TDO full form નું ફુલ ફોર્મ Tribal Development Officer છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા આ પરીક્ષા લેવામાં આવતી હોય છે. ટ્રાઇબલ ડેવલોપમેંટ ઓફિસર, વર્ગ-2 ની પોસ્ટ છે. જેને આપણે ગેઝેટેડ ઓફિસર તરીકે ઓળખીએ છીએ. આ જગ્યા વિશેની તમામ બાબતો જેવી કે આ પરીક્ષા કોના દ્વારા લેવામાં આવે છે. કયા ખાતામાં જોબ મળશે ? જોબ પ્રોફાઇલ શું હોય છે ? પરીક્ષાનો સિલેબસ થી લઈને તમામ બાબતો આપણે આ આર્ટિકલના માધ્યમથી જાણીશુ, તો ચાલો શરૂઆત કરીએ.
What is GPSC TDO ।TDO full form
TDO Full Form | Tribal Development Officer, Class-2 |
ભરતી કરનાર સંસ્થા | Gujarat Public Service Commission |
સંવર્ગનો પ્રકાર | વર્ગ-2 |
જગ્યાનું ડિપાર્ટમેન્ટ | આદિજાતિ વિકાસ ખાતુ, ગુજરાત રાજ્ય |
નોકરીનું સ્થળ | ગુજરાત |
GPSC TDO Exam Pattern
TDO ની ભરતી માટેનું નોટિફિકેશન છેલ્લે વર્ષ 2023 આવયુ હતુ, જેમાં કુલ 26 જગ્યાઓ હતી. આ પરીક્ષા કુલ 2 ભાગમાં પ્રશ્ન હોય છે. જેમા ભાગ-1 માં સામાન્ય અભ્યાસને લગતા પ્રશ્ન હોય છે. જ્યારે ભાગ-2 માં જગ્યાને સંબંધિત પ્રશ્ન હતા.
પ્રશ્નપત્રોની સંખ્યા | 1(ભાગ-1 અને ભાગ-2) |
ભાગ-1 | સામાન્ય અભ્યાસ (100 ગુણ) |
ભાગ-2 | જગ્યાને લગતા પ્રશ્ન (200 ગુણ) |
કુલ ગુણ | 300 |

GPSC TDO syllabus
ટ્રાઇબલ ડેવલોપમેંટ ઓફિસરનો અભ્યાસક્રના મુખ્ય મુદ્દાઓ નીચે મુજ્બ છે.
ભાગ-1 | |
1 | ભારતની ભુગોળ |
2 | ભારતનો સાંસ્કૃતિક વારસો |
3 | ભારતનો ઇતિહાસ |
4 | ભારતની અર્થવ્યવસ્થા અને આયોજન |
5 | ભારતની રાજનીતી અને ભારતનું બંધારણ |
6 | સામાન્ય વિજ્ઞાન, પર્યાવરણ અને ઇંફર્મેશન એંડ ટેલિકોમ્યુનિકેશન ટેકનોલોજી |
7 | ખેલ જગત સહિત રોજબરોજના પ્રાદેશિક, રાષ્ટ્રીય મહત્વના બનાવો |
8 | સામાન્ય બૌધ્ધિક ક્ષમતા કસોટી |
9 | ગુજરાતી વ્યાકરણ |
10 | અંગ્રેજી ગ્રામર |
ભાગ-2 | |
1 | લોકપ્રશાસન અને શાશન |
2 | લોકસેવામાં નીતિશાસ્ત્ર |
3 | ભારતનું બંધારણ અને સ્થાનિક સ્વરાજ |
4 | આદિજાતિ કલ્યાણ સંબંધિત કાયદાઓ અને અહેવાલો |
5 | શિક્ષણને લગતા કાયદાઓ અને જોગવાઇઓ. |
6 | આદિજાતિ કલ્યાણ સંબંધિત યોજનાઓ |
7 | આદિવાસીઓનું સામાજિક અને આર્થિક પરિદ્રશ્ય |
8 | આદિવાસી સાંસ્કૃતિક પરિદ્રશ્ય |
9 | ઉક્ત ક્ષેત્રમાં તાજેતરની પ્રગતી અને સાંપ્રત પ્રવાહો. |
GPSC TDO Job Profile
- ટ્રાઇબલ ડેવલોપમેન્ટ ઓફિસરની જગ્યા ગુજરાતમાં આદિજાતિ વિકાસ ખાતામાં હોય છે. જ્યા આદિજાતિને લગતી વિવિધ યોજનાઓ સંબધિત કામ કરવાનું હોય છે.
- પ્રયોજના વહિવટદાર કચેરીના મુખ્ય અધિકારી તરીકે કામ કરવાનું હોય છે.
- આ કચેરીઓ આદિજાતિના વિસ્તારોમાં આવેલી હોય છે. જેથી આદિવાસી વિસ્તારોમાં નોકરી કરવાની હોય છે.
મિત્રો આશા રાખુ છું આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. હાલ આ પોસ્ટ માટે કોઇ પણ ભરતી નથી પરંતુ જો આપ આ પરીક્ષાની તૈયારી કરવા માંગો છો તો જરૂર તૈયારી કરી શકો છો. કેમ કે સીધી ભરતી છે. જે પ્રાથમિક પરીક્ષા આપી મુખ્ય પરીક્ષા આપ્યા સિવાય ઇંટરવ્યુ આપવાની તક આપે છે. આ ભરતી વિશે આપને કોઇ પ્રશ્ન હોય તો જરૂર કોમેંટ બોક્ષમાં કોમેંટ કરશો.