હાલમાં Staff Nurse Vacancy in Gujarat ને લગતી નવી ભરતી જાહેર કરવામાં આવી છે. આ જાહેરાત અંતર્ગત કુલ 1903 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવનાર છે. લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા. 05/10/2024 થી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ ભરતી સંબંધિત મહત્વની બાબતો જેવી કે અરજી કરવાની તારીખ, અંતિમ તારીખ, શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાત, અનુભવ અને ઓનલાઇન અરજી કરવાની રીત નીચે મુજબ છે.
Staff Nurse Vacancy in Gujarat | સ્ટાફ નર્સ ભરતી
ભરતી કરનાર સંસ્થા | કમિશનરશ્રી, આરોગ્ય, તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણ, ગાંધીનગર |
જાહેરાત ક્રમાંક | COH/202425/1 |
કુલ જગ્યાઓ | 1903 |
જગ્યાનું નામ | સ્ટાફ નર્સ, વર્ગ-3 |
અરજી કરવાની રીત | ઓનલાઇન |
અરજી કરવાની તારીખ | 05-10-2024 |
અરજી કરવાની અંતિમ તારીખ | 03-11-2024 |
Staff Nurse Vacancy in Gujarat : Important Date | મહત્વની તારીખ
Staff Nurse Vacancy
અરજી કરવાની તારીખ: 5 ઓક્ટોબર 2024 (14.00 કલાકથી)
અરજી કરવાની અંતિમ તારીખ: 03 નવેમ્બર 2024 (રાત્રે 23.59 કલાક સુધી)
Staff Nurse Vacancy Category wise Total Vacancy | કુલ જગ્યાઓ
કેટેગરી | કુલ જગ્યાઓ |
---|---|
અનુ. જાતિ (SC) | 92 |
અનુ. જાતિજાતિ (ST) | 189 |
સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગ (SEBC) | 510 |
EWS | 192 |
દિવ્યાંગ | 210 |
જનરલ | 920 |
કુલ | 1903 |
Staff Nurse Educational Qualification | શૈક્ષણિક લાયકાત

સ્ટાફ નર્સ, વર્ગ-3 માટેની ભરતી માટે નીચે મુજ્બની શૈક્ષણિક લાયકાત નક્કી કરવામાં આવેલ છે.
- ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી.(નર્સીંગ) (Regular) ડીગ્રી ધરાવતાં અથવા ઇન્ડીયન નર્સીંગ કાઉન્સીલ / ગુજરાત નર્સીંગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ જનરલ નર્સીંગ એન્ડ મીડવીફરી (GNM) ડીપ્લોમાં ધરાવતાં અથવા
- ઓકઝીલરી નર્સ એન્ડ મીડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (F.H.W) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા 10 વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બી.એસ.સી. (નર્સીંગ) અથવા જી.એન.એમ.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે અને તેઓને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ કોઇપણ સંજોગોમાં ઉંમર 45 વર્ષ કરતા વધવી જોઇએ નહી. જે તે કચેરીનું “ના વાંધા પ્રમાણપત્ર” રજુ કરવાનું રહેશે.
- અરજી કરતી વખતે ગુજરાત નર્સીંગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનુ કાયમી અને સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજીસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે. અન્ય કોઇ પણ આધારો ગ્રાહ્ય રાખવામાં આવશે નહી.
- ગુજરાતી અને હિંદી ભાષાનું પુરતુ જ્ઞાન.
- કોમ્પ્યુટરની જાણકારી હોવી જોઇએ.
Application Fee | અરજીની ફી
SC, ST, SEBC, EWS, PH, EX-Servicemen | નિયમોનુસાર ફી ભરવાની થતી નથી. |
અન્ય ઉમેદવારો માટે | 300/- (અન્ય ચાર્જ) |
ફી ભરવાની રીત | Online/Offline |
નોંધ. પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની અંતિમ તારીખ – 04-11-2024 રહેશે.
Staff Nurse Vacancy - વયમર્યાદા
અરજી કરવાની તારીખે ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ તથા વધુમાં વધુ 40 વર્ષથી વધુ ન હોવી જોઇએ.
કેટેગરી | વયમર્યાદામાં છુટછાટ |
મુળ ગુજરાતના અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારો | 5 વર્ષ |
40 ટકાથી વધુ અપંગતા ધરાવનાર માતે | 10 વર્ષ |
એક્સ સર્વિસમેન | 3 વર્ષ |
Staff Nurse Vacancy Salary – પગારધોરણ
- પ્રથમ પાંચ વર્ષ સુધી રૂ. 40,800/- (ફિક્સ પગાર) મળશે.
- ત્યારબાદ સંતોષકારકની નોકરી બાદ નિયમોનુસાર 29200-92300 ના ગ્રેડ પે મુજબ પગાર મળશે.
How To Apply ? | અરજી કરવાની રીત
- આ જાહેરાતના સંદર્ભમાં સમિતિ ધ્વારા http://ojas.gujarat.gov.in વેબસાઇટ મારફત કરેલ ઓનલાઇન અરજી જ સ્વીકારવામાં આવશે.
- ઉમેદવારે જાહેરાતમાં દર્શાવ્યા તા. 05-10-2024 (14.00 કલાક) થી તા.03-11-2024 (સમય રાત્રીના 23.59 કલાક સુધી) દરમ્યાન વેબસાઈટ http://ojas.gujarat.gov.in પર અરજી પત્રક ભરી શકશે.
- એક ઉમેદવારે ફક્ત એક જ અરજી કરવાની રહેશે. એક કરતાં વધુ અરજી કરનાર બિનઅનામત ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલ અને ફી ભર્યા સાથેની તેમજ અનામત ઉમેદવારના કિસ્સામાં સૌથી છેલ્લી કન્ફર્મ થયેલ અરજી માન્ય ગણીને તે સિવાયની બાકીની તમામ અરજીઓ “રદ” થશે.
ઓનલાઇન અરજી કરવા માટે માટે નીચેની લિંક પરથી વિગતવાર માહિતી મેળવી શકશો.
Important Links | મહત્વની લિંક્સ
સમાપન

આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આપ આપેલ જાહેરાત પૈકીમાં લાયકાત ધરાવો છો તો આપ ઓનલાઇન અરજી કરી શકો છો. અરજી કરવા સંબધિત કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેન્ટ કરશો.
FAQs :
Staff Nurse Vacancy in Gujarat માં ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે?
તા. 03-11-2024
Staff Nurse Vacancy in Gujarat માં કુલ કેટલી જગ્યાઓ છે ?
1903
Staff Nurse Vacancy in Gujarat માં અરજી કરવાની ફી કેટલી છે?
300 રૂ. તેમજ અન્ય ચાર્જ, અનામત કેટગરીના ઉમેદવારોએ ફી ભરવાની થતી નથી.