વિશેષણ (visheshan in gujarati) ગુજરાતમાં દરેક સ્પર્ધાત્મક પરીક્ષા અને ગુજરાતી ભાષાના પેપરમાં પુછાય છે. અન્ય ટોપિકની જેમ જ વિશેષણ પણ ખુબજ સરળ છે. કેટલાક નિયમો સમજણપુર્વક વાંચી લીધા એટલે વિશેષણના માર્ક્સ તો પાક્કા થઈ જશે. આ આર્ટિકલમાં આપણે વિશેષણને ખુબજ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીશુ જેથી તમે પરીક્ષામાં યાદ કરી શકો. તો ચાલો શરૂ કરીએ.
Table of Contents
વિશેષણ એટલે શુ ? ( visheshan in gujarati) :
- વિશેષણ : નામના અર્થમાં વધારો કરે તે વિશેષણ. (દા.ત. સફેદ ફુલ – અહીં સફેદ એ વિશેષણ છે. જ્યારે ફુલ નામ છે. ફુલ છે જે સફેદ છે.)
- વિશેષ્ય: પદના અર્થમાં જે વધારો કરે તે વિશેષ્ય.
1. ગુણવાચક વિશેષણ:
ગુણ રંગ, કદ, આકાર દર્શાવે છે.
ઉદાહરણ:
- મને રંગીન ફુલ ગમે છે. (ફુલ છે પણ રંગીન છે. જે ફુલના અર્થમાં વધારો કરે છે. )
- હસતો ચહેરો સૌને ગમે છે.
Read Also
2. સંખ્યાવાચક વિશેષણ
નિશ્ચિત કે અનિશ્ચિત સંખ્યા દર્શાવે છે.
ઉદાહરણ :
- ઘણા છોકરાઓ બેઠાં છે.
- વીસ છોકરાઓ જાય છે.
3. પરિમાણવાચક વિશેષણ /પ્રમાણવાચક/માપવાચક
માપ દર્શાવે છે. (થોડુ દુધ, વધારે ચા, ઘણુ દુ:ખ, તીવ્ર ઇચ્છા)
ઉદાહરણ
- તપેલીમાં થોડુ દુધ છે.
- પિતાજીએ ઘણુ દુ:ખ સહન કર્યુ હતુ.

4. પ્રશ્નવાચક વિશેષણ
વિશેષણ નો ઉપયોગ પ્રશ્ન પૂછવા થાય.
ઉદાહરણ:
- તમે કેવી વાત કરો છો ?
- તમારો શો અભિપ્રાય છે?
5. સાપેક્ષ વિશેષણ/સબંધક વિશેષણ
સાપેક્ષ સર્વનામ જેવા કે જેવા-તેવા, જેવો-તેવો વગેરે આવે ત્યારે સાપેક્ષ સર્વનામ વપરાય છે.
ઉદાહરણ :
- જેવા બી વાવશો તેવા ફળ લણશો.
- જેવો સંગ તેવો રંગ.
Read Also
6. સાર્વનામિક વિશેષણ
સર્વનામનો વિશેષણ તરીકે ઉપયોગ થાય છે.
- આ અમારી શાળા છે.
- પેલું તમારું ઘર છે.
7. ક્રમવાચક વિશેષણ (kriya visheshan in gujarati)
ક્રમ દર્શાવે છે.
ઉદાહરણ:
- પહેલો છોકરો અહીં આવે છે.

મિત્રો, આપણે મહત્વના વિશેષણ ની ચર્ચા કરી. ગુજરાતની કોઇ પણ પરીક્ષામાં વિશેષણ પુછવામાં આવતા હોય છે. તેથી તૈયારી કરવી જરૂરી છે. હું હંમેશા કહુ છુ તેમ હાલ સ્પર્ધા ખુબજ વધી ગઈ છે. એવા સંજોગોમાં કોઇ પણ ટોપિક સાવ છોડી શકાય નહી. વિશેષણની તૈયારી કરવી ખુબજ સરળ છે. તેમ છતા કોઇ મુંઝવણ હોય તો જરૂર કોમેન્ટ કરશો. અને અન્ય મિત્રો ને પણ આ આર્ટિકલ અંગે માહિતગાર કરશો.