Jodani sandhi in gujarati Vyakran 2024 (જોડણી, સંધિ)

😀 Sharing is Caring :

Facebook
Twitter
WhatsApp
Instagram

Table of Contents

sandhi in gujarati

Jodani અને sandhi in gujarati ગુજરાતમાં યોજવામાં આવતી લગભગ દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછવામાં આવે છે. જોડણી એ આંખનો વિષય છે, જોડણી શબ્દને ધ્યાનપૂર્વક વાંચવાની પ્રક્રિયા છે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા સમયે કોઇ પણ સાહિત્યનું વાંચન કરો તો ધ્યાનપુર્વક વાંચન કરવાનું હોય છે. જેથી અલગથી જોડણીની તૈયારી કરવાની રહેતી નથી. આ આર્ટિકલમાં આપણે સંધિ સંબંધિત મહત્વના નિયમો વિશે તેમજ કેટલીક મહત્વની જોડણી વિશે જાણીશુ.

sandhi in gujarati સંધિ ના નિયમો

1. અ+અ+આ+આ=આ

  • દેશ+અભિમાન=દેશાભિમાન
  • દેવ+આલય=દેવાલય
  • દયા+આનંદ=દયાનંદ
  • વાર્તા+આલાપ=વાર્તાલાપ

2. ઈશ્વર, ઈશ, ઈક્ષણ (આંખ), ઇક્ષા(નજર), ઇક્ષકમાં દીર્ધ ઈ આવે છે.

3. ઇ+ઇ+ઈ+ઈ

કોઇપણ બે ઇ હોય તો દીર્ધ ઈ બને છે.

  • રવિ+ઇન્દ્ર=રવીન્દ્ર
  • પરિ+ઈક્ષા=પરીક્ષા
  • ગિરિ+ઇશ=ગિરીશ
  • નારી+ઈશ્વર=નારીશ્વર

4. ઉ+ઉ+ઊ+ઊ (રસ્વાવાળુ)

  • ગુરુ+ઉપદેશ= ગુરૂપદેશ
  • સુ+ઉક્તિ=સૂક્તિ
  • સિન્ધુ+ઊર્મિ=સિન્ધૂર્મિ
  • વધૂ+ઉલ્લાસ+વધૂલ્લાસ
  • ચમુ+ઊર્જા= ચમૂર્જા

5. અ/આ+ઇ/ઈ=એ । sandhi in gujarati

  • સુર+ઈન્દ્ર = સુરેન્દ્ર
  • કલા+ઈન્દુ=કલેન્દુ
  • મહા+ઈચ્છા=મહેચ્છા
  • રમા+ઈશ=રમેશ
  • કમલા+ઈશ=કમલેશ

6. અ/આ+ઉ/ઉ=ઓ

  • લોક+ઊપયોગી=લોકોપયોગી
  • જલ+ઊર્મિ=જલોર્મિ
  • વિદ્યા+ઉપાસના=વિદ્યોપસના
  • શાળા+ઉપયોગી=શાળોપયોગી
  • ગંગા+ઉદક=ગંગોદક
  • નવ+ઊઢા=નવોઢા

7. અ/આ+એ/ઐ=ઐ

  • લોક+એષણા=લોકૈષણા
  • માનવ+એક્ય= માનવૈક્ય
  • સદા+એવ = સદૈવ
  • મહા+ઐશ્વર્ય = મહૈશ્વર્ય

8. અ/આ+ઓ/ઓ=ઔ

  • ઉષ્ણ+ઓદન=ઉષ્ણૌદન (ગરમ ભાત)
  • વન+ઔષધિ=વનૌષધિ
  • ગંગા+ઓધ=ગંગૌધ
  • વિદ્યા+ઔત્સુક્ય=વિદ્યૌત્સુક્ય
  • ગુણ+ઔદાર્ય=ગુણૌદાર્ય

9. સજાતીય સ્વર

  • અ, આ / ઇ,ઈ/ ઉ,ઊ

‘ઇ’ પછી વિજાતીય સ્વર આવે તો પ્રથમ ‘ઇ’ નો ‘ય’ થાય પછી તેમા પાછળનો સ્વર ભળી જાય છે.

  • વિ+અસ્ત=વ્યસ્ત
  • ઇતિ+આદિ=ઇત્યાદિ
  • પ્રતિ+ઉત્તર=પ્રત્યુત્તર
  • નિ+ઊન=ન્યૂન
  • વિ+ઊહ=વ્યૂહ
  • ઉપરિ+ઉક્ત=ઉપર્યુક્ત
  • વિ+આખ્યાન=વ્યાખ્યાન

10. ‘ઉ’ પછી વિજાતીય સ્વર આવે તો પ્રથમ ‘ઉ’ નો ‘વ’ થાય, પછી તેમાં પાછળનો સ્વર ભળી જાય છે.

  • સુ+અચ્છ=સ્વચ્છ
  • હેતુ+આભાસ=હેત્વાભાસ
  • સુ+અસ્થ=સ્વસ્થ
  • સુ+આગત=સ્વાગત
  • અનુ+એષણ=અન્વેષણ
  • મનુ+આદિ=મન્વાદિ

Jodani | જોડણી

મિત્રો, જોડણી વિશે આપણે જોયુ તેમ આ આંખનો વિષય છે. અને પ્રેક્ટિસનો વિષય છે. આપના ધ્યાનપુર્વકના વાંચનથી જોડણી યાદ રાખી શકાય છે. તેથી અહીં ખાસ જોડણી વિશે વાત કરીશુ નહી.

અહીં કેટlલીક જોડણી આપવામાંં આવેલ છે.

  • અગત્ય
  • સગવડ
  • અગવડ
  • મલતવી
  • ખાતરી
  • ગણતરી
  • બિલકુલ
  • નસીબ
  • પીયૂષ
  • જ્યોત્સ્ના
  • દીપક
  • વીજળી
  • પોલીસ
  • કીમતી
  • નુકસાન
  • કિરીટ
  • નિરભિમાની
  • વક્તૃત્વ
  • તાલીમ
  • પ્રશંસક
  • મનીષા
  • વાજબી

મિત્રો, આપણે આ આર્ટિકલમાં જોડણી અને સંધિ વિશેની કેટલીક મહત્વની બાબતો જાણી. આપ વધુને વધુ ધ્યાનપુર્વક વાંચન કરો જેથી જોડણી અને સંધિ માં પરીક્ષામાં માર્ક્સ મેળવી શકો. આશા રાખુ છુ આપણે આર્ટિકલ ઉપયોગી થયો હશે. અન્ય મિત્રો સુધી પણ શેઅર કરશો અને ગુજરાતી વ્યાકરણ વિશે કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો. ધન્યવાદ.