જીપીએસસી પરીક્ષા (GPSC exam) એ ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ-2 ની સરકારી ભરતી માટેની મુખ્ય પરીક્ષા છે. GPSC નું પુરુ નામ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (Gujarat Public Service Commission) છે. આપ આ લેખ સુધી પહોંચી ગયા છો તો જરૂર આપ જીપીએસસી પરીક્ષા વિશે વિગતે જાણવા આતુર છો એવુ માનવાને કારણ છે. મિત્રો, GPSC Exam ગુજરાત સરકારમાં વર્ગ-1 થી સુપર ક્લાસ 3 સુધી સરકારી નોકરી માટે સુવર્ણ અવસર આપે છે. આ પરીક્ષા પાસ કરી આપ સરકારમાં સારા પદ પર નોકરી કરી શકો છે. તો ચાલો આ લેખના માધ્યમથી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનના અનેક સવાલોના જવાબો શોધવાનો પ્રયત્ન કરીએ.
Table of Contents
GPSC સંસ્થા વિશે મહત્વની બાબતો.
Gujarat Public Service commission ગુજરાતમાં વર્ગ 1 અને વર્ગ 2 ની સરકારી ભરતી કરતી મુખ્ય સંંસ્થા છે. જીપીએસસી ગુજરાત રાજ્યમાં ભરતી, બઢતી કરી રાજ્ય સરકારમાં ઉચ્ચ હોદ્દાઓ પર નિષ્પક્ષ અને સ્વતંત્ર ઉમેદવારોની નિમણુંક કરે
GPSC Official Website (જીપીએસસીની અધિકારિક વેબસાઇટ)
- GPSC ની અધિકારિક વેબસાઇટ – https://gpsc.gujarat.gov.in
- જુની વેબસાઇટ- https://gpsc.gujarat.gov.in/Archieved/default.html
Address of GPSC – જીપીએસસીનું સરનામુ
- SECTOR 10-A, NEAR CHH-3 CIRCLE, CHH ROAD, GANDHINAGAR – 382010Gujarat. India.
- Email :- ps2sec-gpsc-ahd@gujarat.gov.in
- Phone No- +91 79 232 58980, +91 79 232 58979
GPSC exam calendar 2025 (જીપીએસસી કેલેન્ડર 2025)
જીપીએસસી વર્ષમાં એક ભરતી કેલેંડર બહાર પાડે છે. જેમાં વર્ષ દરમિયાન યોજવામાં આવનાર પ્રાથમિક, મુખ્ય અને ઇન્ટરવ્યુની સંભવિત તારીખો દર્શાવેલ હોય છે. આ ભરતી કેલેંડરથી સરકારી નોકરીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સુનિશ્ચિત થઈ જાય છે કે આવનાર સમયમાં તેઓની શૈક્ષણિક લાયકાત અનુસાર કઈ કઈ પરીક્ષા આપી શકાશે. છેલ્લા 5-6 વર્ષથી નિયમિત ભરતી માટે આ કેલેંડર બહાર પાડવામાં આવે છે. વર્ષ 2024-25 નું કેલેંડર પણ હાલ જાન્યુઆરી માસમાં જાહેર કરવામાં આવેલ છે.
GPSC Calender
GPSC Post List (જીપીએસસીની મુખ્ય સંવર્ગ)

GPSC Class 1 List
જીપીએસસી દ્વારા ભરતી કરવામાં આવતી વર્ગ-1 ની જગ્યાઓ વિશે માહિતી મેળવતા પહેલા આપે એ જાણી લેવુ જરૂરી છે. કે વર્ગ-1 ની જગ્યાઓ એટલે કઈ જગ્યાઓ?
સામાન્ય રીતે આપણે જેને ગેઝેટેડ ઓફિસર તરીકે ઓળખીએ છીએ તેઓ વર્ગ-1 અધિકારી હોય છે. આ અધિકારીઓનો ભરતીનો આદેશ ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે. જે રાજ્યપાલના નામથી હોય છે.
આ તમામ જગ્યાઓ ગુજરાત વહીવટી સેવાઓની હોય છે. ગુજરાત વહીવટી સેવાઓની જગ્યાઓ જીલ્લા અને રાજ્ય લેવલે હોય છે. તેઓ તેમના ડિપાર્ટમેંટ મુજબ રેવન્યુનો વહીવટ, કાયદો અને વ્યવસ્થા, સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ પોલીસિસનો અમલ કરાવવો, ઓફિસમાં તેમના તાબા હેઠળના કર્મચારીની વહીવટી કામગીરી પર દેખરેખ વગેરે જેવી કામગીરી કરવાની હોય છે.
- ડેપ્યુટી કલેક્ટર (ગુજરાત વહીવટી સેવા)
- નાયબ પોલીસ અધિક્ષક
- જિલ્લા રજીસ્ટાર
- નાયબ નિયામક
- સહાયક રાજ્ય વેરા કમિશનર
- ડેન્ટલ સર્જન
- જનરલ સર્જન
- ફીજીશીયન
- નેત્ર સર્જન
- ડર્મેટોલોજિસ્ટ
- ઓર્થોપેડિક સર્જન
- ગાયનેકોલોજિસ્ટ
- એનેસ્થેટેસ્ટ
- મદદનીશ કમિશનર
- અધીક્ષક નશાબંધી અને આબકારી
- ગુજરાત ઇજનેરી સેવા
- મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1
- કાર્ડિયોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1
- સી.ટીએ. સર્જરીના પ્રાધ્યાપક, વર્ગ-1
- ઇમ્યુનો હિમેટોલિજી એન્ડ બ્લડ ટ્રાંસફ્યુઝન ના પ્રાધ્યાપક વર્ગ-1
- મદદનીશ ચેરિટી કમિશનર, વર્ગ-1 (કાયદા વિભાગ)
- નાયબ નિયામક (આઇ. ટી.), વર્ગ-1 (વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ)
- ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1
- પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-1
- પેડોડોંસીયા એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1
- ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-1
- પેરિયોડોંતોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ-1)
- નાણાકીય સલાહકાર, ગ્રેડ-1, વર્ગ-1, ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC)
- વ્યાખ્યાતા (લેક્ચરર) (સિલેકશન સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-1
- આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-1
- મદદનીશ શ્રમ આયુક્ત, વર્ગ-1
- હિસાબી અધિકારી વર્ગ-1
GPSC Class 2 List
જીપીએસસી વર્ગ-2 ની જગ્યાઓ ખાસ કરીને તાલુકા લેવલે હોય છે. તેઓ પણ ગેઝેટેડ અધિકારી કહેવાય છે. ખાસ કરીને તો વહીવટી અધિકારી કે વર્ગ-1 અધિકારીના તાબા નીચે કાર્ય કરે છે.
- Mamlatdar (મામલતદાર)
- State Tax Officer (રાજ્ય વેરા અધિકારી)
- Taluka Development Officer( તાલુકા વિકાસ અધિકારી)
- Tribal Development Officer (આદિજાતિ વિકાસ અધિકારી)
GPSC Class 3 List
આ સિવાય વર્ગ-3 માં ભરતી પરીક્ષાઓ યોજીને ભરતી કરવામાં આવે છે. જેને સામાન્ય રીતે આપણે સુપર ક્લાસ-3 કહીએ છીએ. જેનો ગ્રેડ પે 4400 હોય છે. જે પરીક્ષાઓ નીચે મુજબ છે.
- નાયબ સેક્શન ઓફિસર, વર્ગ-3 (Dy. SO)
- નાયબ મામલતદાર, વર્ગ-3 (Dy. Mamlatdar)
- નાયબ સેક્શન અધિકારી (કાયદાકીય) વર્ગ-3
- ભાષા નિયામકની કચેરીમાં ભાષાંતરકાર/સંશોધન મદદનીશ, વર્ગ-૩
- ગુજરાત વિધાનસભા સચિવાલયમાં ભાષાંતરકાર,વર્ગ-૩
- કાયદા વિભાગ હેઠળના ભાષાંતરકાર, વર્ગ-૩
- માહિતી ખાતાના ભાષાંતરકાર, વર્ગ-૩
- સહાયક મોટર વાહન નિરીક્ષક, વર્ગ-૩
GPSC exam pattern (જીપીએસસી પરીક્ષા પેટર્ન)
જીપીએસસી દ્વારા ત્રણ સ્તરીય પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. પ્રાથમિક (Prilims), મુખ્ય (Mains) અને ઇન્ટરવ્યુ (Interview). આ ત્રણેય પરીક્ષાઓ વિશે નીચે મુજબ ટુંકમાં સમજીએ.
પ્રાથમિક પરીક્ષા (Primary Examination):
પ્રાથમિક પરીક્ષામાં 1 પ્રશ્નપત્ર હેતુલક્ષી હોય છે. જે OMR (Optical mark recognition) પધ્ધતિથી પરીક્ષા લેવામાં આવે છે. જે 200 માર્કનું હોય છે. જેનો સમયગાળો 3 કલાક હોય છે. પ્રાથમિક પરીક્ષા ઉત્તીર્ણ થયા બાદ જ આપ મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાઇ થઇ શકશો.

મુખ્ય પરીક્ષા (Main Examination):
પ્રાથમિક પરીક્ષા ક્વોલિફાઇ થયા બાદ જ મુખ્ય પરીક્ષા આપી શકાય છે. આયોગ દ્વારા પ્રાથમિક કસોટીમાં ક્વોલિફાઇ કરેલ ઉમેદવારની યાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. મુખ્ય પરીક્ષામાં 7 પ્રશ્નપત્રો વર્ણાત્મક હોય છે. એટલે કે આ લેખિત પરીક્ષા છે. આ પરીક્ષા માં ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પેપર 300 માર્ક્સના તથા સામાન્ય અભ્યાસ અને નિંબંધ ના પ્રશ્નપત્ર 250 માર્કના હોય છે જેનો સમયગાળો 3 કલાક હોય છે. આ તમામ ફેરફાર વર્ષ 2025 થી કરવામાં આવેલ છે.
ઇન્ટરવ્યુ (Interview-Personality Test):
આ પરીક્ષાનું છેલ્લુ પગથિયું છે. મુખ્ય પરીક્ષા પાસ કર્યા બાદ આપ ઇન્ટરવ્યુ માટે ક્વોલિફાઇ થઈ શકશો. ઇન્ટરવ્યુ કુલ 150 ગુણનું હોય છે. ઇન્ટરવ્યુ બાદ આયોગ દ્વારા મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે છે. જેમાં લાયક ઉમેદવારોની યાદી પ્રસિધ્ધ કરવામાં આવે છે.
નોંધ: ઘણી પરીક્ષાઓ જીપીએસસી દ્વારા બે સ્તરીય પરીક્ષાઓ હોય છે. એટલે કે પ્રાથમિક પરીક્ષા અને ઇન્ટરવ્યુ પરીક્ષાના આધારે આપ વર્ગ-2 ની નોકરીમાં જોડાય શકો છો. દા.ત. હાલમાં ટ્રાઇબલ ડેવલોપ ઓફિસર વર્ગ-2 ની પરીક્ષા આ પ્રમાણે યોજવામાં આવી હતી. આ સિવાય CDPO વર્ગ-2 ની ભરતી પણ આ પધ્ધ્તિથી કરવામાં આવેલ હતી.
gpsc syllabus 2025 (જીપીએસસીનો અભ્યાસક્રમ):

ઉપર આપણે જોયુ તેમ પ્રાથમિક, મુખ્ય અને ઇંટરવ્યુ એમ ત્રણ પરીક્ષાઓ હોય છે. જેમાં નીચે મુજબનો અભ્યાસક્રમ રહેશે.
Prelims Exam Syllabus | પ્રાથમિક પરીક્ષાનો અભ્યાસક્રમ
પ્રાથમિક પરીક્ષા માટે હાલમાં જીપીએસસી દ્વારા સામાન્ય અભ્યાસક્રમ જાહેર કરવામાં આવલ છે. જેમા નીચે મુજ્બના મુખ્ય વિષયો રહેલ છે. પરીક્ષાની પેટર્ન શુ રહેશે એ અંગે હજુ સુધી જાહેરાત કરવામાં આવેલ નથી.
- ઇતિહાસ અને સંસ્કૃતિ
- ભારતની રાજ્ય વ્યવસ્થા, બંધારણ સામાજિક ન્યાય અને આંતરરાષ્ટ્રીય સંબંધો.
- તાર્કિક અને બૌધ્ધિક ક્ષમતા.
- ભારત અને ગુજરાતનું અર્થતંત્ર
- ભુગોળ
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- સામાન્ય જ્ઞાન તથા પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના સાંપ્રત ઘટનાઓ.
વિગતવાર સામાન્ય અભ્યાસ નો અભ્યાસક્રમ ડાઉનલોડ કરો.
Mains Examination (મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ):
પ્રાથમિક પરીક્ષામાં આપ પાસ થઈને મેરિટ લિસ્ટમાં આવો છો તો તમને મુખ્ય પરીક્ષામાં બેસવા માટે તક આપવામાં આવેલ છે. મુખ્ય પરીક્ષા વર્ણાનાત્મક હોય છે. એટલે કે અહી તમારી પરીક્ષા લખવાની હોય છે. જેના આધારે તમારુ માર્કિંગ થાય છે. આ પરીક્ષામાં મેળવેલ માર્કસના આધારે તમારુ મેરિટ બને છે. પ્રાથમિક પરીક્ષા ફક્ત ક્વોલિફાઇ કરવા માટે છે. જ્યારે મુખ્ય પરીક્ષાથી આપનું મેરિટ બને છે. મુખ્ય પરિક્ષાનો અભ્યાસક્રમ નીચે મુજબ છે.
પ્રશ્નપત્ર-1 ગુજરાતી (વર્ણાત્મક):
- નિબંધ
- વિચારવિસ્તાર
- સંક્ષેપીકરણ
- ગદ્ય સમીક્ષા
- ઔપચારિક ભાષણો તૈયાર કરવા
- પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા
- પત્રલેખન
- ચર્ચાપત્ર (વર્તમાન પત્રો માં આવતી પ્રજાલક્ષી સમસ્યાનો વ્યક્તિગત અભિપ્રાય)
- દ્રશ્ય આલેખન
- અહેવાલ લેખન
- સંવાદ કૌશલ્ય
- ભાષાતંર (અંગ્રેજી માંથી ગુજરાતી)
- ગુજરાતી વ્યાકરણ
પ્રશ્નપત્ર-2 અંગ્રેજી (વર્ણાત્મક):
- ESSAY
- LETTER WRITING
- PRESS RELEASE/APPEAL
- REPORT WRITING
- WRITING ON VISUAL INFORMATION
- FORMAL SPEECH
- PRECIS WRITING
- READING COMPREHENSION
- ENGLISH GRAMMAR
- TRANSLATION(Gujarati to English)
પ્રશ્નપત્ર-3 નિબંધ (Essay):
આ પ્રશ્ન પત્ર તમારુ વાંચન કેટલુ છે. અને આપ દરેક સમસ્યાને કઈ રીતે સમજો છો તેની કસોટી છે. નિબંધ પ્રશ્ન પત્રમાં નીચે મુજબના મુધ્ધાઓ આવરી લેવામાં આવેલા છે.
- સાંપ્રત ઘટનાઓ
- સામાજિક રાજનૈતિક બાબતો
- સામાજિક આર્થિક બાબતો
- સામાજિક પર્યાવરણની બાબતો
- સાંસ્કૃતિક અને ઐતિહાસિક પાસાઓ
- નાગરિક જાગરૂકતા
- ચિંતનાત્મક મુધ્ધાઓ
પ્રશ્નપત્ર-4 (સામાન્ય અભ્યાસ-1):
- ભારતનો ઇતિહાસ
- સાંસ્કૃતિક વારસો
- ભુગોળ
પ્રશ્નપત્ર-5 (સામાન્ય અભ્યાસ-2):
- ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ
- લોકપ્રકાશન અને શાસન
- લોકસેવામાં નીતિશાસ્ત્ર
પ્રશ્નપત્ર-6 (સામાન્ય અભ્યાસ-3):
- વિજ્ઞાન અને ટેકનોલોજી
- ભારતીય અર્થતંત્ર અને આયોજન
- પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ
પ્રશ્નપત્ર-7 (સામાન્ય અભ્યાસ-4):
Qualification for GPSC exam (જીપીએસસી માટે લાયકાત)
સામાન્ય રીતે જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષાની શૈક્ષણિક લાયકાત સ્નાતક હોય છે. તેમ છતા જીપીએસસી દ્વારા કેટલીક ટેકનીકલ પોસ્ટ માટેની લાયકાત અલગ અલગ હોય છે.
GPSC Age | ઉંમર
ગુજરાતમાં GPSC દ્વારા જાહેર કરવામાં આવતી જાહેરાતો માં નીચે મુજબની વયમર્યાદાની છુટછાટ આપવામાં આવે છે.
- ઉંમર જાહેરાતમાં દર્શાવેલ અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ગણવામાં આવશે.
- અરજી સ્વીકારવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે 20 વર્ષ પુરા કરેલા હોવા જોઇએ અને 36 વર્ષ પુરા કરેલ ન હોવા જોઇએ.
ક્રમ | ઉમેદવારની કેટેગરી | વયમર્યાદા માં છુટછાટ |
1 | મુળ ગુજરાતના SC ST SEBC અને EWS | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
2 | મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારો | દસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ) |
3 | બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારો | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
4 | માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓ | સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ |
5 | દિવ્યાંગ ઉમેદવારો | દસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
6 | ગુજરાત સરકારના કર્મચારીઓ | ઉપલી વય મર્યાદામાં કોઇ પણ પ્રકારની છૂટછાટ મળવાપાત્ર નથી. |
GPSC Qualification | જીપીએસસી માટેની લાયકાત
- કોઇ પણ સ્નાતક (આર્ટસ, કોમર્સ કે સાયન્સ) આ ભરતી માટે અરજી કરી શકે છે.
- આ માટે ઉમેદવારે સ્નાતકના ત્રણ વર્ષ પુરા કરેલા હોવા જોઇએ તથા તેમની પાસે તેની માર્કશીટ હોવી જરૂરી છે.
Nationality | રાષ્ટ્રીયતા
- કોઇ પણ ભારતીય અરજી કરી શકે છે.
- કેટલાક કેસોમાં નેપાળ અને ભુતાનના ઉમેદવારો અરજી કરી શકે છે. તે માટે નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવો.
GPSC online application (ઓનલાઇન એપ્લીકેશન કેવી રીતે કરવું ?
ઉમેદવારો એ જ્યારે ભરતીની જાહેરાત થાય ત્યારે https://gpsc-ojas.gujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની હોય છે. ઓનલાઇન અરજી કરતા સમયે નીચેના સ્ટેપ્સને અનુસરવાના હોય છે.
GPSC Ojas Apply Online
- આ વિભાગમાં ઉમેદવારની માહિતી, સંદેશા વ્યવહારની માહિતી, અન્ય માહિતી જેવી કે સ્પોર્ટ્સ, દિવ્યાંંગતા હોય તો તેની વિગતો, વિધવા, હાલમાં સરકારી નોકરી કરતાં હોય તો તેની વિગતો તેમજ શૈક્ષણિક લાયકાત, ભાષાની જાણકારી વગેરી જેવી બાબતો આપવાની હોય છે.
- ત્યારબાદ ઉમેદવારો એ ફોટો અને સહી અપલોડ કરવાની હોય છે. જેનું ફોર્મેટ નીચે મુજ્બ હોય છે.

- ઉમેદવારોએ અરજીમાં આવેલી તમામ વિગતો ધ્યાનપુર્વક ભરવી જો કોઇ ભુલ હોય તો Edit કરવાની હોય છે.
- ત્યારબાદ અરજી કંફર્મ કરવાની હોય છે. આમ સમગ્ર પ્રક્રિયા પુર્ણ કરી અંતે તેની પ્રિંટ મેળવી લેવાની હોય છે.
GPSC Admit Card
જે ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરી હશે તેઓને જ્યારે પરીક્ષાની તારીખ જાહેર થાય ત્યારે પરીક્ષા હોલમાં એક ડોક્યુમેંટ સાથે રાખવાનું હોય છે. જેને આપણે એડમિટ કાર્ડ (GPSC Admit Card) કહીએ છીએ. Admit Card ઓજસ પોર્ટલ પરથી ડાઉનલોડ કરવાનું હોય છે.
Admit Card માં નીચેની વિગતો હોય છે.
- પરીક્ષાર્થીનું આખુ નામ
- પરીક્ષાર્થીનું સરનામુ
- પાસપોર્ટ સાઇઝનો ફોટો
- ફોટોની નીચે સહી
- પરીક્ષાર્થીની કેટેગરી
- રોલ નંબર
- રજીસ્ટ્રેશન નંબર
- જન્મ તારીખ
- પરીક્ષાની તારીખ
- પરીક્ષાનો સમય
- પરીક્ષાનું કેન્દ્ર
- ઉમેદવારની સહી
- વર્ગ નિરીક્ષકની સહી
- જરૂરી સુચનાઓ
મિત્રો, આશા રાખુ છુ આ આર્ટિકલ આપને ગમ્યો હશે. સરકારી નોકરી મેળવવી એ ઘણા વિદ્યાર્થીઓનું સપનું હોય છે. સરકારી નોકરી જીવનમાં ઘણી સ્થિરતા આપે છે. અને સાથે સુરક્ષા પણ આપે છે. જો આપ આ પરીક્ષામાં રસ ધરાવો છો તો યોગ્ય આયોજન કરી આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકો છો.
Government job
Yes! it is Gujarat Government class 1-2 Job.
I have one question about GPSC exam relevant in this exam candidate clear both prelims and mains and also clear interview then tha candidate where give the job ? Where will their posting and which year after transferring in this type of job role ? Last question is GPSC qualify candidate have permanent job role ?
ગુજરાતમાં જાહેર સેવા આયોગ વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતી કરતી મુખ્ય સંસ્થા છે. જો આપ જીપીએસસી દ્વારા લેવામાં આવતી પરીક્ષા પાસ કરીને મેરિટમાં આવો છો તો આપના મેરિટના આધારે પસંદગીની જોબ મળી શકશે જેમ કે, નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, સહાયક રાજ્ય વેરા કમિશનર અને અન્ય વર્ગ-1 કે વર્ગ-2 ની નોકરી. આપે પસંદ કરેલ પોસ્ટના આધારે તમને ગુજરાતમાં જોબ મળશે. સરકારના નિયમ મુજબ 2 વર્ષની નોકરી પછી તમારી બદલી થઇ શકે છે. વર્ગ-1 અને વર્ગ-2 ની નોકરીમાં 2 વર્ષ પ્રોબેશન પિરિયડ હોય છે. બાદ કાયમી નિમણુક આપવામાં આવે છે.
GS 4 SAYLLBUS