ગુજરાતમાં TET અને TAT પાસ ઉમેદવારો માટે Teacher Recruitment 2024 Gujarat ની હાલમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ તથા શિક્ષણમંત્રી કુબેર ડિંડોર દ્વારા જાહેરાત કરવામાં આવેલ છે. આ આર્ટિકલના માધ્યમ થી આપણે કયા ધોરણમાં કેટલી ભરતી કરવામાં આવશે, ક્યારે ભરતી કરવામાં આવશે. તેમજ હાલમાં કેટલી ખાલી જગ્યાઓ છે તે વિશે વિગતવાર માહિતી મેળવીશુ.
Teacher Recruitment 2024 Gujarat
ગુજરાતમાં હાલમાં ગુજરાત સરકાર દ્વારા કુલ 24700 જગ્યાઓ માટે Teacher Recruitment 2024 નું ભરતી કેલેંડર બહાર પાડવામાં આવ્યુ છે. તે મુજબ નીચે મુજબની ભરતી કરવામાં આવનાર છે.
કઈ કઈ ભરતીની જાહેરાત થશે ? | ||
પરીક્ષા/ભરતી | જગ્યાઓ | જાહેરાતની તારીખ |
આચાર્ય | 1200 | 01-08-2024 |
જુના શિક્ષક | 2200 | 01-08-2024 |
TAT (HS) | 4000 | 01-09-2024 |
TAT (S) | 3500 | 01-10-2024 |
TET-2 | 7000 | 01-11-2024 |
TET-2(અન્ય માધ્યમમાં) | 600 | 01-11-2024 |
TET-1 | 5000 | 01-12-2024 |
TET-1 (અન્ય માધ્યમમાં) | 1200 | 01-12-2024 |
કુલ | 24700 |

Teacher Bharati Gujarat | મહત્વની બાબતો.
- વર્ષ-2024-25 માં સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ સરકારી અને ગ્રાંટ-ઇન-એ ઇડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં ઉપર મુજબના કેલેંડર મુજ્બ ભરતી કરવામાં આવનાર છે.
- આપણે ઉપર જોયુ તેમ માધ્યમિક અને ઉચ્ચોત્તર માધ્યમિકમાં કુલ 7500 જગ્યાઓની ભરતી કરવામાં આવનાર છે. જ્યારે પ્રાથમિક વિભાગમાં કુલ 17200 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
- રાજ્ય સરકારના તા. 29-04-2023 ના ઠરાવ અનુસાર સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક માં અરજી કરવા માટે વર્ષ 2023 માં લેવાયેલ દ્વિસ્તરીય TAT ની પરીક્ષા જ માન્ય રહેશે. તથા આવનાર પરીક્ષામાં આ પરીક્ષાનું પરિણામ ધ્યાને લેવામાં આવશે. એટલે કે અગાઉ પાસ કરેલ ટાટ ની પરીક્ષાઓ માન્ય ગણાશે નહિ.
- જ્યારે પ્રાથમિક વિભાગમાં વર્ષ 2011 થી 2023 દરમિયાન યોજવામાં આવેલ TET ની પરીક્ષાના પરિણામને માન્ય ગણવામાં આવશે તથા આ પરિક્ષાનું પરિણામ ધ્યાને લેવામાં આવશે.
મહત્વની લિંક
શિક્ષણ વિભાગમાં શિક્ષકોની ખાલી જગ્યાઓ.
બાલવાટિકાથી ધોરણ-5 સુધી | 15341 |
ધોરણ 6 થી 8 | 8318 |
માધ્યમિક ધો-9-10 | 7324 |
ઉચ્ચત્તર માધ્યમિક ધો-11-12 | 8033 |
કુલ ખાલી જગ્યાઓ | 39016 |
મિત્રો, આ હતી હાલમાં કેબિનિટની મિટિંગમાં લેવામાં આવેલ શિક્ષક ભરતી સંબંધિત મહત્વની બાબતો, જે આપણે ઉપર ના કોષ્ટકમાં જોયું તેમ તબક્કાવાર ભરતી ડિસેમ્બર સુધી કરવામાં આવશે.
FAQs : Teacher Recruitment 2024 Gujarat
Teacher Recruitment 2024 Gujarat માં કેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે.
24700
ગુજરાતમાં શિક્ષકોની ભરતી કઈ તારીખથી થશે ?
તા. 01-08-2024 થી 01-12-2024 સુધી ભરતી પ્રક્રિયા થશે.