મિત્રો, Viram Chinh એ ગુજરાતી વ્યાકરણમાં ખુબજ અગત્યનો મુદ્દો છે. પરીક્ષાલક્ષી વાત કરીએ તો દરેક પરીક્ષામાં આ મુદ્દા અંતર્ગત પ્રશ્ન પૂછવામાં આવતા હોય છે. ખાસ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડની પરીક્ષમાં આ મુદ્દામાંથી પ્રશ્ના પૂછવામાં આવતા હોય છે. આ આર્ટિકલના માધ્યમથી આપણે પરીક્ષાલક્ષી વિરામ ચિહ્ન વિશે વિગતવાર માહિતી મેળવીશુ.
ભાષા બોલતી વખતે તેના અર્થને સ્પષ્ટ રીતે સમજવામાં વિરામચિહ્નનો ઉપયોગ કરવામાં આવતા હોય છે. ચિહ્નનો ઉપયોગ વાક્યમાં યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવામાં આવતા વાક્યના ભાવને સમજવામાં મદદ મળે છે અને વાચક સુધી યથાર્થ રીતે એનો અર્થ પહોંચી શકે છે.
Table of Contents
Viram Chinh । વિરામ ચિહ્ન અને તેના પ્રકાર
1. પૂર્ણવિરામ: ( . )
- એક કથન કે વિચાર પુર્ણ થાય ત્યારે પૂર્ણવિરામનો ઉપયોગ થાય છે.
- સામાન્ય રીતે સાદુ વાક્ય પુર્ણ વિરામથી બને છે.
- આ સિવાય કહેવતનાં અંતે પૂર્ણ વિરામનો ઉપયોગ થાય છે.
ઉદાહરણ :
- દાદા કેસરીસિંહનો ભુતકાળ ભવ્ય હતો.
- અયાંશ ઊંચો અને દેખાવડો હતો.
- દુ:ખમાં ફસાયેલા લોકો મારી પાસે આવે છે.
2. લોપચિહ્ન: ( ‘ )
શબ્દમાં અક્ષરનો લોપ દર્શાવે છે.
ઉદાહરણ:
- અશોક નિયમિત રીતે શાળામાં જતો ન’તો. (નહતો)
- ભાઇ રે! – નિત્ય રે’વુ સતસંગમાં ને.

3. ગુરુરેખા (-)
- પહેલા વસ્તુ પછી સંખ્યા આવે છે.
- વસ્તુઓની ગણતી કરવા માટે.
ઉદાહરણ:
- હવા, પાણી ને ખોરાક – આ ત્ર્ણ વિના ચાલે નહી.
- તે કેવી નમણી છે – નાગરવેલ જેવી.
4. ગુરુવિરામ ( : )
ગણતરી કરવા.
- દાત. દિશાઓ ચાર છે: પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ
અવતરણ ટાંકવા માટે.
- ગાંધીજીએ કહ્યું : ‘સત્ય એજ ઇશ્વર છે.’
મુખ્ય અને ગૌણ શીર્ષકને અલગ કરવાં.
- ભારત: રાજકીય અને પ્રાકૃતિક છે.
કોઇ બાબતને સ્પષ્ટ કરવા.
- મારે એક જ કામ છે: તમને મળવું.
Read Also:
5. અર્ધવિરામ ( ; )
અલ્પવિરામ કરતા6 વધારે અને પૂર્ણ વિરામ કરતા ઓછું અટકવાનું હોય ત્યારે અર્ધવિરામનો ઉપયોગ થાય છે.
- શાળા આજે વહેલી છૂટી ગઈ; બાળકો વહેલા પહોંચી ગયા.
વાક્ય લાંબુ હોય ત્યારે
શિક્ષકે તોફાની વિદ્યાર્થીનો એકરાર સંભળાવ્યો; તેની વાણીમાં પશ્ચાતાપ જોયો અને શિક્ષકે તેને માફ કરી દીધો.
6. ઉદગાર ચિહ્ન ( ! )
લાગણો દર્શાવવા ઉદગાર ચિહ્નનો ઉપયોગ થાય છે.
- વાહ ! કેટલું સરસ !
7. અવતરણ ચિહ્ન ( ” ” ) ( ‘ ‘ )
બોલેલા શબ્દો કે કોઇના દ્વારા કહેવાયેલી વાત ને તેનાજ શબ્દોમાં રજુ કરવા માટે અવતરણ ચિહ્ન નો ઉપયોગ થાય છે.
- સ્વામી વિવિકાનંદે કહ્યુ છે કે, ‘ ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.’
ગ્રંથ, તખલ્લુસ, સામયિક કે ખાસ નામ અપાયેલ હોય તેવા શબ્દો પર ભાર મુકવા અવતરણ ચિહ્નનો ઉપયોગ થાય છે.
- નર્મદે ‘ડાંડિયો’ નામનું પ્રથમ પાક્ષિક શરૂ કર્યુ.
8. અલ્પવિરામ ( , )
જ્યારે વાક્યમાં પુરુપુરુ નહિ પરંતુ થોડું અટકવાનું હોઇ ત્યારે અલ્પવિરામનો ઉપયોગ થાય છે.
- દા.ત. રમેશ, મહેશ, સુરેશ અને યોગેશ પ્રવાસે જતા હતા.

મિત્રો, આપણે મહત્વના વિરામ ચિહ્ન વિશે ચર્ચા કરી છે. આશા રાખુ છુ આપને આ લેખ ગમ્યો હશે. જો આપને અંગે કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો અને સાથોસાથ અન્ય સાથીમિત્રો સુધી પહોંચાડશો. ગુજરાતી વ્યાકરણ પ્રેક્ટિસનો વિષય છે. આપ વધુમાં વધુ પ્રેક્ટિસથી તમારી પરીક્ષાની તૈયારી મજબુત કરી શક્શો. આ સિવાય આપ અમારી મોકટેસ્ટ પણ આપી શક્શો. ધન્યવાદ.