Skip to content
examconnect-site-logo
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
  • Home
  • Latest Job
  • Call Letters
  • Answer Key
  • Result
  • Syllabus
  • Study Materials
    • Gujarati Vyakaran
    • Indian History
    • GCERT
    • NCERT Textbook
    • Old Question Papers
    • Syllabus
Mock Test

State Tax Inspector (STI), Job Profile, Eligibility, Salary, Syllabus etc.

State Tax Inspector

નમસ્કાર મિત્રો, સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટર (State Tax Inspector) વિશે ઘણા મિત્રોને મુંઝવણ હોય છે. ગુજરાત રાજ્ય વેરા ખાતામાં ખુબજ સારી મોંભાવાળી આ જગ્યા વિશે હરકોઇ જાણવા ઇચ્છે છે. આ પોસ્ટની જોબ પ્રોફાઇલ, કામગીરી શું હોય છે, અને વિશેષ આ પોસ્ટને મેળવવા માટે શું તૈયારી રાખવી પડે છે. જેવી અનેક માહિતી આ બ્લોગના માધ્યમથી આપણે સમજીશુ.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Group Join Now

What Is State Tax Inspector (STI) ?

ઉપર પ્રસ્તાવનામાં જ આપને માહિતગાર કરવામાં આવ્યા છે તેમ સ્ટેટ સ્ટેક્ષ ઇન્સપેક્ટર (State Tax Inspector) જેને આપણે ટુંકમાં STI તરીકે ઓળખીએ છીએ. તેમજ ગુજરાતીમાં રાજ્ય વેરા નિરીક્ષક તરીકે ઓળખીએ છીએ.

આ સંવર્ગ-3 ની જગ્યા છે. સામાન્ય રીતે આ જગ્યા સુપર ક્લાસ 3 ની જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. આ પોસ્ટ નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર જેવી જગ્યાઓની સમકક્ષ છે.

ગુજરાત રાજ્ય વેરા ડિપાર્ટ્મેંટમાં (State Goods and Service Tax) આ જગ્યાઓ માટે ભરતી કરવામાં આવે છે.

State Tax Inspector power | રાજ્ય વેરા નિરીક્ષક ની સત્તા

State Tax Inspector વર્ગ-3 ની જગ્યા છે જેથી વહીવટી સત્તા તેઓની પાસે હોતી નથી. તેઓ રાજ્ય વેરા અધિકારી-વર્ગ-2 ની કે સહાયક રાજ્ય વેરા કમિશનર, વર્ગ-1 ના તાબા હેઠળ કામગીરી કરતાં હોય છે. તેમ છતા કેટલીક સત્તા તેઓની પાસે હોય છે જેમા નવા જીએસટી નંબરની નોંધણી માટે રાજ્ય વેરા નિરીક્ષકની જીએસટી લોગીનમાં સ્થળ તપાસ માટે ટાસ્ક આપવામાં આવે છે. આ સ્થળ તપાસ દરમિયાન રાજ્ય વેરા નિરીક્ષકનો નિર્ણય આખરી હોય છે. તેમના રજુ કરેલા અહેવાલના આધારે અધિકારી નવા નોંધણી નંબરને એપ્રુવ કરવા કે રિજેક્ટ કરવા તેનો નિર્ણય લઈ શકે છે.

જીએસટી ઓફિસમાં વેપારીઓને રિફંડ આપવાની કામગીરી કરવાની હોય છે. જેમા રાજ્ય વેરા નિરીક્ષક દ્વારા રિફંડના કેસોની ચકાસણી કરવાની હોય છે. આ દરેક કેસોમાં તેઓ દ્વારા કરવામાં આવેલ ચકાસણી નિર્ણાયક હોય છે.

જીએસટી ડિપાર્ટમેંટ દ્વારા ફ્રોડ વેપારીના ત્યાં દરોડા પાડવામાં આવે છે. જેમાં પણ રાજ્ય વેરા નિરીક્ષકની કામગીરી ખુબ જ નિર્ણાયક હોય છે. જેમાં સ્ટોકની ચકાસણી કરવી, વેપારીના દરેક હિસાબના રેકર્ડની ચકાસણી કરવી તેમજ વેરાકીય જવાબદારી નક્કી કરવા સંબંધિત કામગીરી હોય છે. આ સિવાય પંચનામુ કરવામાં પણ રાજ્ય વેરા નિરીક્ષક મુખ્ય કામગીરી કરે છે.

અત્યારની કાર્યપધ્ધતિમાં મોબાઇલ સ્ક્વોડ પણ ખુબજ અગત્યની હોય છે. જેમાં સમગ્ર ગુજરાતમાં ચેકપોસ્ટ મુજબ ટીમ બનાવવામાં આવે છે. આ ડ્યુટી દરમિયાન આપને ફાળવેલ વિસ્તારમાં માલવાહક વાહનોની ચકાસણી કરવાની હોય છે. સ્ટોક મુજબ ઇવેબીલ ની ચકાસણી કરવાની હોય છે.

પત્રક ડિફોલ્ટરના કેસોમાં તેમને વેરો ભરાવવા સંબંધિત કાર્યવાહીમાં પણ રાજ્ય વેરા નિરીક્ષકની કામગીરી નોંધનીય હોય છે. વધારે હપ્તાના કસુરદારોના બેંક એટેચમેંટ કરવાની કામગીરીમાં પણ તેમનો મહત્વનો ફાળો હોય છે.

આમ, રાજ્ય વેરા નિરીક્ષકની જવાબદારી ખુબજ વિશિષ્ટ પ્રકારની હોય છે.

state tax inspector
State tax inspector

State Tax Inspector Salary

રાજ્ય વેરા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા આપનો પગાર (State Tax Inspector Salary) કેટલો હોય છે એ પણ જાણવુ જરૂરી છે.

ગુજરાતમાં કોઇ પણ વર્ગ-3 ની જગ્યા માટે હાલ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર હોય છે. જેમાં હાલ સુપર ક્લાસ – 3 માં રૂ.49600/- નો પગાર ચુકવવામાં આવે છે. ત્યારબાદ 4400/- ના ગ્રેડ પે મુજબ પગાર ચુકવવામાં આવે છે. પગાર વિશે વિગતવાર માહિતી આપ નીચેની પોસ્ટમાં વાંચી શકશો.

જીપીએસસી રાજ્યવેરા નિરિક્ષકનો પગાર (GPSC STI Salary) શું હોય છે

State Tax Inspector Eligibility

રાજ્ય વેરા નિરીક્ષકમાં અરજી કરવા માટે આપની પાસેથી કેટલીક શૈક્ષણિક અને વ્યક્તિગત લાયકાત અપેક્ષા રાખવામાં આવે છે.

Sales Tax Inspector Educational Qualification

  • કોઇ પણ વિદ્યાશાખાનો સ્નાતક
  • કોમ્પ્યુટર વિષયની જાણકારી
  • ગુજરાતી અને હિંદી ભાષાની જાણકારી

State Tax Inspector Age Limit

ગુજરાતમાં GPSC દ્વારા જાહેર કરવામાં આવતી જાહેરાતો માં નીચે મુજબની વયમર્યાદાની છુટછાટ આપવામાં આવે છે.

  1. ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
  2. અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પુરા કરેલા હોવા જોઇએ અને 36 વર્ષ પુરા કરેલ ન હોવા જોઇએ.
ક્રમઉમેદવારની કેટેગરીવયમર્યાદા માં છુટછાટ
1મુળ ગુજરાતના SC ST SEBC અને EWSપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
2મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ)
3બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારોપાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
4માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓસંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ
5દિવ્યાંગ ઉમેદવારોદસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં)
6ગુજરાત સરકારના કર્મચારીઓઉપલી વય મર્યાદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી.
gpsc sti age limit

આ સિવાય ઓનલાઇન અરજી કરતી વખતે આપ કઈ કેટેગરીમાંથી આવો છો તે મુજબ ઓનલાઇન ફી ભરવાની થાય છે. દિવ્યાંગ ઉમેદવારોની મળતી છુટછાટ અને અન્ય અનામત વર્ગના ઉમેદવારોએ ઓફિસિયલ નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવાનો રહેશે.

How to Prepare for GPSC State Tax Inspector Exam

રાજ્ય વેરા નિરીક્ષકની તૈયારી માટે સૌપ્રથમ આપણે પરીક્ષાનો અભ્યાસક્રમ સમજવાનો હોય છ, ત્યારબાદ સિલેબસ મુજબ પુસ્તકોની પસંદગી કરવાની હોય છે. અને યોગ્ય ટાઇમ ટેબલ બનાવીને વાંચનની શરૂઆત કરવાની હોય છે. સૌપ્રથમ આપણે આ પરીક્ષાનો અભ્યાસક્રમ સમજીશુ.

State Tax Inspector Syllabus and exam pattern

સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટરની પરીક્ષા જીપીએસસી દ્વારા લેવામાં આવે છે. આ પરીક્ષામાં બે સ્ટેજ હોય છે. પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા. આપ પ્રાથમિક પરીક્ષામાં યોગ્ય મેરિટ લાવ્યા બાદજ મુખ્ય પરીક્ષા આપી શકો છો. આ પરીક્ષા વિશેની વિગતવાર માહિતી નીચે આપેલ પોસ્ટ પરથી મેળવી શકશો.

GPSC STI Syllabus । રાજ્ય વેરા નિરીક્ષક અભ્યાસક્રમ

State Tax Inspector GPSC Book List

પુસ્તકોની પસંદગી ખુબજ અગત્યની છે. કેમ કે એક ખરાબ પુસ્તકથી આપની તૈયારીમાં વિધ્ન ઊભા થઈ શકે છે. માતે હંમેશા સારા પુસ્તકોનું જ વાંચન કરવુ જોઇએ.

જો આપ આ પરીક્ષાની તૈયારીની શરૂઆત કરો છો તો NCERT કે GCERT થી શરૂઆત કરી શકો છો. આ પાઠ્યપુસ્તકોના વાંચનથી આપનું બેસિક તૈયાર થઈ જશે. ત્યારબાદ આપ સંદર્ભ પુસ્તકો તરફ જઈ શકો છો. તે માટે હાલમાં લિબર્ટી, યુવા ઉપનિષદ જેવા પ્રકાશનના પુસ્તકો માર્કેટમાં ઉપલબ્ધ છે. જે ઘણા વર્ષોથી આ ક્ષેત્રે કામ કરી રહ્યા છે. નીચે જીપીએસસીની તૈયારી માટે બુક લિસ્ટ આપવામાં આવે છે. જેનો આપ અભ્યાસ કરી શકો છો.

GPSC Book List In Gujarati (જીપીએસસી બુકલિસ્ટ-2024)
GCERT Geography Textbook | STD-11 To STD-12

State Tax Inspector: How to apply ?

  • લાયકાત ધરાવનાર ઉમેદવારોએ GPSC Ojas વેબસાઇટ પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
  • અહીં આપને આપની Personal Details, Educational Details, Experiences વગેરે વિગતો ભરવાની રહેશે.
  • આ સિવાય આપનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સ્કેન કરેલ સહીનો નમુનો પણ JPEG ફોર્મેટમાં અપલોદ કરવાનો રહેશે.
  • બિન અનામત ઉમેદવારોને ફોર્મ ભર્યા બાદ અરજીની ફી પણ ભરવાની રહેશે.
  • અરજી કરતા પહેલા Detailed Notification પર આપેલ અરજી કરવા સંબંધિત તમામ વિગતો વાંચી લેવી.

State Tax Inspector Detailed Notification

જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?

GPSC Exam Date 2024-25

GPSC Syllabus in Gujarati

GPSC Book List In Gujarati

આશા રાખુ છું આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. જો આ આર્ટિકલ અને આ રાજ્ય વેરા નિરીક્ષક વિશે કોઇ પણ મુંઝવણ હોય તો આપ જરૂર કોમેંટ કરશો.

FAQs: State Tax Inspector

State Tax inspector ની ભરતી કયા ખાતામાં થાય છે ?

ગુજરાત રાજ્ય વેરા ખાતુ કે જેને આપણે ગુજરાત સ્ટેટ એન્ડ સર્વિસ ટેક્ષ કહીએ છીએ.

સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટરની જગ્યા કયા વર્ગની હોય છે ?

વર્ગ-3 ની જગ્યા છે.

સ્ટેટ ટેક્ષ ઇન્સપેક્ટરની પરીક્ષા કેટલા સ્ટેજમાં લેવામાં આવે છે?

બે સ્ટેજમાં પરીક્ષા હોય છે. 1. પ્રિલિમ્સ, 2. મેઇન્સ

રાજ્ય વેરા નિરીક્ષકમાં કેટલા વર્ષ ફિક્સ પગાર ચુકવવામાં આવે છે ?

5 વર્ષ સુધી ફિક્સ પગાર ચુકવવામાં આવે છે.

PrevPreviousGPSC Assistant Motor Vehicle Inspector, Deputy Section Officer, Legal and other post-recruitment
NextWhat is Sardar Patel Good Governance CM Fellowship Program in GujaratNext
Picture of Aarav Vasava

Aarav Vasava

Author

Leave a Reply Cancel reply

Facebook Twitter Youtube Instagram Facebook

Latest Post

SSC Combined Graduate Level CGL Recruitment 2025 – Apply Now for 14,582+ Vacancies 🚀

SPIPA Entrance Exam 2025-26 : Apply Now !

SSC Stenographer Notification 2025 – Apply Now for 261 Vacancies 🚀

NIACL Apprentice Recruitment 2025 – Apply Now for 500 Vacancies Across India 🚀

Central Bank of India Recruitment 2025 – Apply Now for 4500 Apprentice Vacancies 🚀

AWES Army School TGT PGT PRT Recruitment 2025: Complete Guide !

'examConnect' provides information about many employment oriented exams and entrance exams conducted in Gujarat and the country for you. It also creates mocktests in each exam.

Government Jobs Exam

  • GPSC
  • GSSSB
  • GPSSB
  • TET-TAT
  • COURT
  • FOREST
  • POLICE
  • About Us
  • Contact us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms & Conditions
Copyright [oceanwp_date] - ExamConnect