આજના સમયમાં રોજગારની સમસ્યા વચ્ચે સરકારી નોકરી મેળવવી ખુબજ પડકારજનક છે. ઘણા વિદ્યાર્થીઓ સ્નાતક પછી સરકારી નોકરીની તૈયારી કરવા ઇચ્છતા (Best Government Jobs After Graduation) હોય છે. તેઓ માટે આ લેખ ખુબજ ઉપયોગી સાબિત થશે.
આ લેખમાં આપણે અભ્યાસ મુખ્ય સ્ટ્રીમ જેવા કે આર્ટ્સ, કોમર્સ અને સાયંસ માં સ્નાતક (Graduate) થયા બાદ કયા વિભાગોમાં કઈ સરકારી ભરતી થાય છે. તેમજ ગુજરાત અને કેંદ્ર સ્તરે કયા કયા વિકલ્પ છે તેની પણ ચર્ચા કરીશુ.
Best Government Jobs After Graduation
આર્ટ્સ, કોમર્સ અને સાયંસ એમ ત્રણ મુખ્ય પ્રવાહો મુજબ સરકારી નોકરીની તકો ઉપલબ્ધ હોય છે. કેટલીક પોસ્ટ કોમન એજ્યુકેશન માટે હોય છે જેમા દરેક પ્રવાહોના ઉમેદવારો અરજી કરી શકે છે. જ્યારે કેટલીક સરકારી પોસ્ટમાં સ્પેશિયલ એજ્યુકેશનની જરૂરીયાત રહે છે. દા.ત. એન્જિનીયર, ડોક્ટર, આસિસ્ટંટ પ્રોફેસર વગેરે.
Government Jobs After Graduation In Gujarat
ગુજરાતમાં સરકારી નોકરીની ભરતી કરતી મુખ્ય સંસ્થાઓ ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC), ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB), ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ (GPSSB), ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, શિણકોની ભરતી(પ્રાથમિક થી કોલેજ કક્ષા સુધી) વગેરેમાં ભરતી પ્રક્રિયાઓ સ્નાતક પછી શરૂ થાય છે.
વર્ગ-1 અને વર્ગ-2 ની મુખ્ય પોસ્ટ (Class-1 Post in Gujarat)
નીચે આપેલ પોસ્ટ માટે સ્નાતકનો અભ્યાસ કરેલ હોવા જરૂરી છે. તેમજ અલગ અલગ ફિલ્ડની પોસ્ટ મુખ્ય પોસ્ટ આવેલ છે.
- નાયબ કલેક્ટર
- નાયબ પોલીસ અધિક્ષક (Dy SP)
- નાયબ જિલ્લા વિકાસ અધિકારી (DDO)
- સહાયક રાજ્ય વેરા કમિશનર
- જિલ્લા વિકાસ અધિકારી
- આસિસ્ટન્ટ ડાયરેક્ટર (અલગ અલગ ડિપાર્ટમેંટમાં )
- જિલ્લા રજીસ્ટ્રાર
- ચીફ ઓફિસર
- સુપરિન્ટેંડંટ એંજીનીયર (અલગ અલગ ડિપાર્ટમેંટમાં)
- મામલતદાર
- રાજ્ય વેરા અધિકારી
- તાલુકા વિકાસ અધિકારી
- સેકશન ઓફિસર
- પોલીસ ઇન્સપેક્ટર
- મદદનીશ ઇજનેર
- બ્લોક ડેવલોપમેંટ ઓફિસર
- લેબર ઓફિસર
- ઇજનેર
- મેડિકલ ઓફિસર
- આસિસ્ટન્ટ પ્રોફેસર
- સર્જન
GPSC Class 1 Post List and Salary
GPSC Official Website
GPSC-Ojas Online Applicaton Website
વર્ગ-3 પોસ્ટ લિસ્ટ (Class-3 Post List)
અહીં વર્ગ-3 ની પોસ્ટ લિસ્ટ આપવામાં આવેલ છે. આ દરેક માટે પણ સ્નાતકનો ઓછામાં ઓછું શૈક્ષણિક લાયકાત હોય છે.
- નાયબ મામલતદર
- નાયબ સેક્શન ઓફિસર
- રાજ્ય વેરા નિરીક્ષક
- આસિસ્ટંટ મોટર વ્હીકલ ઓફિસર
- મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર
- લીગલ આસિસ્ટંટ
- ભાષાંતરકાર
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
ઉપરોક્ત તમામ પોસ્ટમાં ભરતી સ્નાતકના અભ્યાસના આધારે કરવામાં આવે છે. જેમાં પણ નાયબ કલેક્ટર, નાયબ પોલીસ અધિક્ષક, સહાયક રાજ્ય વેરા કમિશનર, ચીફ ઓફિસર, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી, રાજ્ય વેરા અધિકારી, પોલીસ ઇન્સપેક્ટર, સમાજ કલ્યાણ અધિકારી, આદિજાતિ વિકાસ અધિકારી, નાયબ મામલતદાર, નાયબ સેક્શન ઓફિસર, રાજ્ય વેરા નિરીક્ષક અને મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારીની ભરતી માટે કોઇ પણ વિદ્યાશાખાના સ્નાતક ફોર્મ ભરી શકે છે.
ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)
ગુજરાતમાં વર્ગ-1 અને વર્ગ-2 ની ભરતી કરતી મુખ્ય સંસ્થા તરીકે ગુજરાત જાહેર સેવા આયોગ કાર્યરત છે. જે ઉપરોક્ત તમામ ભરતીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરે છે. અને ભરતી પ્રક્રિયા હાથ ધરે છે. જીપીએસસી દ્વારા મુખ્ય ત્રણ સ્ટેજમાં પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે. અને લાયક ઉમેદવારોની ભરતી કરવામાં આવે છે. જીપીએસસી વિશેની તમામ માહિતી નીચે મુજબની લિંક પરથી મેળવી શકશો.
જીપીએસસી પરીક્ષા (GPSC exam) શું છે ?
GPSC Exam Date 2024-25
GPSC Syllabus in Gujarati
GPSC Book List In Gujarati
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ (GSSSB)
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી તેમજ ગૃપ-A ની ભરતીઓમાં અરજી કરવા માટે સ્નાતક જરૂરી હોય છે. અત્રે યાદ રહે કે આ તમામ જગ્યાઓ વર્ગ-3 ની હોય છે.
- હેડ ક્લાર્ક
- સીનીયર ક્લાર્ક
- ઓફિસ આસિસ્ટન્ટ
- કલેક્ટર કચેરીના ક્લાર્ક
- કાર્યાલય અધિક્ષક
- કચેરી અધિક્ષક
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૧
- સબ રજિસ્ટ્રાર, ગ્રેડ-૨
- સ્ટેમ્પ નિરીક્ષક
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- સમાજ કલ્યાણ નિરીક્ષક
- ગૃહમાતા
- ગૃહપતિ
- મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી
- મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી
- ડેપો મેનેજર (ગોડાઉન મેનેજર)
- જુનીયર આસીસ્ટન્ટ
GSSSB Official Website
Online Application Website
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ દ્વારા કરવામાં આવતી મુખ્ય ભરતીઓમાં સમાજ કલ્યાણ નિરીક્ષક, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી, મદદનીશ આદિજાતિ વિકાસ અધિકારી, મદદનીશ સમાજ કલ્યાણ અધિકારી અને કલેક્ટર ઓફીસ કારકુન તેમજ ઓફિસ આસિસ્ટંટ જેવી ભરતીઓ માટે ઉમેદવારો ખાસ રસ દાખવતા હોય છે.
આ સિવાય સ્નાતકના અભ્યાસ પરથી નીચે મુજબની સરકારી ભરતીઓ કરવામાં આવે છે.
- ગુજરાત હાઇકોર્ટ
- ગુજરાત પોલીસમાં પી.એસ.આઇ. અને એ. એસ.આઇ. ની ભરતી
- ગુજરાત શિક્ષણ સેવા : આસિસ્ટંટ પ્રોફેસર, તેમજ શિક્ષણ સહાયકની ભરતીઓ કરવામાં આવે છે. તેમજ સમયાંતરે ટેટ-ટાટ પાસ ઉમેદવારોની ભરતીઓ કરવામાં આવે છે.
- ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ બોર્ડ: તલાટી કમ મંત્રી, જુનિયર કારકુન ગ્રામ સેવક તેમજ નાયબ ચીટનીશ જેવી મહ્ત્વની ભરતીઓ કરવામાં આવે આવે છે.
- ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સફર કોર્પોરેશન: ક્લાર્ક, આસિસ્ટર ડેપો મેનેજર જેવી પોસ્ટ માટે ભરતીઓ કરવામાં આવે છે.
- આ સિવાય વિવિધ નિગમોમાં જેવા કે DGVCL, PGVCL, UGVCL વગેરેમાં પણ સ્નાતક કક્ષાની વિવિધ ભરતીઓ કરવામાં આવે છે.
કેંદ્રીય સ્તરે પણ સ્ટાફ સિલેક્શન કમિશન કોમ્બાઇંડ ગ્રેજ્યુએટ લેવલની જગ્યાઓ માટે ભરતી કરે છે. તેમજ યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા દેશની સર્વોચ્ચ સેવાની ભરતીઓ માટે પરીક્ષાઓનું આયોજન કરવામાં આવે છે.
સેનામાં જવા ઇચ્છતા વિવિધ ઉમેદવારો માટે પણ સ્નાતક કક્ષાની ભરતીઓ કરવામાં આવે છે.
બેંકિગ ક્ષેત્રે પણ IBPS ની પરીક્ષાઓ લેવામાં આવે છે.
online exam examconnect
સમાપન: મિત્રો જો આપ સ્નાતક છો અને સરકારી નોકરીમાં આવવા માંગો છો તો જરૂર આપ આ પરીક્ષાઓની તૈયારી કરી શકો છો હાલની પરિસ્થિતિમાં આ ક્ષેત્રે હરિફાઇ વધારે છે પરંતુ યોગ્ય રીતે પરીક્ષાઓની તૈયારી કરવામાં આવે તો સફળતા જરૂર મળી શકે છે. આ પોસ્ટ અંગે કોઇ પણ મુંઝવણ હોઇ તો જરૂર કોમેંટ કરશો.
FAQs:
Best Government Jobs After Graduation કઈ કઈ છે ?
હાલમાં ગ્રેજ્યુએશન પછી સરકારી નોકરીની વિવિધ તકો ઉપલબ્ધ છે. UPSC, GPSC, GSSSB વગેરે જેવી ભરતી બોર્ડ દ્વારા આ માટે ભરતી કરવામાં આવે છે.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ બોર્ડ કયા વર્ગના કર્મચારીઓની ભરતી કરે છે ?