ગુજરાતમાં વિદ્યાસહાયક ભરતી 2024 (Vidyasahayak Bharati 2024) ની હાલ જાહેરાત આપવામાં આવેલ છે. ઘણા વિદ્યાર્થીઓ આતુરતાથી જેની રાહ જોઇ રહ્યા હતાં જેનો હવે અંત આવી ગયો છે. આ ભરતીમાં ઓનલાઇન ફોર્મ ભરવા અને ભરતી સંબંધિત તમામ માહિતીઓનું આ લેખના માધ્યમથી સમજણ મેળવીશુ.
વિદ્યાસહાયક ભરતી 2024 | Vidyasahayak Bharati 2024
ભરતી કરનાર સંસ્થા | ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ |
નોકરીનું સ્થળ | ગુજરાત રાજ્ય (મેરિટ અને ખાલી જગ્યા અનુસાર) |
અરજી કરવાની તારીખ | 07-11-2024 સવારના 12:00 કલાકથી |
અરજી કરવાની અંતિમ તારીખ | 16-11-2024 બપોરના 15:00 કલાક સુધી |
અરજી કરવાની રીત | ઓનલાઇન – https://vsb.dpegujarat.in |
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા જીલ્લા શિક્ષણ સમિતિ/નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયક (ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 – ગુજરાતી/અન્ય માધ્યમ)ની ભરતી અંગેની જાહેરાત જાહેરાત આપવામાં આવેલ છે. જે નીચે મુજબ છે.
જગ્યાઓનું નામ | જાહેરાત નંબર | વિભાગ | માધ્યમ | કુલ ખાલી પદો |
વિદ્યાસહાયક, વર્ગ-3 | 03/2023 | ધોરણ 1 થી 5 | ગુજરાતી માધ્યમ | 5000 |
વિદ્યાસહાયક, વર્ગ-3 | 04/2023 | ધોરણ 6 થી 8 | ગુજરાતી માધ્યમ | 7000 |
વિદ્યાસહાયક, વર્ગ-3 | 05/2023 | ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 | અન્ય માધ્યમ | 1852 |

વિદ્યાસહાયક ભરતી 2024 । મહત્વની સુચનાઓ
અરજદારી અરજી કરતાં પહેલા વિગતવાર નોટિફિકેશનનો અભ્યાસ કરી લેવાનો રહેશે. અને એ મુજબ જ અરજી કરવાની રહેશે. જાહેરાત અંવયેની કેટલીક સુચનાઓ નીચે મુજબ છે.
- શિક્ષણ વિભાગના તા.29-10-2024 ના પત્રથી મળેલ મંજૂરી અન્વયે આ જાહેરાતમાં માત્ર ફુલ જગ્યાઓ દર્શાવેલ છે. સરકારી પ્રાથમિક શાળાઓના પ્રાથમિક શિક્ષકોના જિલ્લાફેર બદલી કેમ્પની કાર્યવાહી પૂર્ણ થયેથી તમામ જિલ્લા/નગર શિક્ષણ સમિતિના રોસ્ટર આધારિત માંગણાપત્રક મેળવી માધ્યમવાર, વિભાગવાર, વિષયવાર અને કેટેગરીવાર જગ્યાઓ જિલ્લા પસંદગી કાર્યવાહી શરૂ થતાં પહેલાં વેબસાઈટ ઉપર મુકવામાં આવશે.
- ભરતી અંગેનું ઓન-લાઇન અરજી પત્રક વેબસાઇટ https:/vsb.dpegujarat.in ઉપર તા.07-11-2024 સવારના 12:00 કલાકથી તા.16-11-2024 ના રોજ બપોરના 15:00 કલાક સુધી ભરી શકાશે.
- શૈક્ષણિક લાયકાત, પગાર-ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છુટછાટ, પસંદગી પ્રક્રિયાના નિયમો, સ્વીકારકેન્દ્રોની યાદી, ઓનલાઇન અરજીપત્ર ભરવા માટેની સુચનાઓ અને સામાન્ય સુચનાઓ તેમજ ભરતી સંદર્ભે જરૂરી તમામ ઠરાવો/પરિપત્રો ઉપરોક્ત વેબસાઇટ પર ઉપલબ્ધ છે. તેનો કાળજીપૂર્વક અભ્યાસ કરીને જ અરજી કરવાની રહેશે.
- સ્વીકાર કેન્દ્રમાં અરજીપત્ર જમા કરાવવાની છેલ્લી તા.19-11-2024 ના રોજ 17:00 ક્લાક સુધી છે. (જાહેર રજાના દિવસ સિવાય)
વિદ્યાસહાયક ભરતી 2024 | મહત્વની લિંક । Important Links
ઓનલાઇન અરજી કરવાની લિંક
અંતમાં, જો આપ લાયકાત ધરાવો છો તો સમયમર્યાદામાં અરજી કરી દેવાની રહેશે. અરજી કરતાં પહેલા વિગતવાર જાહેરાતનો અભ્યાસ કરી લેવો જેથી આગળ જતાં કોઇ પણ સમસ્યાનો સામનો ન કરવો પડે. ઓનલાઇન અરજીમાં ખાસ કરીને જન્મ તારીખ, લાયકાત, જાતિની મહત્વની બાબતો ખુબજ શાંતિથી ભરવી. આશા રાખુ છુ આ આર્ટિકલ આપને ઉપયોગી થયો હશે.
Faqs : વિદ્યાસહાયક ભરતી 2024
વિદ્યાસહાયક ભરતી 2024 ની અરજી કરવાની તારીખ કઈ છે ?
07-11-2024 સવારના 12:00 કલાકથી
વિદ્યાસહાયક ભરતી 2024 અરજી કરવાની અંતિમ તારીખ કઈ છે ?
16-11-2024 બપોરના 15:00 કલાક સુધી
વિદ્યાસહાયક ભરતી 2024 અરજી કરવાની રીત કઈ છે ?
આ ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. જે https://vsb.dpegujarat.in વેબસાઇટથી ભરી શકાશે.
વિદ્યાસહાયક ભરતી 2024 માં ધોરણ 1 થી 5ની ગુજરાતી માધ્યમમાં કેટલી જગ્યાઓ છે.
5000 જગ્યાઓ છે.