RTE 2009 અને ભારતનું બંધારણ: શિક્ષણ સંબંધી અનુચ્છેદ, મહત્ત્વની કલમો અને SMC – TET-II ગુજરાતી સમજૂતી

RTE 2009 અને ભારતનું બંધારણ: શિક્ષણ સંબંધી અનુચ્છેદ, મહત્ત્વની કલમો અને SMC – TET-II ગુજરાતી સમજૂતી

😀 Sharing is Caring :

Facebook
Twitter
WhatsApp
Instagram

આ લેખમાં શું છે?

નવ વર્ષનો એક બાળક ક્યારેય નિશાળે ગયો નથી અને તેની પાસે જન્મનો દાખલો પણ નથી. તેને ધોરણ 1માં બેસાડવો કે પાછો મોકલવો? ખાનગી શાળા પ્રવેશ વખતે ડોનેશન માગે કે કસોટી લે, તો શું થાય? આ બધા સવાલના જવાબ ભારતના બંધારણ અને RTE 2009 (બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ)માં છે.

આ લેખમાં TET-II ખંડ (3) માટે બંધારણની રચના, અનુચ્છેદ 21A, 45, 51A(k), 24, 28, 29, 30, 350A, 42મો અને 86મો સુધારો, RTE-2009ની મહત્ત્વની કલમો, શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC), શાળાનાં ધોરણો અને માનવ અધિકારનું શિક્ષણ સરળ ગુજરાતી અને PYQ સાથે સમજીએ.

📄 આ એકમની 20 પાનાંની PDF: આખી નોટ્સ, માઇન્ડમેપ, PYQ સમજૂતી સાથે અને એક પાનાની રિવિઝન શીટ, ફોનમાં વાંચવા કે પ્રિન્ટ માટે.📄 PDF નોટ્સ ડાઉનલોડ કરો

📜 = અગાઉ પરીક્ષામાં પૂછાયેલો મુદ્દો · 💡 = સરળ શબ્દોમાં સમજૂતી

📊 પરીક્ષામાં આ એકમ

6 પ્રશ્નો: TET-II 2023 પ્ર. 52, 72, 73 · TAT-S 2026 પ્ર. 11, 17 · TET-I 2015 પ્ર. 5.
સૌથી વધુ પૂછાતું: RTE કલમ 18 – માન્યતા વગર શાળા = ₹1 લાખ દંડ · કલમ 35 – કેન્દ્રની માર્ગદર્શનની સત્તા · અનુચ્છેદ 24 – બાળમજૂરી · 21A અને 86મો સુધારો · 25% અનામત (કલમ 12) · GCERT = શૈક્ષણિક સત્તામંડળ.
નવી પેટર્ન: TAT-S 2026માં RTE પર 4 વિધાનવાળો પ્રશ્ન આવ્યો; ખોટું વિધાન ફક્ત કલમ નંબર બદલીને બનાવ્યું હતું. એટલે કલમ નંબર ચોક્કસ યાદ રાખવા.

ભોલુનો પ્રવેશ: વાતની શરૂઆત

જૂનમાં આનંદ પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ ચાલતો હતો. એટલામાં ગામના ઈંટના ભઠ્ઠા પર કામ કરતી એક બહેન પોતાના દીકરા ભોલુને લઈને આવી.

"બહેન, ભોલુ નવ વર્ષનો છે. ક્યારેય નિશાળે ગયો નથી. અમે ગામેગામ ફરીએ, એટલે જન્મનો દાખલો પણ નથી."

રમેશભાઈએ માથું ખંજવાળ્યું: "દાખલો નથી, ઉંમર નવ વર્ષ, અને ક્યારેય ભણ્યો નથી. હવે આને ધોરણ 1માં બેસાડવો કે પાછો મોકલવો?"

બાજુમાં બેઠેલા જયેશભાઈએ બીજી વાત કરી: "શહેરની એક ખાનગી શાળાએ નીલના નાના ભાઈના ધોરણ 1ના પ્રવેશ માટે ડોનેશન માગ્યું અને બાળકની કસોટી પણ લીધી!"

હેતલબહેને ધીમેથી કહ્યું: "અને ભોલુને ભઠ્ઠા પર ઈંટો ઉપાડતો મેં જાતે જોયો છે…"

મીનાબહેન હસીને બોલ્યાં: "આ ત્રણેય સવાલના જવાબ એક જ જગ્યાએ છે: ભારતનું બંધારણ અને શિક્ષણનો અધિકાર કાયદો (RTE)-2009. ચાલો, આજે SMCની બેઠકમાં આ જ સમજીએ."

💡 સરળ શબ્દોમાં:

  • બંધારણ (સંવિધાન): દેશનો સૌથી મોટો કાયદો. સરકાર કેવી રીતે ચાલશે અને નાગરિકના હક-ફરજ શું છે, તે બંધારણ કહે છે.
  • અનુચ્છેદ (આર્ટિકલ, Article): બંધારણનો એક ભાગ. દા.ત. અનુચ્છેદ 21A.
  • કલમ (Section): કોઈ કાયદાનો એક ભાગ. દા.ત. RTE કાયદાની કલમ 18.
  • યાદ રાખો: બંધારણમાં "અનુચ્છેદ", કાયદામાં "કલમ".

ભારતીય બંધારણની રચના અને આમુખ

  • 15 ઑગસ્ટ 1947 – ભારત સ્વતંત્ર થયું. બંધારણ ઘડવા બંધારણ સભા બની.
  • બંધારણ સભાના અધ્યક્ષ: ડૉ. રાજેન્દ્ર પ્રસાદ · ખરડા (મુસદ્દા) સમિતિના અધ્યક્ષ: ડૉ. ભીમરાવ આંબેડકર · કુલ 389 સભ્યો.
  • કામ ચાલ્યું: 2 વર્ષ, 11 માસ અને 18 દિવસ.
  • 26 નવેમ્બર 1949 – બંધારણ પસાર (સ્વીકાર્યું) · 26 જાન્યુઆરી 1950 – અમલ શરૂ.
  • બંધારણનું વિઝન પંડિત જવાહરલાલ નેહરુના નીતિદર્શક ઠરાવ પરથી આવ્યું: સાર્વભૌમ પ્રજાસત્તાક, સત્તા પ્રજા પાસે, દરેકને ન્યાય-સમાનતા, લઘુમતી-પછાત-આદિવાસીઓનું રક્ષણ.
  • ભારતનું બંધારણ વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ છે. તેની શરૂઆત આમુખથી થાય છે. આમુખ = બંધારણનું હાર્દ.

આમુખ (ટૂંકમાં)

"અમે, ભારતના લોકો, ભારતને એક સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકતંત્રાત્મક પ્રજાસત્તાક તરીકે સંસ્થાપિત કરવાનો … ન્યાય, સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા, બંધુતા … 26 નવેમ્બર, 1949ના રોજ આથી આ સંવિધાન અપનાવી … પોતાને અર્પિત કરીએ છીએ."

  • 1976માં 42મા સુધારાથી આમુખમાં "સમાજવાદી", "ધર્મનિરપેક્ષ", "અખંડિતતા" જેવા શબ્દો ઉમેરાયા.
  • ભારત એક ‘કલ્યાણ રાજ્ય’ (Welfare State) બને તેવો આદર્શ.

મૂળભૂત અધિકારો અને ફરજો

વિગત યાદ રાખો
મૂળભૂત અધિકારો અનુચ્છેદ 12 થી 32 · શરૂઆતમાં 7 અધિકારો
1979 – 44મો સુધારો સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર (કાનૂની અધિકાર બન્યો)
2002 – 86મો સુધારો શિક્ષણનો અધિકાર મૂળભૂત અધિકાર બન્યો
1976 – 42મો સુધારો અનુચ્છેદ 51(ક)માં 10 મૂળભૂત ફરજો ઉમેરાઈ
2002 – 86મો સુધારો 11મી મૂળભૂત ફરજ: અનુચ્છેદ 51(ક)(ટ) [51A(k)]

💡 સરળ શબ્દોમાં: અધિકાર = મને શું મળવું જોઈએ · ફરજ = મારે શું કરવું જોઈએ. શિક્ષક તરીકે બાળકોને બંને શીખવવાં.

બંધારણમાં શિક્ષણ સંબંધી અનુચ્છેદ: 21A, 45, 51A(k), 24, 28–30

"રાજ્ય" શબ્દ બંધારણમાં સંઘ (કેન્દ્ર), રાજ્ય અને સ્થાનિક કારોબારી – ત્રણેય માટે વપરાયો છે.

શિક્ષણ સંયુક્ત યાદીમાં: 42મો સુધારો

  • સત્તાની વહેંચણી ત્રણ યાદીમાં: સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી.
  • 1976 સુધી શિક્ષણ રાજ્ય યાદીમાં હતું.
  • 1976 – 42મો સુધારો → શિક્ષણ સંયુક્ત યાદીમાં. હવે જવાબદારી કેન્દ્ર અને રાજ્ય બંનેની.
  • બંનેના કાયદામાં વિરોધ થાય તો કેન્દ્રનો કાયદો અમલમાં રહે.

💡 ઉદાહરણ: RTE કાયદો કેન્દ્રે બનાવ્યો, અને તેના અમલ માટેના નિયમો-2012 ગુજરાત સરકારે બનાવ્યા. આ જ સંયુક્ત યાદીની જવાબદારી.

અનુચ્છેદ પ્રમાણે જોગવાઈઓ

અનુચ્છેદ જોગવાઈ
21(ક) [21A] ⭐ 6 થી 14 વર્ષનાં બધાં બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ (86મો સુધારો, 2002)
45 મૂળમાં: બંધારણના અમલથી 10 વર્ષમાં 14 વર્ષ સુધીનાં બાળકોને મફત-ફરજિયાત શિક્ષણ. 86મા સુધારા પછી: 0–6 વર્ષનાં બાળકોની સંભાળ અને શિક્ષણ
51(ક)(ટ) [51A(k)] વાલીની ફરજ: 6 થી 14 વર્ષનાં બાળકોને શિક્ષણની તક આપવી
15(3) સ્ત્રીઓ અને બાળકો માટે રાજ્ય ખાસ જોગવાઈ કરી શકે
15 ધર્મ, વંશ, જાતિ, લિંગ કે જન્મસ્થળના આધારે ભેદભાવ નહીં
17 અસ્પૃશ્યતા (છૂઆછૂત) નાબૂદ; આચરણ દંડનીય
24 📜 14 વર્ષથી નાના બાળકને કારખાના, ખાણ કે જોખમી કામમાં રાખી ન શકાય = બાળમજૂરી પર પ્રતિબંધ
28 રાજ્યના નાણાંથી ચાલતી સંસ્થામાં ધાર્મિક શિક્ષણ નહીં; સહાયવાળી સંસ્થામાં ધાર્મિક વિધિમાં હાજર રહેવાની ફરજ પાડી શકાય નહીં
29(2) રાજ્ય સંચાલિત/સહાયિત સંસ્થામાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, ભાષાના આધારે પ્રવેશથી વંચિત રાખી ન શકાય
30(1) ધાર્મિક કે ભાષાકીય લઘુમતીઓને પોતાની શિક્ષણ સંસ્થા સ્થાપવાનો અને ચલાવવાનો અધિકાર
30(2) સહાય આપવામાં લઘુમતી સંચાલિત હોવાના કારણે ભેદભાવ નહીં
46 નબળા વર્ગો, અનુસૂચિત જાતિ અને જનજાતિનાં શૈક્ષણિક-આર્થિક હિત; સામાજિક અન્યાય-શોષણથી રક્ષણ
343 હિન્દી = સંઘની રાજભાષા
351 હિન્દીના વિકાસ-પ્રસારની જવાબદારી
350(ક) [350A] પ્રાથમિક શાળામાં બાળકોને માતૃભાષામાં શિક્ષણ

📜 TET-II 2023 પ્ર. 52: બંધારણના કયા અનુચ્છેદથી બાળમજૂરી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે? → (C) અનુચ્છેદ-24 (બીજા વિકલ્પો: 19, 21, 25)
📜 TAT-S 2026 પ્ર. 17: બંધારણમાં 86મા સુધારા અધિનિયમ, 2002ની કઈ કલમથી શિક્ષણનો હક દાખલ કરવામાં આવેલ છે? → (D) કલમ-2 (બીજા વિકલ્પો: કલમ-4, કલમ-21, કલમ-86). ધ્યાન રાખો: બંધારણમાં ઉમેરાયો અનુચ્છેદ 21A, પણ તે ઉમેરનાર સુધારા અધિનિયમની કલમ 2 છે.

💡 યાદ રાખવાની ટ્રિક:

  • 21A = "A"ભ્યાસનો અધિકાર (6–14) · 45 = "નાનાં" (0–6) · 51A(k) = "k"ઇડ્સ માટે વાલીની ફરજ
  • 24 = 14થી નાનું બાળક કામે નહીં (2 અને 4 → 14 યાદ કરો)
  • 28 = ધર્મ · 29 = પ્રવેશ · 30 = લઘુમતી સંસ્થા (28-29-30 ક્રમમાં: ધર્મ → પ્રવેશ → સંસ્થા)

ભાષાઓ

  • બંધારણમાં આજે 22 મહત્ત્વની રાષ્ટ્રીય ભાષાઓ છે. 1992માં 3 અને 2003માં 92મા સુધારાથી 4 ભાષાઓ ઉમેરાઈ.
  • 22 ભાષાઓ: આસામી, બંગાળી, બોડો, ડોંગરી, ગુજરાતી, હિન્દી, કન્નડ, કશ્મીરી, કોંકણી, મૈથિલી, મલયાલમ, મણિપુરી, મરાઠી, નેપાળી, ઊડિયા, પંજાબી, સંસ્કૃત, સંથાલી, સિંધી, તમિલ, તેલુગુ, ઉર્દૂ.

બંધારણમાં સમાનતા માટે શિક્ષણ

  • સમાન શૈક્ષણિક તક = ધર્મ, વર્ણ, સ્તર, વિસ્તાર, છોકરો-છોકરી – કોઈ પણ અંતરાય વગર દરેકને શિક્ષણ અને વિકાસની તક.
  • ફક્ત પ્રવેશ મળવાથી સમાન તક પૂરી થતી નથી; શાળામાં શૈક્ષણિક વિકાસની સમાન તક પણ જોઈએ.
  • Equality (સમાનતા) = બધાને એકસરખું આપવું · Equity (સમતા) = દરેકને જરૂર મુજબ આપવું.

💡 વર્ગનું ઉદાહરણ: મીનાબહેનના વર્ગમાં બધાંને એકસરખું પુસ્તક આપવું = સમાનતા. ઓછું જોઈ શકતી જાનકીને મોટા અક્ષરનું પુસ્તક અને આગળની પાટલી આપવી = સમતા.

સમાન તક કેમ જરૂરી? લોકશાહી માટે · ગરીબી, બેકારી, વસ્તીવધારા જેવા પ્રશ્નોના ઉકેલ માટે · આર્થિક-ઔદ્યોગિક વિકાસ · રાષ્ટ્રીય અને ભાવાત્મક એકતા · બિનસાંપ્રદાયિકતા, જાતિ સમાનતા, પર્યાવરણ જાળવણી, વૈજ્ઞાનિક વલણ જેવાં મૂલ્યો.

કોના માટે મુખ્ય પગલાં
કન્યાઓ કન્યા કેળવણી ઝુંબેશ, ફી નાબૂદી, પછાત વિસ્તારમાં આશ્રમશાળા, તેજસ્વી કન્યાને શિષ્યવૃત્તિ, KGBV (અધવચ્ચે ભણતર છોડનાર કન્યાઓ માટે)
SC/ST, પછાત વર્ગ અનુ. 17થી અસ્પૃશ્યતા નાબૂદી · અલગ ન પડે તેવા કાર્યક્રમ · પ્રાદેશિક વાતાવરણ મુજબ અભ્યાસક્રમ · બોલીના માધ્યમથી શિક્ષણ · આશ્રમશાળા · શિષ્યવૃત્તિ, ગણવેશ, પાઠ્યપુસ્તક નિ:શુલ્ક
CWSN (વિશિષ્ટ જરૂરિયાતવાળાં) આરોગ્ય તપાસ · સહાનુભૂતિભર્યું વર્તન · યોગ્ય બેઠક (ઓછું સાંભળતું/જોતું બાળક આગળ) · મૂર્ત સાધનો · શિષ્યવૃત્તિ · રિસોર્સ ટીચર

RTE 2009: બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ

RTE 2009ની ઓળખ: તારીખ, પ્રકરણ અને કલમો

વિગત માહિતી
પૂરું નામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ, 2009 (Right to Education Act, RTE)
કાયદા નંબર 2009નો 35મો
પસાર ભારતીય સંસદ, ઑગસ્ટ 2009 · રાષ્ટ્રપતિની બહાલી: 26 ઑગસ્ટ 2009
અમલ 1 એપ્રિલ 2010
માળખું 7 પ્રકરણ, 38 કલમ + અનુસૂચિ (શાળાનાં ધોરણો)
પાયો 86મો બંધારણીય સુધારો (અનુ. 21A, 45, 51A(k))
પ્રકરણ કલમ વિષય
1 1–2 ટૂંકું શીર્ષક, વ્યાપ, વ્યાખ્યાઓ
2 3–5 મફત અને ફરજિયાત શિક્ષણનો હક, ખાસ જોગવાઈ, શાળા બદલી
3 6–11 યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને માતા-પિતાની ફરજો
4 12–28 શાળા અને શિક્ષકોની જવાબદારીઓ
5 29–30 અભ્યાસક્રમ અને પ્રાથમિક શિક્ષણ પૂરું કરવું
6 31–34 બાળકોના હકનું રક્ષણ
7 35–38 પ્રકીર્ણ (પરચૂરણ)

💡 યાદ રાખો: "38 કલમ, 7 પ્રકરણ". પ્રકરણ 4 સૌથી મોટું (12 થી 28) અને સૌથી વધુ પૂછાતું.

મહત્ત્વની વ્યાખ્યાઓ (કલમ 2)

  • બાળક = 6 થી 14 વર્ષનો છોકરો કે છોકરી.
  • પ્રાથમિક શિક્ષણ = ધોરણ 1 થી ધોરણ 8.
  • વંચિત જૂથનું બાળક = SC, ST, સામાજિક-શૈક્ષણિક રીતે પછાત વર્ગ, કે સામાજિક-સાંસ્કૃતિક-આર્થિક-ભૌગોલિક-ભાષાકીય-જાતિ જેવા કારણે વંચિત જૂથનું બાળક.
  • નબળા વર્ગનું બાળક = માતા-પિતા/વાલીની વાર્ષિક આવક સરકારે નક્કી કરેલી લઘુતમ મર્યાદાથી ઓછી હોય.
  • માથાદીઠ ફી (Capitation fee) = શાળાની જાહેર કરેલી ફી સિવાય કોઈ પણ દાન, ફાળો કે ચુકવણી (એટલે કે ડોનેશન).
  • તપાસ કાર્યપદ્ધતિ (Screening) = પ્રવેશ માટે બાળક કે વાલીની કસોટી/ઇન્ટરવ્યૂ.

પ્રકરણ 2: બાળકના હક (કલમ 3–5)

  • કલમ 3: 6–14 વર્ષના દરેક બાળકને નજીકની શાળામાં પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત અને ફરજિયાત શિક્ષણનો હક. કોઈ ફી, ચાર્જ કે ખર્ચ ભરવાનો નહીં. અશક્તતાવાળાં બાળકો પણ આ હક ધરાવે છે.
  • કલમ 4: 6 વર્ષથી મોટું બાળક શાળામાં દાખલ ન થયું હોય કે અધૂરું છોડ્યું હોય, તો તેને ઉંમરને અનુરૂપ વર્ગમાં પ્રવેશ, અને બીજાં સાથે સમાન રહી શકે તે માટે ખાસ તાલીમનો હક. 14 વર્ષ પછી પણ પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી મફત શિક્ષણ.
    • ગુજરાત નિયમ 4: ખાસ તાલીમ ઓછામાં ઓછા 3 મહિના; પ્રગતિ જોઈને લંબાવી શકાય.
  • કલમ 5: બીજી શાળામાં બદલીનો હક. મુખ્ય શિક્ષકે તરત બદલી પ્રમાણપત્ર (LC) આપવું. LCમાં વિલંબ = પ્રવેશ નકારવાનું કારણ નહીં; વિલંબ કરનાર મુખ્ય શિક્ષક સામે શિસ્તવિષયક પગલાં.

💡 વાર્તા સાથે: ભોલુ નવ વર્ષનો છે અને ક્યારેય ભણ્યો નથી. કલમ 4 મુજબ તેને ધોરણ 1માં નહીં, પણ ઉંમરને અનુરૂપ વર્ગમાં પ્રવેશ અને સાથે ખાસ તાલીમ મળશે.

પ્રકરણ 3: સરકાર, સ્થાનિક સત્તાતંત્ર અને વાલીની ફરજો (કલમ 6–11)

  • કલમ 6: કાયદાના અમલથી 3 વર્ષની અંદર નજીકની મર્યાદામાં શાળા સ્થાપવી.
    • ગુજરાત નિયમ 5: ધોરણ 1–5 માટે 1 કિલોમીટર, ધોરણ 6–8 માટે 3 કિલોમીટરની અંદર શાળા.
  • કલમ 7: નાણાં પૂરાં પાડવાની કેન્દ્ર અને રાજ્યની સહવર્તી (બંનેની સાથે) જવાબદારી.
  • કલમ 8 (યોગ્ય સરકારની ફરજો): મફત-ફરજિયાત શિક્ષણ, નજીકની શાળા, ભેદભાવ નહીં, શાળા મકાન-સ્ટાફ-સામગ્રી, ખાસ તાલીમ, ગુણવત્તા, શિક્ષક તાલીમ, શૈક્ષણિક કૅલેન્ડર.
    • "ફરજિયાત શિક્ષણ" = સરકારની જવાબદારી: (1) 6–14 વર્ષના દરેક બાળકને મફત શિક્ષણ અને (2) ફરજિયાત પ્રવેશ, હાજરી અને શિક્ષણ પૂરું થાય તે સુનિશ્ચિત કરવું.
  • કલમ 9 (સ્થાનિક સત્તાતંત્ર): 14 વર્ષ સુધીનાં બાળકોનું રેકર્ડ, સ્થળાંતરિત કુટુંબોનાં બાળકોનો પ્રવેશ, શાળાઓ પર દેખરેખ. (ગુજરાત નિયમ 7: જન્મથી 14 વર્ષ સુધીનું રેકર્ડ, દર વર્ષે અદ્યતન.)
  • કલમ 10: બાળકને નજીકની શાળામાં પ્રવેશ અપાવવાની ફરજ માતા-પિતા/વાલીની.
  • કલમ 11: 3 વર્ષથી ઉપરનાં બાળકોને 6 વર્ષ સુધી પૂર્વ-શાળા શિક્ષણ (બાળપણની વહેલી સંભાળ) માટે સરકાર વ્યવસ્થા કરે.

💡 વાર્તા સાથે: ભોલુનો પરિવાર સ્થળાંતર કરતો રહે છે. કલમ 9 કહે છે કે આવાં બાળકોનો પ્રવેશ સ્થાનિક સત્તાતંત્ર (પંચાયત/નગરપાલિકા) સુનિશ્ચિત કરે.

RTE કલમ 12 થી 28: શાળા અને શિક્ષકોની જવાબદારીઓ

શાળા માટે:

કલમ જોગવાઈ
12(1)(ગ) ⭐ 📜 બિનસહાયિત ખાનગી શાળા ધોરણ 1માં (કે પૂર્વ-શાળામાં) ઓછામાં ઓછી 25% જગ્યા નબળા વર્ગ અને વંચિત જૂથનાં બાળકોને આપે; સરકાર બાળક દીઠ ખર્ચ જેટલી રકમ ભરપાઈ કરે
13 ⭐ પ્રવેશ વખતે માથાદીઠ ફી (ડોનેશન) નહીં અને તપાસ કાર્યપદ્ધતિ (કસોટી) નહીં. દંડ: ડોનેશન લે તો ફીના 10 ગણા સુધી · કસોટી લે તો પહેલી વાર ₹25,000, પછી દરેક વાર ₹50,000 સુધી
14 ઉંમરની સાબિતી: જન્મ પ્રમાણપત્ર કે બીજો દસ્તાવેજ. પુરાવો ન હોય તો પણ પ્રવેશની ના પાડી શકાય નહીં
15 શૈક્ષણિક વર્ષની શરૂઆતમાં કે લંબાવેલા સમયમાં પ્રવેશ; મોડું આવે તો પણ ના નહીં. (ગુજરાત નિયમ 3: લંબાવેલો સમય = વર્ષની શરૂઆતથી 6 મહિના)
16 પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી કોઈ ધોરણમાં રોકી રાખવું (Hold back) નહીં કે શાળામાંથી કાઢી મૂકવું નહીં (મૂળ 2009નો કાયદો)
17 ⭐ શારીરિક શિક્ષા અને માનસિક કનડગત પર પ્રતિબંધ; ભંગ કરનાર સામે સેવા નિયમો મુજબ શિસ્તવિષયક પગલાં
18 ⭐ 📜 માન્યતા પ્રમાણપત્ર વગર શાળા સ્થાપી કે ચલાવી શકાય નહીં. માન્યતા વગર કે માન્યતા રદ થયા પછી શાળા ચલાવે તો ₹1,00,000 (એક લાખ) સુધી દંડ, અને ચાલુ રાખે તો દરેક દિવસ ₹10,000 સુધી
19 અનુસૂચિનાં ધોરણો પૂરાં ન કરે તેને માન્યતા નહીં. જૂની શાળાઓને ધોરણો પૂરાં કરવા 3 વર્ષ
20 કેન્દ્ર સરકાર જાહેરનામાથી અનુસૂચિ સુધારી શકે
21 ⭐ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)
22 SMC શાળા વિકાસ યોજના (SDP) બનાવે

📜 TET-II 2023 પ્ર. 72: માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ શાળા ચલાવતા હોય તો કેટલા રૂપિયા દંડની જોગવાઈ RTE Act-2009માં છે? → (B) રૂ. 1,00,000/- (બીજા વિકલ્પો: 50,000, 75,000, 20,000)
💡 યાદ રાખો: "18 = 1 લાખ". અને ડોનેશન = 10 ગણો દંડ, કસોટી = 25 હજાર / 50 હજાર.
💡 વાર્તા સાથે: નીલના ભાઈ પાસે ડોનેશન માગવું અને કસોટી લેવી – બંને કલમ 13નો ભંગ. ભોલુ પાસે જન્મનો દાખલો નથી, છતાં કલમ 14 મુજબ પ્રવેશની ના પાડી શકાય નહીં.

2019નો સુધારો (કલમ 16): RTE (સુધારા) અધિનિયમ, 2019થી કલમ 16 બદલાઈ: ધોરણ 5 અને ધોરણ 8ના અંતે નિયમિત પરીક્ષા. નાપાસ થાય તો વધારાનું શિક્ષણ અને પરિણામથી 2 મહિનામાં ફરી પરીક્ષા. તેમાં પણ નાપાસ થાય તો યોગ્ય સરકાર નક્કી કરે તો ધોરણ 5 કે 8માં રોકી શકાય. પણ કાઢી મૂકવાનું તો હજી પણ નહીં. (પરીક્ષામાં "RTE-2009 મુજબ" પૂછે તો મૂળ જોગવાઈ: રોકી રાખવું નહીં.)

⭐ શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC) – કલમ 21 + ગુજરાત નિયમ 16

મુદ્દો જોગવાઈ
ક્યાં? બિનસહાયિત ખાનગી શાળા સિવાયની બધી શાળાઓ
સભ્યો ગુજરાતમાં 12 સભ્યો
3/4 (75%) બાળકોનાં માતા-પિતા/વાલી; વંચિત જૂથ અને નબળા વર્ગના વાલીઓને પ્રમાણસર પ્રતિનિધિત્વ
50% મહિલાઓ
બાકીના 25% 1/3 સ્થાનિક સત્તામંડળના ચૂંટાયેલા સભ્યો · 1/3 શાળાના શિક્ષકો · 1/3 સ્થાનિક કેળવણીકાર / શાળાનાં બાળકો
અધ્યક્ષ-ઉપાધ્યક્ષ વાલી સભ્યોમાંથી ચૂંટાય
સભ્ય-નિમંત્રક (કન્વીનર) મુખ્ય શિક્ષક (ન હોય તો સિનિયર મોસ્ટ શિક્ષક)
બેઠક 3 મહિનામાં ઓછામાં ઓછી 1 વાર
પુનર્રચના દર 2 વર્ષે
કામ શાળાની કામગીરી પર દેખરેખ, શાળા વિકાસ યોજના બનાવવી, ગ્રાન્ટના ઉપયોગ પર દેખરેખ
  • શાળા વિકાસ યોજના (SDP) – કલમ 22 + નિયમ 17: 3 વર્ષની યોજના, જેમાં 3 વાર્ષિક પેટા-યોજનાઓ. સરકારની યોજના અને ગ્રાન્ટનો આધાર SDP.
  • ગુજરાત નિયમ 21: વિદ્યાર્થી પરવાનગી વગર મહિનામાં 10 દિવસથી વધુ ગેરહાજર રહે તો શાળા વાલી અને SMCને જાણ કરે.

💡 સરળ શબ્દોમાં: SMC એટલે "શાળા વાલીઓની પણ છે". 12માંથી 9 સભ્યો વાલીઓ, અને અડધાં બહેનો. ભોલુની મા પણ SMCમાં આવી શકે.

શિક્ષકો માટે:

કલમ જોગવાઈ
23 લઘુત્તમ લાયકાત: કેન્દ્ર સરકારે અધિકૃત કરેલ શૈક્ષણિક સત્તાધિકારી નક્કી કરે. લાયકાત ન હોય તેવા શિક્ષકે 5 વર્ષમાં મેળવવી
24 શિક્ષકની ફરજો: નિયમિત હાજરી-સમયપાલન, અભ્યાસક્રમ સમયસર પૂરો, દરેક બાળકની શીખવાની શક્તિનું મૂલ્યાંકન અને જરૂર મુજબ પૂરક શિક્ષણ, વાલીઓ સાથે નિયમિત બેઠક. ફરિયાદ હોય તો નિવારણ
25 વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર (PTR) અનુસૂચિ મુજબ, કાયદાના અમલથી 6 મહિનામાં. શિક્ષકને બીજી શાળા/કચેરીમાં મોકલી ન શકાય
26 શિક્ષકોની ખાલી જગ્યા કુલ મંજૂર સંખ્યાના 10%થી વધુ નહીં
27 ⭐ બિન-શૈક્ષણિક કામ પર પ્રતિબંધ. છૂટ ફક્ત ત્રણ કામમાં: (1) દસ વર્ષીય વસ્તી ગણતરી (2) આપત્તિ રાહત (3) ચૂંટણી (સ્થાનિક, વિધાનસભા, સંસદ)
28 શિક્ષક ખાનગી ટ્યુશન કે ખાનગી શિક્ષણ પ્રવૃત્તિ કરી શકશે નહીં

💡 યાદ રાખો કલમ 27: "વ-આ-ચૂ" = વસ્તી ગણતરી, આપત્તિ, ચૂંટણી. બાકી કોઈ બિન-શૈક્ષણિક કામ નહીં.

પ્રકરણ 5: અભ્યાસક્રમ અને પૂર્ણતા (કલમ 29–30)

  • કલમ 29(1): અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ શૈક્ષણિક સત્તાધિકારી નક્કી કરે.
    • ગુજરાત નિયમ 23: શૈક્ષણિક સત્તામંડળ = GCERT (ગુજરાત કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ). GCERT દરેક ધોરણ-વિષયની અધ્યયન નિષ્પત્તિઓ (learning outcomes) નક્કી કરે.
  • કલમ 29(2): અભ્યાસક્રમ બનાવતી વખતે ધ્યાનમાં લેવાનું:
    • સંવિધાનનાં મૂલ્યો · બાળકનો સર્વાંગી વિકાસ · જ્ઞાન, ક્ષમતા, બુદ્ધિશક્તિનું નિર્માણ · શારીરિક-માનસિક શક્તિઓનો વિકાસ
    • બાળ-કેન્દ્રી પ્રવૃત્તિ, શોધ, સંશોધન દ્વારા ભણતર
    • શિક્ષણનું માધ્યમ શક્ય હોય ત્યાં સુધી માતૃભાષા
    • બાળકને ડર, માનસિક આઘાત અને ચિંતાથી મુક્ત રાખવું
    • સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન (CCE)
  • કલમ 30: પ્રાથમિક શિક્ષણ પૂરું થતાં સુધી બોર્ડની કોઈ પરીક્ષા નહીં. પૂરું કરનાર દરેક બાળકને પ્રમાણપત્ર. (ગુજરાત નિયમ 30: પૂરું થયાના 1 મહિનામાં.)

📜 TET-I 2015 પ્ર. 5: આર.ટી.ઈ 2009 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? → (C) GCERT (બીજા વિકલ્પો: SCPCR, GCEE, RTEPA)

પ્રકરણ 6–7: હકનું રક્ષણ અને પ્રકીર્ણ (કલમ 31–38)

કલમ જોગવાઈ
31 શિક્ષણના હક પર દેખરેખ: NCPCR (બાળકોના હકના રક્ષણ માટેનો રાષ્ટ્રીય આયોગ) અને SCPCR (રાજ્ય આયોગ)
32 ફરિયાદ-નિવારણ: સ્થાનિક સત્તાતંત્રને લેખિત ફરિયાદ; 3 મહિનામાં નિર્ણય; નારાજ હોય તો રાજ્ય આયોગને અપીલ
33 રાષ્ટ્રીય સલાહકાર પરિષદ: વધુમાં વધુ 15 સભ્યો, કેન્દ્રને સલાહ
34 રાજ્ય સલાહકાર પરિષદ: વધુમાં વધુ 15 સભ્યો, રાજ્યને સલાહ
35 ⭐ 📜 માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા: કેન્દ્ર સરકાર → યોગ્ય સરકાર/સ્થાનિક સત્તાતંત્રને · યોગ્ય સરકાર → સ્થાનિક સત્તાતંત્ર/SMCને · સ્થાનિક સત્તાતંત્ર → SMCને
36 કલમ 13(2), 18(5), 19(5)ના ગુના માટે ફોજદારી કાર્યવાહી પહેલાં સરકારે અધિકૃત કરેલ અધિકારીની પૂર્વ-મંજૂરી
37 શુભ આશયથી લીધેલાં પગલાં માટે રક્ષણ
38 યોગ્ય સરકારને નિયમો બનાવવાની સત્તા (ગુજરાતે નિયમો-2012 બનાવ્યા)

📜 TET-II 2023 પ્ર. 73: RTE Act-2009ની કઈ કલમ હેઠળ રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓને જરૂરી નિર્દેશ અને માર્ગદર્શન આપવા કેન્દ્ર સરકારને અધિકૃત કરેલ છે? → (C) 35 (બીજા વિકલ્પો: 33, 38, 34)
💡 યાદ રાખો: 33 = રાષ્ટ્રીય પરિષદ, 34 = રાજ્ય પરિષદ, 35 = માર્ગદર્શન, 38 = નિયમો. "33-34 સલાહ, 35 સૂચના."

RTE અનુસૂચિ: શિક્ષક-બાળક ગુણોત્તર, દિવસ અને કલાક

વિદ્યાર્થી-શિક્ષક ગુણોત્તર:

ધોરણ દાખલ બાળકો શિક્ષકો
1 થી 5 60 સુધી 2
61 – 90 3
91 – 120 4
121 – 200 5
150થી વધુ 5 + 1 મુખ્ય શિક્ષક
200થી વધુ PTR (મુખ્ય શિક્ષક સિવાય) 40થી વધુ નહીં
6 થી 8 – દરેક વર્ગ દીઠ ઓછામાં ઓછો 1 · વિષય દીઠ ઓછામાં ઓછો 1: વિજ્ઞાન-ગણિત, સામાજિક અભ્યાસ, ભાષાઓ · દર 35 બાળકે 1 શિક્ષક
100થી વધુ પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક + અંશકાલીન શિક્ષક: કલા, આરોગ્ય-શારીરિક શિક્ષણ, કાર્ય શિક્ષણ

મકાન: બારમાસી મકાન · દરેક શિક્ષક માટે ઓછામાં ઓછો 1 વર્ગખંડ + કાર્યાલય-સ્ટોર-મુખ્ય શિક્ષક ખંડ · અવરોધમુક્ત પ્રવેશ · છોકરા-છોકરીઓ માટે અલગ ટૉઇલેટ · સલામત પીવાનું પાણી · મધ્યાહ્ન ભોજનનું રસોડું · ક્રીડાંગણ · હદની દીવાલ/વાડ.

દિવસ અને કલાક:

ધોરણ કામકાજના દિવસ (વર્ષે) શિક્ષણના કલાક (વર્ષે)
1 થી 5 200 800
6 થી 8 220 1000
શિક્ષક અઠવાડિયે 45 કલાક (તૈયારીના કલાક સહિત)

બીજું: શીખવાની સામગ્રી અને રમત-ખેલકૂદની સામગ્રી દરેક વર્ગને જરૂર મુજબ · દરેક શાળામાં ગ્રંથાલય (છાપાં, મૅગેઝિન, વાર્તાની ચોપડીઓ).

💡 યાદ રાખો: "200-800, 220-1000, 45". નાનાં ધોરણો (1–5) 200 દિવસ, મોટાં (6–8) 220 દિવસ.

TAT-S 2026નો વિધાન પ્રશ્ન: કલમ 12 કે કલમ 21?

📜 TAT-S 2026 પ્ર. 11: RTE સંદર્ભે: (1) શિક્ષણનો અધિકાર કલમ 21A હેઠળ મૂળભૂત અધિકાર તરીકે સામેલ થયો. (2) RTE એક્ટ 1 એપ્રિલ, 2010થી અમલમાં આવ્યો. (3) RTEમાં કલમ 21 હેઠળ ખાનગી શાળાઓમાં ધો-1માં 25% અનામત. (4) 6 થી 14 વર્ષનાં બાળકો માટે મફત-ફરજિયાત શિક્ષણ. → (D) ફક્ત 1, 2 અને 4. વિધાન 3 ખોટું: 25% અનામત કલમ 12માં છે; કલમ 21 = SMC.

માનવ અધિકારનું શિક્ષણ

માનવ અધિકાર એટલે શું?

  • વ્યક્તિના જીવન, સ્વતંત્રતા, સમાનતા અને ગરિમા સાથે જોડાયેલા અધિકારો, જે બંધારણ અને આંતરરાષ્ટ્રીય કરારોમાં છે અને ન્યાયાલયો દ્વારા રક્ષાય છે.
  • માનવ હોવા માત્રથી મળે છે; રાષ્ટ્રીયતા, લિંગ, વ્યવસાય, વર્ગ કે સામાજિક-આર્થિક સ્થિતિ ગમે તે હોય.
  • માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાને "માનવજાતિનો મહાધિકાર પત્ર (Magna Carta)" કહેવાય છે.
  • 10 ડિસેમ્બર = માનવ અધિકાર દિવસ (TAT-S 2026 પ્ર. 13માં આ જોડ સાચી હતી).

મુખ્ય માનવ અધિકારો (ઘોષણાપત્રમાંથી)

જીવવાનો, સ્વતંત્રતાનો અને સ્વ-રક્ષણનો અધિકાર · ગુલામી નહીં, જુલમ નહીં · કાયદા સમક્ષ સમાનતા · નિર્દોષ સાબિત ન થાય ત્યાં સુધી નિર્દોષ · વિચાર-અભિવ્યક્તિ-ધર્મની સ્વતંત્રતા · શાંત સભાની સ્વતંત્રતા · કામનો, સમાન કામ માટે સમાન વેતનનો અધિકાર · આરામ અને રજાનો અધિકાર · શિક્ષણનો અધિકાર: ઓછામાં ઓછું પ્રાથમિક અને પાયાના તબક્કે મફત અને ફરજિયાત · બાળકને કયું શિક્ષણ આપવું તે પસંદ કરવાનો પ્રથમ અધિકાર મા-બાપનો.

માનવ અધિકાર શિક્ષણ

  • માનવ અધિકારો વિશે જ્ઞાન, કૌશલ્ય અને મૂલ્યોના વિકાસની પ્રક્રિયા.
  • કૌશલ્યો: બીજાને સાંભળવું, સંવાદ, પ્રશ્નો પૂછવા.
  • મૂળભૂત તત્ત્વો: અધિકારોનું જ્ઞાન-કૌશલ્ય · વલણ અને મૂલ્યો · સક્રિય નાગરિકતા · રોજબરોજના જીવનમાં સમાવેશ.

શાળા અને શિક્ષકની ભૂમિકા

શાળા/તંત્ર શિક્ષક
અભ્યાસક્રમ-પાઠ્યપુસ્તકમાં સમાવેશ બાળકોના Friend, Philosopher અને Guide બનવું
શિક્ષક તાલીમમાં સમાવેશ બહુમાર્ગીય સંવાદ, બાળકની શંકા-પ્રશ્નોને સ્થાન
સહઅભ્યાસ પ્રવૃત્તિઓ, NGO સાથે તંત્ર શિસ્ત માટે ચર્ચા અને સલાહ જેવી હકારાત્મક રીતો
બાળ સંરક્ષણ એકમ (વડીલો, પંચાયત સાથે) અસ્પૃશ્યતા, દંગા, જાતીયતા જેવા મુદ્દે નિષ્પક્ષ સમાધાન
પ્રાર્થનામાં ચર્ચા, વક્તૃત્વ-નિબંધ સ્પર્ધા, રેલી SMCની બેઠક અને વાલી સંમેલનમાં અધિકારોની ચર્ચા

💡 વર્ગનું ઉદાહરણ: જાનકીની બહેનપણીને બીજાં બાળકો "તું અમારી સાથે ન બેસ" કહેતાં હતાં. હેતલબહેને સજા કરવાને બદલે વર્ગમાં "સૌને સાથે બેસવાનો હક" પર વાતચીત કરી. આ માનવ અધિકાર શિક્ષણ છે, અને અનુચ્છેદ 17ની ભાવના પણ.

ભોલુની વાત પૂરી કરીએ

SMCની બેઠકમાં મીનાબહેને બધા સવાલોના જવાબ બોર્ડ પર લખ્યા:

વાર્તામાં જવાબ
ભોલુ 9 વર્ષનો, ક્યારેય ભણ્યો નથી RTE કલમ 4: ઉંમરને અનુરૂપ વર્ગ + ખાસ તાલીમ
જન્મનો દાખલો નથી કલમ 14(2): પુરાવાના અભાવે પ્રવેશની ના નહીં
પરિવાર સ્થળાંતર કરે છે કલમ 9: સ્થળાંતરિત કુટુંબનાં બાળકોનો પ્રવેશ સ્થાનિક સત્તાતંત્ર સુનિશ્ચિત કરે
નીલના ભાઈ પાસે ડોનેશન અને કસોટી કલમ 13: માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ ગુનો
ભોલુ ભઠ્ઠા પર ઈંટો ઉપાડે અનુચ્છેદ 24: 14થી નાના બાળકને જોખમી કામે રાખી ન શકાય
ભોલુને શાળાએ મોકલવો કોની ફરજ? અનુ. 51A(k) અને RTE કલમ 10: માતા-પિતા/વાલીની

બીજા જ દિવસે ભોલુ ધોરણ 4ના વર્ગમાં બેઠો, અને રોજ બપોર પછી રમેશભાઈ તેને ખાસ તાલીમ આપવા લાગ્યા. મહિના પછી ભોલુએ બોર્ડ પર પહેલી વાર પોતાનું નામ લખ્યું.

મીનાબહેને SMCના રજિસ્ટરમાં લખ્યું: "શિક્ષણ ભીખ નથી, હક છે. અને એ હક દરેક બાળક સુધી પહોંચાડવો એ આપણી ફરજ છે."

યાદ રાખો: મહત્ત્વના One-liners

  1. 26 નવેમ્બર 1949 = બંધારણ સ્વીકાર · 26 જાન્યુઆરી 1950 = અમલ · અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ, ખરડા સમિતિ ડૉ. આંબેડકર.
  2. 42મો સુધારો (1976): આમુખમાં સમાજવાદી-ધર્મનિરપેક્ષ-અખંડિતતા · 10 મૂળભૂત ફરજો · શિક્ષણ સંયુક્ત યાદીમાં.
  3. 44મો સુધારો (1979): સંપત્તિનો અધિકાર મૂળભૂત અધિકારમાંથી દૂર.
  4. 86મો સુધારો (2002): 21A (6–14 મફત-ફરજિયાત) · 45 (0–6 સંભાળ) · 51A(k) (11મી ફરજ: વાલીની).
  5. 86મા સુધારા અધિનિયમની કલમ 2 → શિક્ષણનો હક 📜.
  6. અનુ. 24 = 14થી નાના બાળકને કારખાના-ખાણ-જોખમી કામ નહીં 📜.
  7. 28 = ધાર્મિક શિક્ષણ નહીં · 29(2) = પ્રવેશમાં ભેદ નહીં · 30 = લઘુમતી સંસ્થા.
  8. 343 = હિન્દી રાજભાષા · 350A = માતૃભાષામાં પ્રાથમિક શિક્ષણ · 22 ભાષાઓ.
  9. RTE-2009 = 2009નો 35મો કાયદો · બહાલી 26-8-2009 · અમલ 1-4-2010 · 7 પ્રકરણ, 38 કલમ.
  10. બાળક = 6–14 વર્ષ · પ્રાથમિક શિક્ષણ = ધોરણ 1–8.
  11. કલમ 4 = ઉંમર મુજબ વર્ગ + ખાસ તાલીમ · કલમ 5 = LCમાં વિલંબથી પ્રવેશ અટકે નહીં.
  12. ગુજરાત: નજીકની શાળા ધો. 1–5 = 1 કિમી, ધો. 6–8 = 3 કિમી.
  13. કલમ 12 = ખાનગી શાળામાં ધો. 1માં 25% નબળા-વંચિત બાળકો 📜.
  14. કલમ 13 = ડોનેશન → 10 ગણો દંડ · કસોટી → ₹25,000 / ₹50,000.
  15. કલમ 17 = શારીરિક શિક્ષા, માનસિક કનડગત પ્રતિબંધિત.
  16. કલમ 18 = માન્યતા વગર શાળા → ₹1 લાખ + ₹10,000/દિવસ 📜.
  17. SMC (કલમ 21): 3/4 વાલી, 50% મહિલા, ગુજરાતમાં 12 સભ્ય, અધ્યક્ષ વાલી, કન્વીનર મુખ્ય શિક્ષક, બેઠક 3 મહિને 1, પુનર્રચના 2 વર્ષે · SDP = 3 વર્ષ.
  18. કલમ 27 = બિન-શૈક્ષણિક કામ ફક્ત વસ્તી ગણતરી, આપત્તિ, ચૂંટણી · કલમ 28 = ખાનગી ટ્યુશન નહીં.
  19. કલમ 29 = અભ્યાસક્રમ: શૈક્ષણિક સત્તામંડળ (ગુજરાતમાં GCERT 📜) · કલમ 30 = બોર્ડ પરીક્ષા નહીં, પ્રમાણપત્ર · કલમ 35 = કેન્દ્રની માર્ગદર્શનની સત્તા 📜.
  20. અનુસૂચિ: ધો. 1–5 60 સુધી 2 શિક્ષક · 200 દિવસ/800 કલાક · ધો. 6–8 220 દિવસ/1000 કલાક · શિક્ષક 45 કલાક/અઠવાડિયું.

પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો (PYQ)

આ મુદ્દા પરથી TET અને TAT પરીક્ષાઓમાં પૂછાયેલા પ્રશ્નો. પહેલાં જાતે જવાબ વિચારો, પછી જવાબ જુઓ.

1. બંધારણના કયા અનુચ્છેદથી બાળમજૂરી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે? [TET-II 2023]

(A) અનુચ્છેદ – 19
(B) અનુચ્છેદ – 21
(C) અનુચ્છેદ – 24
(D) અનુચ્છેદ – 25

જવાબ જુઓ

જવાબ: (C) અનુચ્છેદ – 24
14 વર્ષથી નાના બાળકને કારખાના, ખાણ કે જોખમી કામમાં રાખી ન શકાય. (TET-II 2023 કી; labour.gov.in)

2. કોઈ વ્યક્તિ શાળાની માન્યતા પાછી ખેંચી લીધા બાદ પણ શાળા ચલાવતા હોય તે સ્થિતિમાં કેટલા રૂપિયા દંડની જોગવાઈ RTE Act-2009માં કરવામાં આવેલ છે? [TET-II 2023]

(A) રૂ. 50,000/-
(B) રૂ. 1,00,000/-
(C) રૂ. 75,000/-
(D) રૂ. 20,000/-

જવાબ જુઓ

જવાબ: (B) રૂ. 1,00,000/-
કલમ 18(5): માન્યતા વગર કે માન્યતા પાછી ખેંચાયા પછી શાળા ચલાવે તો ₹1 લાખ સુધી, અને ચાલુ રાખે તો દરરોજ ₹10,000 સુધી. (TET-II 2023 કી)

3. RTE Act-2009ની કઈ કલમ / સેક્શન હેઠળ રાજ્યો અને સ્થાનિક સંસ્થાઓને જરૂરી નિર્દેશ અને માર્ગદર્શન આપવા કેન્દ્ર સરકારને અધિકૃત કરેલ છે? [TET-II 2023]

(A) 33
(B) 38
(C) 35
(D) 34

જવાબ જુઓ

જવાબ: (C) 35
કલમ 35: માર્ગદર્શક સૂચનાઓ આપવાની સત્તા. 33 = રાષ્ટ્રીય સલાહકાર પરિષદ, 34 = રાજ્ય પરિષદ, 38 = નિયમો. (TET-II 2023 કી)

4. ભારતીય સંવિધાનમાં છયાશીમાં સુધારા અધિનિયમ, 2002ની કઈ કલમથી શિક્ષણનો હકની જોગવાઈ દાખલ કરવામાં આવેલ છે? [TAT-S 2026]

(A) કલમ-4
(B) કલમ-21
(C) કલમ-86
(D) કલમ-2

જવાબ જુઓ

જવાબ: (D) કલમ-2
86મા સુધારા અધિનિયમની કલમ 2થી બંધારણમાં અનુચ્છેદ 21A ઉમેરાયો. (TAT-S 2026 કી)

5. આર.ટી.ઈ 2009 અંતર્ગત પ્રાથમિક શિક્ષણ માટે શૈક્ષણિક સત્તામંડળ તરીકે કઈ સંસ્થા કાર્યરત છે? [TET-I 2015]

(A) સ્ટેટ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સ (એસ.સી.પી.સી.આર.)
(B) ગુજરાત કાઉન્સિલ ફોર એલીમેન્ટરી એજ્યુકેશન (જી.સી.ઈ.ઈ.)
(C) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જી.સી.ઈ.આર.ટી)
(D) રાઈટ ટુ એજ્યુકેશન પ્રોટેક્શન ઓથોરિટી (આર.ટી.ઈ.પી.એ)

જવાબ જુઓ

જવાબ: (C) ગુજરાત કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (જી.સી.ઈ.આર.ટી)
ગુજરાત RTE નિયમો-2012ના નિયમ 23 મુજબ GCERT અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પદ્ધતિ નક્કી કરનાર શૈક્ષણિક સત્તામંડળ છે. (TET-I 2015)

6. RTE (Right to Education) સંદર્ભે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ભારતીય બંધારણમાં શિક્ષણનો અધિકાર કલમ 21A હેઠળ મૂળભૂત અધિકાર તરીકે સામેલ કરવામાં આવ્યો.
2. RTE એક્ટ 1 એપ્રિલ, 2010 થી અમલમાં આવ્યો.
3. RTEમાં કલમ 21 હેઠળ ખાનગી શાળાઓમાં ધો-1 માં 25% બેઠકો નબળા અને વંચિત વર્ગના બાળકો માટે અનામત રાખવાની જોગવાઈ છે.
4. RTE એક્ટ મુજબ 6 થી 14 વર્ષના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણની જોગવાઈ છે.
ઉક્ત પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચા છે?
[TAT-S 2026]

(A) ફક્ત 1 અને 3
(B) ફક્ત 1, 2 અને 3
(C) ફક્ત 2, 3 અને 4
(D) ફક્ત 1, 2 અને 4

જવાબ જુઓ

જવાબ: (D) ફક્ત 1, 2 અને 4
25% અનામત કલમ 12માં છે; કલમ 21 SMC વિશે છે. (TAT-S 2026 કી)

બંધારણ, RTE-2009 અને માનવ અધિકારના 30 MCQની ફ્રી મોક ટેસ્ટ

સમજૂતી સાથે, પરીક્ષા જેવો અનુભવ. સાથે આ એકમની 20 પાનાંની PDF: આખી નોટ્સ, માઇન્ડમેપ, PYQ સમજૂતી સાથે અને એક પાનાની રિવિઝન શીટ.

📝 ફ્રી મોક ટેસ્ટ આપો📄 PDF નોટ્સ ડાઉનલોડ કરો

app.examconnect.in પર ફ્રી એકાઉન્ટ બનાવીને

માઇન્ડમેપ: બંધારણ, RTE-2009 અને માનવ અધિકાર

RTE 2009 અને બંધારણ માઇન્ડમેપ – અનુચ્છેદ 21A, 24, 86મો સુધારો, કલમ 12, 13, 18, 35, SMC, માનવ અધિકાર (TET-II)
RTE 2009 અને બંધારણ માઇન્ડમેપ – અનુચ્છેદ 21A, 24, 86મો સુધારો, કલમ 12, 13, 18, 35, SMC, માનવ અધિકાર (TET-II)

ઝડપી રિવિઝન: પરીક્ષાના આગલા દિવસે

બંધારણ: સ્વીકાર 26-11-1949 · અમલ 26-1-1950 · અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ · ખરડા સમિતિ ડૉ. આંબેડકર · 389 સભ્યો · 2 વર્ષ 11 માસ 18 દિવસ · મૂળભૂત અધિકારો અનુ. 12–32
સુધારા: 42મો (1976) = આમુખમાં 3 શબ્દ + 10 ફરજો + શિક્ષણ સંયુક્ત યાદી · 44મો (1979) = સંપત્તિનો અધિકાર દૂર · 86મો (2002) = 21A + 45 + 51A(k); સુધારા અધિનિયમની કલમ 2 📜 · 92મો (2003) = 4 ભાષા → 22

અનુચ્છેદ: 21A = 6–14 શિક્ષણ · 45 = 0–6 સંભાળ · 51A(k) = વાલીની ફરજ · 15(3) = સ્ત્રી-બાળકો માટે ખાસ જોગવાઈ · 17 = અસ્પૃશ્યતા નાબૂદી · 24 = બાળમજૂરી પ્રતિબંધ 📜 · 28 = ધાર્મિક શિક્ષણ નહીં · 29(2) = પ્રવેશમાં ભેદ નહીં · 30 = લઘુમતી સંસ્થા · 46 = નબળા વર્ગ, SC/ST · 343 = હિન્દી રાજભાષા · 351 = હિન્દીનો વિકાસ · 350A = માતૃભાષા

RTE-2009: 35મો કાયદો · બહાલી 26-8-2009 · અમલ 1-4-2010 📜 · 7 પ્રકરણ, 38 કલમ · બાળક 6–14, પ્રાથમિક = ધો. 1–8

કલમ યાદ રાખો કલમ યાદ રાખો
3 નજીકની શાળા, કોઈ ફી નહીં 18 માન્યતા વગર શાળા → ₹1 લાખ + ₹10,000/દિવસ 📜
4 ઉંમર મુજબ વર્ગ + ખાસ તાલીમ 19 અનુસૂચિનાં ધોરણો (3 વર્ષ)
5 બદલી; LCમાં વિલંબ = શિસ્ત પગલાં 21 SMC
6 3 વર્ષમાં નજીકની શાળા 22 SDP (3 વર્ષ)
10 વાલીની ફરજ 23 લાયકાત, 5 વર્ષની છૂટ
11 3–6 વર્ષ પૂર્વ-શાળા 25 PTR 6 મહિનામાં
12 ખાનગી શાળામાં ધો. 1માં 25% 📜 26 ખાલી જગ્યા ≤ 10%
13 ડોનેશન 10 ગણો · કસોટી ₹25,000/₹50,000 27 ફક્ત વસ્તી ગણતરી, આપત્તિ, ચૂંટણી
14 પુરાવા વગર પણ પ્રવેશ 28 ખાનગી ટ્યુશન નહીં
15 લંબાવેલો સમય (ગુજરાત: 6 મહિના) 29 અભ્યાસક્રમ: GCERT 📜, માતૃભાષા, CCE
16 રોકી રાખવું/કાઢવું નહીં (2019: ધો. 5, 8 પરીક્ષા) 30 બોર્ડ પરીક્ષા નહીં, પ્રમાણપત્ર
17 શારીરિક શિક્ષા, માનસિક કનડગત નહીં 31–32 NCPCR/SCPCR · ફરિયાદ 3 મહિના
33–34 રાષ્ટ્રીય/રાજ્ય પરિષદ (15 સભ્યો)
35 કેન્દ્રની માર્ગદર્શનની સત્તા 📜 · 38 = નિયમો

SMC: 3/4 વાલી · 50% મહિલા · ગુજરાતમાં 12 સભ્ય · અધ્યક્ષ-ઉપાધ્યક્ષ વાલી · કન્વીનર મુખ્ય શિક્ષક · બેઠક 3 મહિને 1 · પુનર્રચના 2 વર્ષે · ગેરહાજરી મહિને 10 દિવસથી વધુ → વાલી અને SMCને જાણ
ગુજરાત નિયમો-2012: શાળા 1 કિમી (ધો. 1–5), 3 કિમી (ધો. 6–8) · ખાસ તાલીમ ≥ 3 મહિના · પ્રમાણપત્ર 1 મહિનામાં
અનુસૂચિ: ધો. 1–5: 60 → 2, 61–90 → 3, 91–120 → 4, 121–200 → 5, 150+ → 5 + મુખ્ય શિક્ષક, 200+ → PTR ≤ 40 · ધો. 6–8: વર્ગ દીઠ 1, 35 બાળકે 1, 100+ → પૂર્ણકાલીન મુખ્ય શિક્ષક + કલા/આરોગ્ય/કાર્ય શિક્ષણ · 200 દિ./800 ક. (1–5) · 220 દિ./1000 ક. (6–8) · શિક્ષક 45 ક./અઠવાડિયું

માનવ અધિકાર: માનવ હોવા માત્રથી · સાર્વત્રિક ઘોષણા = Magna Carta · 10 ડિસેમ્બર · જ્ઞાન + કૌશલ્ય + મૂલ્ય · શિક્ષક = Friend, Philosopher, Guide

વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQ)

RTE 2009 ક્યારથી અમલમાં આવ્યો અને તેમાં કેટલી કલમો છે?

બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009નો 35મો કાયદો છે. રાષ્ટ્રપતિની બહાલી 26 ઑગસ્ટ 2009એ મળી અને તે 1 એપ્રિલ 2010થી અમલમાં આવ્યો. તેમાં 7 પ્રકરણ, 38 કલમો અને શાળાનાં ધોરણોની એક અનુસૂચિ છે.

RTEની કઈ કલમ ખાનગી શાળામાં 25% અનામત આપે છે?

કલમ 12. ખાનગી શાળાએ ધોરણ 1માં ઓછામાં ઓછી 25% જગ્યા નબળા અને વંચિત જૂથનાં બાળકોને આપવી પડે, અને તેનો ખર્ચ સરકાર ભરે છે. ધ્યાન રાખો: કલમ 21 = શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC). TAT-S 2026માં આ બે નંબરની અદલાબદલી કરીને જ ખોટું વિધાન બનાવ્યું હતું.

માન્યતા વગર શાળા ચલાવે તો RTE મુજબ કેટલો દંડ થાય?

કલમ 18 મુજબ માન્યતા વગર કે માન્યતા પાછી ખેંચાયા પછી પણ શાળા ચલાવે, તો ₹1,00,000 સુધી દંડ, અને ઉલ્લંઘન ચાલુ રાખે તો દરરોજ ₹10,000 સુધી. આ પ્રશ્ન TET-II 2023માં પૂછાયો હતો.

શિક્ષણ મૂળભૂત અધિકાર ક્યારે બન્યું?

86મા બંધારણીય સુધારા (2002)થી. તેણે બંધારણમાં અનુચ્છેદ 21A (6 થી 14 વર્ષનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ) ઉમેર્યો, અનુચ્છેદ 45 બદલ્યો (0 થી 6 વર્ષ) અને 51A(k)ની 11મી મૂળભૂત ફરજ ઉમેરી. 21A ઉમેરનાર સુધારા અધિનિયમની કલમ 2 છે.

શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)માં કોણ હોય?

RTEની કલમ 21 મુજબ SMCના ઓછામાં ઓછા 3/4 (75%) સભ્યો બાળકોનાં માતા-પિતા કે વાલી હોય અને 50% મહિલાઓ હોય. ગુજરાતમાં SMCમાં 12 સભ્યો છે, અધ્યક્ષ વાલી સભ્યોમાંથી ચૂંટાય અને મુખ્ય શિક્ષક સભ્ય-નિમંત્રક હોય. બેઠક 3 મહિનામાં ઓછામાં ઓછી એક વાર થાય.

RTE મુજબ શિક્ષકને કયાં બિન-શૈક્ષણિક કામો સોંપી શકાય?

કલમ 27 મુજબ ફક્ત ત્રણ: દસ વર્ષે થતી વસ્તી ગણતરી, આપત્તિ રાહત અને ચૂંટણીની કામગીરી. આ સિવાય શિક્ષકને બિન-શૈક્ષણિક કામમાં મૂકી શકાય નહીં. કલમ 28 મુજબ શિક્ષક ખાનગી ટ્યુશન પણ કરી શકે નહીં.

ઉપયોગી સત્તાવાર લિંક:
TET-II પરીક્ષાની સત્તાવાર જાહેરાત અને જૂનાં પ્રશ્નપત્રો: રાજ્ય પરીક્ષા બોર્ડ (SEB)
RTE અધિનિયમ 2009 અને તેના સુધારા: ભારત સરકાર, શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગ
પ્રાથમિક શિક્ષક તાલીમ (D.El.Ed.) અભ્યાસક્રમ: GCERT ગાંધીનગર

વાંચ્યું? હવે પાકું કરો. PDF સાચવી રાખો અને મોક ટેસ્ટથી તૈયારી ચકાસો.

📄 PDF નોટ્સ ડાઉનલોડ કરો📝 ફ્રી મોક ટેસ્ટ આપો

Scroll to Top