vibhakti in gujarati ગુજરાતીમાંં GPSC Exam, GSSSB Exam કે ગુજરાતી કોઇ પણ પરીક્ષામાં પુછાતો મુદ્દો છે. ગુજરાતી ભાષામાં વાક્ય રચનામાં કર્તા અને કર્મ વચ્ચે જે જુદા જુદા પ્રકારના સંબંધો હોય છે જેને આપણે વિભક્તિ તરીકે ઓળખીએ છીએ.
વિભક્તિઓ અને તેના પ્રકારો (Vibhakti In Gujarati)
આ આર્ટિકલનાંં માધ્યમથી આપણે ગુજરાતી વ્યાકરણની મહત્વની વિભક્તિ વ્યવસ્થાઓ વિશે વિગતવાર માહિતી મેળવીશુ. ગુજરાતી વ્યાકરણમાં મુખ્ય 8 વિભક્તિઓ છે. આપણે ગુજરાતની વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાને અનુલક્ષીને ખુબજ સરળ અને યાદ રહી જાય એ મુજબ વિભક્તિ વિશે જાણીશુ તો ચાલો શરૂ કરીએ.
Read Also:
1. પ્રથમા વિભક્તિ (કર્તા વિભક્તિ)
- નામાર્થે એટલે કે નામના અર્થે તેનો ઉપયોગ થાય છે.
પ્રત્યય: વિના, એ
ક્રિયાનો કરનાર કર્તા હોય છે.
ઉદાહરણ:
- રમેશ પત્ર લખે છે.
- રામે રાવણને માર્યો.
2. દ્વિતીય વિભક્તિ (કર્મ વિભક્તિ)
- ક્રિયાની અસર જેના પર થાય તે કર્મ
પ્રત્યય: વિના, ને
ઉદાહરણ:
- ગોવિંદ વાર્તા વાંચે છે.
- વિદ્યાર્થીઓ શિક્ષકને જુએ છે.
3. તૃતીય વિભક્તિ (કરણ વિભક્તિ)
સાધન, કારણ (ક્રિયા કરવામાં જેનો ઉપયોગ થાય તે.)
ઉદાહરણ:
- તેણે સુડીથી સોપારી કાપી. (સુડી-સાધન છે.)
- તે ટાઢે ઠરી ગયો. (ટાઢે- કારણ છે.)

4. ચતુર્થી વિભક્તિ (સંપ્રદાન વિભક્તિ)
- આપવાની ક્રિયા દર્શાવે છે.
- કોઇને કાજે ક્રિયા થાય.
પ્રત્યય: ને, માટે
ઉદાહરણ:
- રાજ બાહ્મણને ગાય આપે છે.
- પિતાએ બાળક માટે રમકડા લીધા.
5. પંચમી વિભક્તિ (અપાદાન વિભક્તિ)
- છુટા પડવું, દુર જવુ.
પ્રત્યય: થી, માંથી, પરથી
ઉદાહરણ:
- ગંગા હિમાલયમાંથી નીકળે છે.
- હું મુંંબઈથી આવી રહ્યો છું.
- બાબો ધાબા પરથી પડ્યો.
Read Also :
6. ષષ્ઠી વિભક્તિ (સંબંધ વિભક્તિ)
- બે નામ પદનો સંબંધ દર્શાવે છે
પ્રત્યય: નો,નુ, ની, ના)
ઉદાહરણ:
- હું બપોરની ટ્રેનમાં આવું છુ.
- બાળકનું રમકડુ સુંદર છે.
7. સપ્તમી વિભક્તિ (અધિકરણ વિભક્તિ)
- સ્થાન, સીમા દર્શાવે છે.
પ્રત્યય: માં,એ
ઉદાહરણ:
- તે સવારમાં કસરત કરે છે.
- ઋષિએ નદીતીરે આશ્રમ બાંધ્યો.
8. અષ્ઠમી વિભક્તિ (સંબોધન વિભક્તિ)
- સંબોધન કરવા માટે
ઉદાહરણ
- રમણ, અહી આવ
- હે ઇશ્વર, સૌનું કલ્યાણ કરો.

આપણે મહત્વની 8 વિભક્તિઓ વિશે ચર્ચા કરી છે. આપ વિભક્તિઓ વિશે વધુ પ્રેક્ટિસ કરવા માટે કોઇ સારા પ્રકાશનની બૂક વસાવી તે માંંથી ઉદાહરણોની પ્રેક્ટિસ કરી શકો છો. આ સિવાય આપ અમારી ફ્રી મોકટેસ્ટ પણ આપી શકો છો. મિત્રો આર્ટિકલ કેવો લાગ્યો એ વિશે કોમેંટ કરશો અને વધુ લોકો સુધી શેઅર કરશો. ધન્યવાદ.