હાલમાં સ્ટાફ નર્સની ભરતીની જાહેરાત કરવામાં આવેલ છે. જેથી Staff Nurse Syllabus Gujarat જાણીને તે મુજબની તૈયારી કરવી ખુબજ જરૂરી બની જાય છે. આ લેખના માધ્યમથી આપણે સ્ટાફ નર્સનો પરીક્ષામાં પુછવામાં આવનાર અભ્યાસક્રમ સંબંધિત માહિતી મેળવીશુ. સાથોસાથ પરીક્ષા પાસ કરવાની રણનીતી શું હોવી જોઇએ તે વિશે પણ જાણીશુ.
Staff Nurse Syllabus Gujarat 2024
સ્ટાફ નર્સ, વર્ગ-3 ની ભરતીમાં નીચે મુજબનો અભ્યાસક્રમ નક્કી કરવામાં આવેલ છે.
પેપર | મુદ્દાઓ | ગુણ |
પેપર-1 નર્સીગ વિષય | ફન્ડામેન્ટલ ઓફ નર્સીંગ | 20 |
મેડીકલ સર્જીકલ નર્સીંગ | 20 | |
મીડવાઇફરી અને પીડીયાટ્રીક નર્સીંગ | 20 | |
મેન્ટલ હેલ્થ અને સાયક્યાટ્રીક નર્સીંગ | 20 | |
કોમ્યુનીટી હેલ્થ નર્સીંગ | 20 | |
કુલ ગુણ | 100 | |
પેપર-2 ગુજરાતી ભાષા | ભાષા | 30 |
વ્યાકરણ | 40 | |
સાહીત્ય | 30 | |
કુલ ગુણ | 100 |
Staff Nurse Exam Pattern
- પરીક્ષા O.M.R. (Optical Mark Reader) પધ્ધતિથી લેવામાં આવશે. જેમાં નર્સીગ વિષયના 100 પ્રશ્નો તેમજ ગુજરાતી વિષયના 100 પ્રશ્નો MCQ (Multiple choice question) દ્વારા પુછવામાં આવશે.
- અભ્યાસક્રમ ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ ધ્વારા નિર્ધારીત કરેલ સીલેબસ મુજબનો રહેશે.
- દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે 0.2 બાદ કરવામાં આવશે.
- સ્પર્ધાત્મક પરીક્ષા માટે નર્સીગ વિષયને લગતી પરીક્ષા પેપર-(1) 100 ગુણની રહેશે. જેમાં ઉત્તીર્ણ થવા માટે 40 ટકા ગુણ જરૂરી છે. પરીક્ષા માટેનો સમય 2 (બે) કલાકનો રહેશે.
- પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે.
- ગુજરાતી ભાષાની પરીક્ષા પેપર-(2) 100 ગુણની રહેશે. જેમાં ઉત્તીર્ણ થવા માટે 35 ટકા ગુણ જરૂરી છે. પરીક્ષા ફકત ગુજરાતી ભાષામાં આપી શકાશે.
- બન્ને પરીક્ષામાં પાસ થવુ જરૂરી છે, પરંતુ નર્સીંગના વિષયમાં તેમજ ગુજરાતી ભાષાના બંન્ને પેપરમાં મેળવેલ કુલ ગુણના આધારે મેરીટ લીસ્ટ બનાવવામાં આવશે.

Important Links | મહત્વની લિંક્સ
Staff Nurse Exam પાસ કરવાની રણનિતી
સ્ટાફ નર્સનો અભ્યાસક્રમ આમ તો ખુબજ સરળ છે. આ પરીક્ષામાં આપને ઉપર જોયુ તેમ 100 માર્ક્સનું પેપર-1 છે. જે જગ્યાને લગતુ છે. એ માટે આપ કોઇ પણ એક સારા પ્રકાશનનું પુસ્તકનું વાંચન કરી શકો છો. જેવા કે યુવા ઉપનિષદ, લિબર્ટી વગેરે.
પેપર-2 માટે આપ ધોરણ – 8 થી 12 ની ગુજરાતી પાઠ્યપુસ્તકનું વાંચન કરી શકો છો, જેમા સાહિત્ય માટે પ્રકરણની શરૂઆતમાં આપવામાં આવતો લેખક પરિચય અને કવિ પરિચયનું વાંચન કરી શકો છો. જ્યારે ગુજરાતી વ્યાકરણ માટે આપ ધોરણ-10 નું પાઠ્યપુસ્તકનો અભ્યાસ કરી શકો છો.
આ સિવાય આપ પેપર -2 માટે યુવા ઉપનિષદ કે કોઇ પણ સારા એક પ્રકાશનનું પુસ્તક વસાવી તેનો અભ્યાસ કરી શકો છો.

આશા રાખુ છુ. આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ પરીક્ષાની તૈયારી અંગે આપને કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો. આ વેબસાઇટ પર આપના માટે સરકારી ભરતી સંબંધિત માહ્તી નિયમિત અપડેટ કરે છે. તેમજ મોકટેસ્ટનું પણ આયોજન કરે છે. જેથી અમારી સાથે જોડાયેલા રહેશો.