મિત્રો, હાલ 1903 જગ્યાઓ માટે સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેથી લાયકાત ધરાવનાર ભાઇઓ-બહેનો માટે ઉત્તમ પુસ્તકની પસંદગી કરવી જરૂરી બની જાય છે અને એ પણ ગુજરાતી ભાષામાં (Staff Nurse Book in Gujarati). આપણે આ આર્ટિકલના માધ્યમથી સ્ટાફ નર્સ માટે કયુ પુસ્તક વાંચવુ તથા તૈયારી કેવી રીતે કરવી તે બાબતે વિગતવાર માહિતી મેળવીશુ.
જો આપે અરજી નથી કરી અને હજું પણ કંઇક મુંઝવણ છે તો નીચેની લિંક પરથી વધુ માહિતી મેળવી શકશો.
Staff Nurse Book in Gujarati 2024
હાલમાં સ્ટાફ નર્સ માટે અદ્યતન એટલે કે વર્ષ 2024 માટે બજારમાં પુસ્તક ઉપલબ્ધ નથી. તેમ છતા આપ આ જગ્યાઓ માટે વર્ષ-2023 નું પુસ્તક વસાવીને તૈયારીની શરૂઆત કરી શકો છો.
કોઇ પણ પરીક્ષાની તૈયારી માટે તેના અભ્યાસક્રમને સમજવો ખુબજ જરૂરી છે. સ્ટાફ નર્સનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.
પેપર | મુદ્દાઓ | ગુણ |
પેપર-1 નર્સીગ વિષય | ફન્ડામેન્ટલ ઓફ નર્સીંગ | 20 |
મેડીકલ સર્જીકલ નર્સીંગ | 20 | |
મીડવાઇફરી અને પીડીયાટ્રીક નર્સીંગ | 20 | |
મેન્ટલ હેલ્થ અને સાયક્યાટ્રીક નર્સીંગ | 20 | |
કોમ્યુનીટી હેલ્થ નર્સીંગ | 20 | |
કુલ ગુણ | 100 | |
પેપર-2 ગુજરાતી ભાષા | ભાષા | 30 |
વ્યાકરણ | 40 | |
સાહીત્ય | 30 | |
કુલ ગુણ | 100 |
સિલેબસનો અભ્યાસ કરતાં આપને સમજાય જશે કે આ પરીક્ષા તૈયારી 2 થી 3 પુસ્તકથી થઈ જાય તેવી છે. એટલે કે પેપર-1 માં આપના પ્રોફેશનને લગતુ પૂછવામાં આવનાર છે. જ્યારે પેપર-2 માં ફક્ત ગુજરાતી ભાષા, વ્યાકરણ અને સાહિત્ય પુછવામાં આવનાર છે. આ પરીક્ષામાં અન્ય પરીક્ષાની જેમ ભુગોળ, ઇતિહાસ, સામાન્ય જ્ઞાનના પ્રશ્ન પૂછવામાં આવશે નહી.

હાલમાં પેપર-1 માટે આપણને અતુલ પ્રકાશન, અક્ષર પ્રકાશન તેમજ ભારત પ્રકાશનના પુસ્તક માર્કેટમાં ઉપલબ્ધ છે. જે નીચે મુજબ છે.
પુસ્તકનું નામ
- સ્ટાફ નર્સ ભરતી પરીક્ષા
- અતુલ પ્રકશન, અમદાવાદ
- પબ્લિકેશન તારીખ – 1 January 2019

પુસ્તકનું નામ
- મુખ્ય સેવા, સ્ટાફ નર્સ (વર્ગ-3)
- પ્રકાશક- અક્ષર પબ્લિકેશન, અમદાવાદ
- પબ્લિકેશન તારીખ – 1 January 2022

પુસ્તકનું નામ
- મુખ્ય સેવા, સ્ટાફ નર્સ (વર્ગ-3)
- પ્રકાશક- ભારત પલ્બ્લિ
- પબ્લિકેશન તારીખ – 1 January 2019

અહીં આપેલ પુસ્તકો માર્કેટમાં સામાન્ય રીતે ઉપલબ્ધ છે. જેના આધારે આપને સુચિત કરવામાં આવેલ છે. તેમજ આ પ્રકાશકો પણ જુના અને જાણીતા છે. તેમ છતા આપ ઓફલાઇન આ પુસ્તકોની ખરીદી કરો તો અભ્યાસક્રમના દરેક મુદ્દાઓને આવરી લે છે કે કેમ, તેની ચકાસણી કરી લેવી.
ગુજરાતી ભાષા અને વ્યાકરણ તથા સાહિત્ય માટે આપ ધોરણ 6 થી 12 નું પાઠ્યપુસ્તકનું વાંચન કરી શકો છો, જેની લિંક નીચે આપવામાં આવે છે.
- આ પુસ્તકમાંથી આપ સાહિત્ય માટે પ્રકરણની શરૂઆતમાં આપવામાં આવેલ લેખક ને કવિ પરિચયનું વાંચન કરીને નોટ્સ બનાવી શકો છો.
- જ્યારે વ્યાકરણ માટે ધોરણ-10 નું ગુજરાતી પુસ્તક ઉત્તમ છે. સાથો સાથો ધોરણ -6 થી ધોરણ-12 ના પાઠ્યપુસ્તકના પ્રકરણ ના અંતે આપવામાં આવેલ વ્યાકરણના દરેક મુદ્દાઓનો વિગતવાર અભ્યાસ કરો. તેમજ તેની નોટસ બનાવો.
ExamConnect દ્વારા વ્યાકરણને સરળ ભાષામાં સમજાવવામાં આવેલ છે. જેની લિંક નીચે મુજબ છે.
આ સિવાય આપ સંદર્ભ પુસ્તક તરીકે યુવા ઉપનિષદ, લિબર્ટી પબ્લિકેશન, વર્લ્ડ ઇન બોક્ષ, અક્ષર પ્રકાશનનું પુસ્તક લઈ શકો છો. આ પુસ્તકો વર્ગ-1 અને વર્ગ-2 ના અભ્યાસક્રમને આવરી લેવામાં આવતો હોય છે. જેથી વાંચન કરતી વખતે આપને માટે ઉપયોગી માહિતીનુંજ વાંચન કરશો.

આપ આ સિવાય અમારી ફ્રી મોકટેસ્ટ નો ઉપયોગ કરીને આપની પરીક્ષાની તૈયારીને ખુબજ મજબુત બનાવી શકો છો. આશા રાખું છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે.