GPSC Class 1 Post List જાણવી એ વર્ગ-1 અને વર્ગ-2 ની તૈયારી કરનાર દરેક પરીક્ષાર્થીઓ માટે ખુબજ જરૂરી છે. જો આપ સરકારી વિભાગોમાં નોકરી કરવા ઇચ્છો છો તો આપના માટે એ જાણવું જરૂરી છે કે સરકારી તંત્ર કેવી રીતે કામ કરે છે. એમા કેટલા ડિપાર્ટમેંટ આવેલા છે. અને ડિપાર્ટમેંટ મુજબની કામગીરી શુ છે?
GPSC- Gujarat Public Service Commission (ગુજરાત જાહેર સેવા આયોગ) એ ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતી કરતી મુખ્ય સંસ્થા છે. ભારતના બંધારણના આર્ટિકલ-315 મુજબ એની રચના કરવામાં આવેલ છે. આ સંસ્થા ગુજરાતમાં વહીવટી શાસન માટે વર્ગ-1 ના હોદ્દાઓ પર યોગ્ય ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા હાથ ધરી સરકારના દરેક ખાતાઓ માટે ઉમેદવારોની ભરતીઓ કરે છે.
આપણે આ આર્ટિકલના માધ્યમથી GPSC Class 1 Post List નીચે મુજબ છે. આ તમામ અધિકારીઓ ગુજરાત વહીવટી સેવા અને મુલ્કી સેવાઓ સાથે સંકળાયેલા હોય છે. સામાન્ય રીતે આ તમામ અધિકારીઓને આપણે ગેઝેટેડ ઓફિસર તરીકે પણ ઓળખીએ છીએ. જિલ્લા કક્ષાએ આવેલ વિવિધ ખાતાની કચેરીઓના વડા ખાસ કરીને વર્ગ-1 હોય છે.
GPSC Class 1 Post List | ગુજરાત જાહેર સેવા આયોગ પોસ્ટ લિસ્ટ
ક્રમ | જગ્યાનું નામ । GPSC Class-1 Post list |
1 | ડેપ્યુટી કલેક્ટર (ગુજરાત વહીવટી સેવા) |
2 | નાયબ પોલીસ અધિક્ષક |
3 | જિલ્લા રજીસ્ટાર |
4 | નાયબ નિયામક |
5 | સહાયક રાજ્ય વેરા કમિશનર |
6 | નાયબ નિયામક |
7 | ડેન્ટલ સર્જન |
8 | જનરલ સર્જન |
9 | ફીજીશીયન |
10 | નેત્ર સર્જન |
11 | ડર્મેટોલોજિસ્ટ |
12 | ઓર્થોપેડિક સર્જન |
13 | ગાયનેકોલોજિસ્ટ |
14 | એનેસ્થેટેસ્ટ |
15 | મદદનીશ કમિશનર |
16 | અધીક્ષક નશાબંધી અને આબકારી |
17 | ગુજરાત ઇજનેરી સેવા |
18 | મેડિકલ ગેસ્ટ્રોએન્ટ્રોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1 |
19 | કાર્ડિયોલોજીના પ્રાધ્યાપક, વર્ગ-1 |
20 | સી.ટીએ. સર્જરીના પ્રાધ્યાપક, વર્ગ-1 |
21 | ઇમ્યુનો હિમેટોલિજી એન્ડ બ્લડ ટ્રાંસફ્યુઝન ના પ્રાધ્યાપક વર્ગ-1 |
22 | મદદનીશ ચેરિટી કમિશનર, વર્ગ-1 (કાયદા વિભાગ) |
23 | નાયબ નિયામક (આઇ. ટી.), વર્ગ-1 (વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ) |
24 | ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1 |
25 | પબ્લિક હેલ્થ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેન્ટલ સંવર્ગ), વર્ગ-1 |
26 | પેડોડોંસીયા એંડ પ્રિવેંટીવ ડેંટીસ્ટ્રીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ), વર્ગ-1 |
27 | ઓરલ પેથોલોજી એંડ માઇક્રોબાયોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ) વર્ગ-1 |
28 | પેરિયોડોંતોલોજીના સહ પ્રાધ્યાપક (ડેંટલ સંવર્ગ-1) |
29 | નાણાકીય સલાહકાર, ગ્રેડ-1, વર્ગ-1, ગુજરાત જળસંપતી વિકાસ નિગમ લિમિટેડ (GWRDC) |
30 | નાયબ બાગાયત નિયામક, વર્ગ-2 |
31 | વીમા તબીબી અધિકારી (આયુર્વેદ) વર્ગ-2 |
32 | વ્યાખ્યાતા (લેક્ચરર) (સિલેકશન સ્કેલ), ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-1 |
33 | આચાર્ય, ગુજરાત પરિચારિકા (નર્સિંગ) સેવા, વર્ગ-1 |
34 | મદદનીશ શ્રમ આયુક્ત, વર્ગ-1 |
35 | હિસાબી અધિકારી વર્ગ-1 |
GPSC Class 1 Post List
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા વર્ગ-1 ની જગ્યાઓ માટે પરીક્ષાઓ યોજવામાં આવે છે. આ પરીક્ષાની સમગ્ર સમજણ નીચે આપેલ લિંક પરથી આપ વિગતવાર સમજી શકશો.
જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?
મિત્રો, આપને જણાવવાનું કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દર વર્ષે ભરતી કેલેંડર બહાર પાડવામાં આવે છે. આ ભરતી કેલેંડરમાં વર્ષ દરમિયાન યોજવામાં આવનાર પરીક્ષાનું ટાઇમ ટેબલ આપવામાં આવે છે જેથી પરીક્ષાની તૈયારી કરનાર વિદ્યાર્થીઓ માટે સરળતા રહે છે. ExamConnect પર વર્ષ-2024 માંં યોજવામાં આવનાર ભરતીનું કેલેંડર આપવામાં આવેલ છે. જે નીચેની લિંંકથી જોઇ શકશો.
GPSC Exam Date 2024 for Bright future
આશા રાખુ છુ આપને આર્ટિકલ ઉપયોગી થયો હશે. આ સિવાય આપને કોઇ પણ મુંઝવણ હોય તો જરૂર કોમેંટ કરશો. સાથે ભવિષ્યની સરકારી નોકરી સંબંધિત અન્ય અપડેટ માટ અમારી વેબસાઇટ સાથે જોડાયેલા રહેશો. ધન્યવાદ