્મ ભરો, જેથી ટેકનિકલ સમસ્યાઓથી બચી શકો.
- ઇન્ટરનેટ કનેક્શન સ્થિર રાખો અને બ્રાઉઝર અપડેટ કરો.
- કોઈપણ સમસ્યા માટે helpdesk–ssc@ssc.nic.in. Toll Free Candidate Helpline No.: 1800-309-3063 સંપર્ક કરો.
SSC Exam Calendar 2025 : મહત્વની લિંક્સ (Important Links)
online exam examconnect
આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ આર્ટિકલ અન્ય સુધી પણ પહોંચાડવા વિનંતી છે.