ગૌણ સેવા મંડળ દ્વારા GSSSB Fireman Recruitment ની કુલ 117 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત આપી છે. મંડળ દ્વારા જાહેર કરવામાં આવેલ Firemen cum Driver, Class 3 ની જગ્યા સંબંધિત નીચે મુજબ આપણે માહિતી મેળવીશુ.
GSSSB Fireman Recruitment 2024
| ભરતી કરનાર સંસ્થા | ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB) |
| ભરતી જાહેરાત ક્રમાંક | 236/202425 |
| કુલ જગ્યાઓ | 117 (નિયામક, રાજ્ય અગ્નિ નિવારણ સેવાઓ, ગાંધીનગર – 9 અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન- 108) |
| જગ્યાનું નામ | ફાયરમેન-કમ-ડ્રાઇવર, વર્ગ-3 |
| અરજી કરવાની રીત | ઓનલાઇન |
| અરજી કરવાની તારીખ | 16-08-2024 |
| અરજી કરવાની અંતિમ તારીખ | 31-08-2024 |
GSSSB Fireman Recruitment – Educational Qualification
- સરકાર માન્ય બોર્ડમાંથી HSC પાસ
- સરકાર માન્ય સંસ્થામાંથી 6 માસનો ફાયરમેનનો કોર્ષ
- હેવી મોટર વ્હિકલનું લાયસંસ ધરાવતો હોવા જોઇએ.
- કોમ્પ્યુટરની પાયાની જાણકારી હોવી જોઇએ.
- આ સિવાય શારિરીક યોગ્યતા માટે નોટિફિકેશનનો વિગતવાર અભ્યાસ કરવો.

GSSSB Fireman Recruitment- Age Limit
| ક્રમ | ઉમેદવારની કેટેગરી | વયમર્યાદા માં છુટછાટ |
| 1 | મુળ ગુજરાતના SC ST SEBC અને EWS | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
| 2 | મુળ ગુજરાતના SC ST SEBC અને EWS ના મહિલા ઉમેદવારો | દસ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની છૂટછાટ) |
| 3 | બિન અનામત (સામાન્ય) મહિલા ઉમેદવારો | પાંચ વર્ષ (વધુમાં વધુ 45 વર્ષની મર્યાદામાં) |
| 4 | માજી સૈનિકો ઇ.સી.ઓ., એસ.સી.ઓ | સંરક્ષણ સેવામાં બજાવેલ સેવા (ઓછામાં ઓછી પાંચ વર્ષની સંરક્ષણ સેવા) ઉપરાંત બીજા ત્રણ વર્ષ |
- નોંધ: તા. 31-08-2024 સુધી કોઇ પણ સંજોગો માં વય 45 વર્ષથી વધવી જોઇએ નહી.
GSSSB Fireman Recruitment – How to Apply ?
- Ojas વેબસાઇટ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- અરજી કરતા પહેલાં આપ નોટિફિકેશનનો વિગતવાર કાળજીપુર્વક અભ્યાસ કરી લેવો.
- આપની વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, તેમજ સ્કેન કરેલ પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહીનો નમુનો JPEG ફોર્મેટમાં તૈયાર રાખવો. અને માંગ્યા મુજબ ઓનલાઇન અરજી કરવી રહે.
- અરજી સબમિટ કર્યા બાદ તેની પ્રિંટ કાઢી લેવી.
GSSSB Fireman Recruitment – Application Fees
- અનામત વર્ગના તમામ ઉમેદવારો માટે – 400/-
- બિન અનામતના ઉમેદવારો માટે -500/-
- ફી ઓનલાઇન/ઓફલાઇન ભરી શકાશે.
- નોંધ: પરીક્ષામાં હાજર રહેનાર ઉમેદવારો માટે આ ફી રિફંડપાત્ર છે.
Firemen-cum-Driver – Salary
આ ભરતી વર્ગ-3 ની હોય શરૂઆતના 5 વર્ષ સુધી રૂ. 26000/- ફિક્સ પગાર રહેશે.
Firemen-Cum-Driver Syllabus
| Part-A | ||
| ક્રમ | વિષય | ગુણ |
| 1 | તાર્કિક કસોટીઓ તથા ડેટા ઇંટરપ્રિટેશન | 30 |
| 2 | ગાણિતીક કસોટીઓ | 30 |
| ગુણ | 60 | |
| Part-B | ||
| ક્રમ | વિષય | ગુણ |
| 1 | બંધારણ, વર્તમાન પ્રવાહો, ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રીહેંશન | 30 |
| 2 | સંબંધિત વિષય અને તેની ઉપયોગીતાને લગતા પ્રશ્નો | 120 |
| કુલ ગુણ | 150 | |
- ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ બોર્ડની પ્રોબેશન ઓફિસરની નોટિફિકેશનમાં જણાવ્યા અનુસાર આ પરીક્ષા MCQ અથવા CRBT પધ્ધતિથી લેવામાં આવશે.
- આ પરીક્ષાનું પ્રશ્નપત્ર પાર્ટ-A અને પાર્ટ-B એમ બે ભાગમાં લેવાનું નક્કી કર્યુ છે.
- આ પ્રશ્નપત્રનું કઠિનતા મુલ્ય શૈક્ષણિક લાયકાતને સમકક્ષ રહેશે.

આપણે ફાયરમેનની ભરતી સંબંધિત જરૂરી માહિતી મેળવી છે. જો આપને આ અંગે કોઇ પણ મુંઝવણ હોય તો આપ જરૂર અમને કોમેંટ કરશો. આ સિવાય અમારી ફ્રી મોકટેસ્ટને પણ જરૂર એટેંડ કરશો.